SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ક જ પક, કદ દરજજ વિરા - ભવારિચિત જ ws New '(૧૮૦ ભાવાર્થ- જેમ અરિહંત ભગવંતો “અભયદ-ચક્ષુદ માર્ગદ-શરણદ' તથા તેમ બોધિ આપનાર એવા અરિહંત ભગવંતોને નમસ્કાર હો !” અહીં બોધિદરૂપ સૂત્રઘટિત બોધિ એટલે જિનેશ્વરે રચેલ-પ્રરૂપેલ ઘર્મની પ્રાપ્તિ. વળી આ તીર્થંકરપ્રણીત ધર્મ પ્રાપ્તિરૂપ બોધિ, યથાપ્રવૃત્ત-અપૂર્વકરણ-અનિવૃત્તિ કરણરૂપ વ્યાપાર (પુરૂષાર્થ-વીર્યવિશેષરૂપ પ્રયત્ન-અધ્યવસાય વિશેષ) શ્રી અભિવ્યંગ્ય-પ્રકાશ્ય-(સાધ્ય-જન્ય-કાર્ય અર્થાત્ સમ્યગદર્શન બોધિરૂપ સાધ્યના પ્રત્યે યથાપ્રવૃત્તઆદિકરણત્રયરૂપ વ્યાપાર અસાધરણ સાધન છે અત એવ યથાપ્રવૃત્તાદિ કરણત્રયરૂપ વ્યાપારરૂપ પરમસાધનનું સાધ્ય-ફલ-કાર્ય પ્રકૃતિબોધિ છે.) સાધ્ય, અતએવ પૂર્વે કદી નહીં ભેદાયેલ એવી અત્યંત નિબિડ રાગદ્વેષરૂપ ગ્રંથિ-મિથ્યાત્વ મોહનીયના તીવ્રતમ રસરૂપ (અનંતાનુબંધી કષાયની ચોકડીરૂપ) ગ્રંથિના ભેદ-વિદારણથી, પાનુપૂર્વીથી (પાનુપૂર્વી ક્રમથી ગુણોની ઉત્પત્તિ-ક્રમ છે. અને પ્રાધાન્યની અપેક્ષાએ ઉપન્યાસ છે. એમ અહીં તથાતિ-પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકય આ પાંચ લક્ષણથી સમ્યકત્વ પ્રગટ થાય છે. આપણામાં સમકત છે કે નહીં તેની ખાત્રી થાય છે. તેને તત્ત્વાર્થશ્રદ્ધાન સ્વરૂપ કહે છે. આ સમ્યકત્વના પાંચ લક્ષણોનો અનુક્રમ પ્રધાનતાને અનુસારે છે. પાંચ લક્ષણોનો લાભક્રમ તો આ પ્રમાણે છે. (૧) પ્રથમ આસ્તિક્યભાવ પ્રાપ્ત થાય છે. (૨) ત્યારબાદ અનુકંપા થાય છે; (૩) ત્યારબાદ નિર્વેદ પમાય છે. (૪) ત્યારબાદ સંવેગ મેળવાય છે. (૫) ત્યારપછી પ્રશમનો લાભ થાય છે. એવંચ પાંચેયનો લાભક્રમ પશ્ચાનુપૂર્વી (છેલ્લે)થી થાય છે. અહીં પૂર્વાનુપૂર્વી સુંદર નથી. તથાચ પ્રથમ “પ્રશમ' હોય તો સંવેગ, સંવેગ હોય તો નિર્વેદ, નિર્વેદ હોય તો અનુકંપા અને અનુકંપા હોય તો આસ્તિક્ય એ રૂપ પૂર્વાનુપૂર્વી લાભદમમાં અસુંદર છે. પણ પશ્ચાનુપૂર્વીથી ગુણોનો લાભ થાય છે. અર્થાત્ લાભક્રમમાં પશ્ચાનુપૂર્વી શુભ છે. -પ્રશમાદિ પંચકનું ટુંકમાં સ્વરૂપ(૧) પ્રશમ-અપરાધ કરનાર પુરૂષ ઉપર પણ મનથી બિલકુલ સર્વકાળ-સદા માઠું ન થાઓ એવી વિચારણારૂપ તથા ક્રોધ આદિ કષાયોના દબાવવારૂપ, ક્રોધની ખુજલી અને વિષયતૃષ્ણાનો ઉપશમ તે શમ, “સારી રીતે જેની પરીક્ષા કરવામાં આવી છે એવા પ્રવક્તાના પ્રવાદ કરવા યોગ્ય પ્રવચનના તત્ત્વ ઉપર અભિનિવેશ–આગ્રહ હોવાથી મિથ્યાત્વના અભિનિવેશ-આગ્રહનો ઉપશમ તે શમ' એમ ધર્મસંગ્રહમાં નિરૂપણ છે. (૨) સંવેગ-દેવ અને માનવના દુન્યવી સુખને દુઃખરૂપે જાણે, કારણ કે, તે પગલિક-ક્ષણિક-અસાર છે, પરંતુ એક મોનું જ સુખ, અક્ષથ્ય હોવાથી ઈચ્છવું-ચાહવું તે (૩) નિર્વેદ-સ્ત્રી કુટુંબ આદિ સર્વ પરીવાર સ્વાર્થી-મતલબી ગરજુ છે. તેઓ સુખ-દુઃખમાં ભાગ લેનાર નથી. તેથી તેઓમાં કિંચિત્માત્ર પણ સુખદાન શક્તિ નથી. એમ જાણી, સંસારને જન્મ જરા મરણ આદિ અનેક વેદનાથી ભરપૂર અત એવ અસાર-નિર્ગુણ સમજી, સંસારરૂપ જેલથી છુટવાની જે તીવ્રતમન્ના-ઉત્કંઠા તે. (૪) અનુકંપા-(૧) દ્રવ્યદયા-દુઃખીયા-રોગી-દીન-હીન પર દયા તે. (૨) ભાવદયા-ધર્મરહિત ઉપરની એટલે આ ધર્મરહિત પ્રાણી, ધર્મ નહીં સાધવાથી દુર્ગતિમાં જશે એવું ચિંતવી ધર્મરહિત ધર્મમાં સ્થિર કરવારૂપ. (૫) આસ્તિક્ય-જે જિનેશ્વર ભગવંતે ભાખ્યું છે તે અન્યથા-જુઠું નથી. અર્થાત્ સાચું જ છે. એવો દ્રઢ રંગ રાખવોનિઃશક માનવું તે. રાજરાતી અનુવાદક. , ભદ્રકસૂરિ મ. સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy