SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ ભદ્રસુરિ રચિત ૧૭૯ ભાવાર્થ ખરેખર, વિશિષ્ટકર્મ ક્ષયોપશમજન્ય (મિથ્યાત્વ મોહરૂપ વિશિષ્ટકર્મના ક્ષયોપશમથી પેદા થયેલ) તત્ત્વબોધ રૂપજ્ઞાન, વિષયતૃષ્ણા (કામભોગ વિષયક અભિલાષ-તરસ)ને દૂર કરનાર ઉપશમાવનાર નાશ કરનાર જ હાય છે. જે જ્ઞાન, વિષયતૃષ્ણાને નાબૂદ કરતું નથી. તે જ્ઞાનની પંક્તિ કતાર કે હરોળમાં આવી શકે જ નહીં. કારણ કે ‘અભક્ષ્યઅસ્પર્શનીય' ન્યાયથી (જેમ ગોમાંસ ગાયનું માંસ વિગેરે ભક્ષણરૂપ નામના ક્રિયાનો વિષય હોવા છતાંય ઉત્તરકાળ-ભાવિમાં પાપ દુર્ગતિ વિગેરે બલવાન અનિષ્ટ પરીણામ નીપજાવનાર હોઇ તે અભક્ષ્ય નહીં ખાવા જોગ મનાય છે. તથા અંત્યજ ઋતુવંતી સ્ત્રી વિગેરે સ્પન (અડકવાની) ક્રિયાનો વિષય હોવા છતાં ય. ઉત્તરકાળમાં બલવાન અનિવાર્ય અનિષ્ટ પરિણામ સર્જક હો. ‘અસ્પર્શનીય’ છે. (અછૂત છે-નહીં અડકવા યોગ્ય છે.) આ રૂપ ન્યાયથી) અહીં પણ, વિષય-કામભોગવિષયકતૃષ્ણા (આશા-તરંગ-તરસ) નો નાશ નહીં કરનારૂં જ્ઞાન, જ્ઞાન (જાણવારૂપ ક્રિયા માત્ર) હોવા છતાંય, દુર્ગતિ વિગેરે રૂપ-બલવાન્ અનિષ્ટ પરીણામ-અંજામ સર્જક હોઈ-બલવત્તર અનિષ્ટઅનુબંધી હોઈ અજ્ઞાન જ છે. વળી આ વિષયવિષયતૃષ્ણા નાશકજ્ઞાન-પારમાર્થિક-તાત્ત્વિકશાન, ભયાત્ત-લક્ષણ-તત્ત્વચિંતારૂપ અધ્યવસાય પ આત્મધર્મ વિશેષ વિવિદિષાપર્યાયવાળા શરણના અભાવમાં અસંભવિત છે, એવંચ પૂર્વોક્તસ્વરૂપ શરણ હોય તો જ વિષયવિષતૃષ્ણાભંજક તત્ત્વજ્ઞાન થાય છે. તથાચ-ભયાર્ત્તત્રાણલક્ષણ તત્ત્વચિંતારૂપ વિષયતૃષ્ણાનાશક તત્ત્વજ્ઞાનજનકતત્ત્વગોચરશુશ્રૂષા આદિપ્રજ્ઞાગુણાષ્ટકજન - વિવિદિષાપર્યાયવાળું શરણ, અભય-ચક્ષુ-માર્ગની માફક અરિહંત ભગવંતોથી જ લભ્ય કે સાધ્ય બને છે. પરંતુ અરિહંત ભગવંત ભિન્ન-અન્ય વ્યક્તિઓથી કે પોતાથી સાધ્ય બનતું નથી એટલે જ કહેવાય છે કે; શરણ આપનાર અરિહંત ભગવંતોને સભક્તિ-નમસ્કાર હો !' આ પ્રમાણે શક્રસ્તવના "શરણદ" રૂપ ૧૮ મા પદની વ્યાખ્યાની સમાપ્તિ થાય છે. શક્રસ્તવના ‘બોધિદ’રૂપ ૧૯ મા પદનું ખૂબીભર્યું વ્યાખ્યાન— तथा ‘बोहिदयाणं,’ इह बोधिः- जिनप्रणीतधर्म्मप्राप्तिः, इयं 'पुनर्यथाप्रवृत्तापूर्वानिवृत्तिकरणत्रयव्यापाराभिव्यङ्ग्यमभिन्नपूर्वग्रन्थिभेदनः 'पश्चानुपूर्व्या प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं तत्त्वार्थश्रद्धानं, विज्ञप्तिरित्यर्थः, અર્થ-ગમે તેવા ગાઢ અંધકારનો સમૂહ હોય, પરંતુ સહકરણને ધારણ કરતો એવો ઝળહળતો સૂર્ય જ્યારે ઉગે ત્યારે તે અંધકાર રહેવા સમર્થ નથી. કારણ કે; અંધકારમાં એ શક્તિ જ ક્યાં છે કે જેથી, સૂર્યના કિરણોની આગળ ટકી શકે ? રાગગણ-રાગદ્વેષ, ક્રોધ માન, માયા, લોભ આદિ શત્રુઓ, જેમ જ્ઞાનરૂપી સૂર્યના અભાવમાં, અજ્ઞાનરૂપી અંધકારનાં પોતાની મરજી મૂજબ આત્માને વીતાડતા હતા. તેમજ સંસાર સાગરમાં ડૂબાડતા હતા, તેવી જ રીતે જો આત્મામાં જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી, રખડાવે તો પછી તેનું નામ જ્ઞાનજ ન કહી શકાય, કિંતું અજ્ઞાનજ કહેવાય, માટે દરઅસલમાં તત્ત્વજ્ઞાન તેને જ કહેવાય કે, જે દ્વારા આ રાગ આદિરૂપ દુષ્ટ દુશ્મનોની હાર પર હાર થાય. ૧ આ ત્રણેય કરણોનું પૂર્વે સ્વરૂપ બતલાવેલ છે, ત્યાંથી જોવું. २ पच्छाणुपुब्विओ पुणगुणाणमेएसिं होइ लाहकमो, पाहनओउ एवं वित्रेओ सिं उवन्नासो ॥ इति ॥ (पश्चानुपूर्व्या पुनर्गुणानामेतेषां भवति लाभक्रमः । प्राधान्यतस्त्वेवं विज्ञेय एषामुपन्यासः ॥ १८ ॥ ) ગુજરાતી અનુવાદક આ ત કરસરિ મ.સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy