________________
લલિત-વિરા આ હરિભાવિ રચિત
{ ૧૮૨ इतरेतरफलमेतदिति नियमः, 'अनीदृशस्य तत्त्वायोगात्, न ह्य चक्षुष्फलमभयं चक्षुर्वाऽमार्गफलमित्यादि, एवं चोत्कृष्टस्थितेराग्रन्थिप्राप्तिमेते भवन्तोऽप्यसकृन्न तद्रुपतामासादयन्ति, विवक्षितफलयोग्यतावैकल्यात् ॥
ભાવાર્થ તથાચ “આ અભયઆદિગુણપંચક, પૂર્વ પૂર્વગુણનો ઉત્તરોત્તર-આગલો આગલો ગુણ, ફલકાર્યરૂપ છે, આવો નિયમ-વ્યવસ્થા છે. અર્થાત અભયનું ફલ ચક્ષુ. ચક્ષુનું ફલ માર્ગ. માર્ગનું ફલ શરણ. ફારણનું ફલ બોધિ છે. આવો નિયમ-વ્યવસ્થા છે. જો આ અભય આદિ પંચકમાં “પૂર્વ પૂર્વના ઉત્તરોત્તરરૂપ ફલરૂપ નિયમ'-વ્યવસ્થા, ન માનો તો, અભયઆદિપંચકમાં અભય આદિ ભાવનો (તાત્ત્વિક ભાવરૂપ અભય આદિપણા)નો અભાવ છે. તથાચ પૂર્વપૂર્વનો ઉત્તરોત્તર કાર્ય–ફલરૂપ થવાનો તાત્ત્વિક-અભય-આદિનો સ્વભાવ જ છે એટલે જ આ નિયમ છે કે; “પૂર્વ પૂર્વના ઉત્તરોત્તર ફલરૂપ આ અભય આદિ પંચક છે.”
તથાપિ જેનું ચક્ષુરૂપ ફલ નથી તે તત્ત્વરૂપ અભય નથી, જેનું માર્ગરૂપ ફલ નથી તે તત્ત્વરૂપ ચક્ષુ નથી. શરણરૂપ ફલ વગરનો તત્ત્વરૂપ માર્ગ નથી. બોધિરૂપ ફલ વગરનું તત્ત્વરૂપ શરણ કહેવાતું નથી. અર્થાત્ બોધિફલવાળું (બોધિફલજનક) જ તત્ત્વભૂત શરણ કહેવાય છે. શરણરૂપ ફળવાળો (શરણરૂપ ફલજનક) જ તત્ત્વરૂપ માર્ગ કહેવાય છે. માર્ગફળવાળું જ (માર્ગફલજનક જ) તત્ત્વરૂપ ચક્ષુ મનાય છે. ચક્ષુરૂપ ફળવાળો જ (ચલુરૂપ ફલજનક જ) તત્ત્વરૂપ અભયગુણ કહેવાય છે. એવંચ પૂર્વપૂર્વનો ઉત્તરોત્તર ફલરૂપ સ્વભાવ, તત્ત્વભૂત અભય આદિ પંચકનો છે. તો જ, મિથ્યાત્વ આદિગત ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડી ઠેઠ શારુપ્રસિદ્ધ ગ્રંથિસ્થાન પર્વત, જે જે અનેક વાર થતા (થનાર) અતત્ત્વભૂત-દ્રવ્યરૂપ અભય આદિ, ભાવરૂપ અભય આદિપણાને પામી શકતા જ નથી. કારણ કે; વિવલિતફલની યોગ્યતાનો અભાવ છે. અર્થાત અભયનું ફલ ચલુ, ચક્ષુનું ફલ માર્ગ, માર્ગનું ફલ શરણ. શરણનું ફલ બોધિ એ રૂપ વિવલિતફલને પેદા કરવાનો સ્વભાવયોગ્યતાનો સદંતર અતત્ત્વભૂત-દ્રવ્યરૂપ અભયઆદિપંચકમાં અભાવ છે.
ભાવરૂપ અભયઆદિ પંચકમાં રહેલ ચક્ષુઆદિ વિવલિત ફલજનસ્વભાવરૂપ યોગ્યતાના સ્વરૂપનું વર્ણન
योग्यता चाफलप्राप्तेस्तथा क्षयोपशमवृद्धिः लोकोत्तरभावामृतास्वादरूपा वैमुख्यकारिणी विषयविषाभिलाषस्य न चेपमपुनर्बन्धकमन्तरेणेति भावनीयं,
ભાવાર્થ-વળી ચક્ષુઆદિ વિવક્ષિતફલજનનસ્વભાવરૂપ યોગ્યતા એટલે વિષસદ્ગશ વિષયની વાંચ્છાથી વિમુખતા (અવળાઈ-જુદાઈ-વિરૂદ્ધતા-પ્રતિકૂળતા) કરનારી, લોકોત્તર “ભાવરૂપ અમૃતાના આસ્વાદ ચાખવા
૧ પુનબંધકમાં યથાર્થરૂપ અભયઆદિ પંચકનો અભાવ છે. ૨ સીત્તેર (૭૦) કોડાકોડી સાગરોપમરૂપ ઉત્કૃષ્ટસ્થિતિથી માંડી ગ્રંથિસ્થાન લગી-અંતઃકોટાકોટી સ્થિતિ દરમ્યાન. ૩ ગ્રંથિ ભેદરૂપ ફલ.
૪ ગમ્યગમન અને અગમ્યનાં અગમનરૂપ વિવેકને જલાંજલિ આપી, જે વિષયરસપાનના ઈરાદાથી શબ્દ-સ્પર્શ-રસરૂપ-ગંધરૂપ વિષયોમાં અત્યંત આસક્તિ રાખી પ્રવૃત્તિ કરવી તે “વિષયતૃષ્ણા' કહેવાય છે.
૫ વિહિત ઔદાર્ય દાક્ષિણ્ય આદિરૂપ લોકોત્તરભાવોનું સ્વરૂપ
બાજરાતી અનુવાદક - , ભયંકરસૂરિ મ. સારા