SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ હરિભદ્રસુરિ રચિત ૧૭૧ તથાચ ક્લિષ્ટકર્મ (અખંડધારાએ સદંતર દુઃખ કરનારૂં કર્મ) વડે હાર-પરાજય પામેલ-ધેરાયેલ ચિત્ત, સરસપણાએ સમ્યગ્દર્શન આદિરૂપ વિશિષ્ટ ગુણસ્થાનને પામી શકતું નથી—વિશિષ્ટ ગુણસ્થાનમાં જતું કે પેસતું નથી. કારણ કે જ્યારે ક્લિષ્ટકર્મજન્ય દુઃખનો અનુભવ-વિપાકોદય વર્તમાન હોય તો તે વખતે કેવી રીતે ચિત્તની-મનની સીધી પ્રવૃત્તિ કે વૃત્તિ સંભવે ? અર્થાત્ ન જ સંભવે. તથાચ પુનઃ પુનઃ ક્લિષ્ટકર્મજન્ય દુઃખનો અનુભવ ચાલુ હોય તે વખતે વિશિષ્ટ ગુણસ્થાનમાં ચિત્તનું સીધું દાખલ થવું અસંભવિત છે. શંકા—સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવા છતાંય જ્યારે કોઈ જીવ મિથ્યાત્વમાં જાય છે ત્યારે ક્લિષ્ટકર્મનો અભાવ કેવી રીતે સંગત થાય ? —આ શંકાનું સંતોષપ્રદ સમાધાન અને તે સમાધાન વિષય પર માર્મિક મંથન न चासौ ' तथाऽतिसङ्क्लिष्टस्तत्प्राप्ताविति प्रवचनपरमगुह्यं, न खलु भिन्नग्रन्थेर्भूयस्तब्दन्ध इति तन्त्रयुक्त्युपपत्तेः, एवमनिवृत्तिगमनेनाऽस्य भेदः, ભાવાર્થ-અપૂર્વકરણરૂપ ધારદાર હથીયારથી, (પૂર્વે જીવે નહિ અનુભવેલ એવા અધ્યવસાય વિશેષથી કઠોર, નક્કર, સુકાઈ ગયેલી આડાઅવળા સંબંધવાળી-ઉકેલી ન શકાય એવી વાંસની ગાંઠ સરખી, અતિ દુઃખે ભેદી શકાય એવી, જીવના કર્મથી પેદા થયેલ, અતિનિબિડ-ગાઢ-રાગ-દ્વેષ પરિણામરૂપ (મિથ્યાત્વ મોહનીયના તીવ્રતમ રસરૂપ) ગ્રંથિનો ભેદ જેને થઈ ગયો છે એવો-સમ્યક્ત્વવાળો આ પ્રકૃત જીવ, મિથ્યાત્વે જાય છતાંય પૂર્વની માફક (ગ્રંથિભેદના પહેલાંની જેમ) અત્યંત સાનુબંધ (ઉત્તરોત્તર સંબંધવાળો) ફ્લેશદુઃખવાળો, (સમ્યગ્દર્શન આદિરૂપ માર્ગની પ્રાપ્તિ થયા બાદ) ક્લિષ્ટકર્મબંધ થતો નથી. આ જૈનશાસનની પરમગુહ્યગુપ્ત-ખાનગી ખજાનારૂપ બાબત જાણવી. કારણ કે; ગ્રંથિ (ગાંઠ) ના ભેદવાળા-સમ્યક્ત્વવાળા જીવને (મિથ્યાત્વે જાય છતાં) ફરીથી, દુર્ભેદ્ય રાગદ્વેષ પરીણામ-મિથ્યાત્વ મોહનીયના તીવ્રતમ રસરૂપ (ચાર અનંતાનુબંધી કષાયોની ચોકડીરૂપ) ગ્રંથિનો બંધ થતો નથી. ગ્રંથિભેદી આત્મામાં જો ફરી ફરી ગ્રંથિનો બંધ માનો ૧ જેમ વીંધેલુ મોતી, તેના છિદ્રમાં મળ ભરાયો હોય તો પણ પૂર્વ અવસ્થાને પામી શકતું નથી; તેમ તત્ત્વોની શુદ્ધ શ્રદ્ધારૂપ સોયથી રાગ-દ્વેષના પરિણામને ભેદી નાખવામાં-ગ્રંથિને ભેદી નાખવામાં આવે તો તે પરિણામ અતિનિબિડ થતા નથી. જે મણિ, છિદ્રરહિત ફરીથી થતું નથી. તેમ પરિણામ પણ ફરીથી દ્રઢ થતા નથી. એકવાર જેને આત્મતત્ત્વની ઝાંખી થઈ હોય છે. તેનો આચાર વિચાર જ ફરી જાય છે. ભલેને તે સંસાર વ્યવહારમાં જોડાય છતાં રાગ-દ્વેષની ચીકાશ પ્રથમ જેવી માલૂમ નહીં પડે. કારણ કે; તેને આત્મા સિવાયની અન્ય વસ્તુઓ તરફ વૈરાગ્ય સહજ જાગૃત થાય છે. ૨ એકવાર ગ્રંથિભેદ થયા પછી, એટલે રાગ-દ્વેષના પરિણામની ગાંઠ તૂટ્યા પછી ફરી ફરીથી તે બંધાતી નથી. એટલે જે સમયે ગ્રંથિભેદ થાય છે તે વખતે-ગ્રંથિભેદી મિથ્યાદ્રષ્ટિને પ્રગટ રીતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ બંધાતી નથી. એવો સિદ્ધાન્તનો મત છે. કર્મ ગ્રંથકારના અભિપ્રાયે તો (જેણે ગ્રંથિભેદ કર્યો છે. તેવા મિથ્યાત્વે આવેલા જીવો પણ ગ્રંથિભેદી કહેવાય અને એકવાર ગ્રંથિ ભેદાયા બાદ પુનઃ ગ્રંથિભેદવાનું હોતું નથી. એવો નિયમ છે.) સમ્યક્ત્વને ત્યાગ કરેલા એવા ગ્રંથિભેદી જીવો કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. પણ તેવા પ્રકારનો ઉત્કૃષ્ટ અનુભાગ-૨સ બાંધતા નથી. ગુજરાતી અનુવાદક તકરસૂરિ મ.સા. આ.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy