________________
પણ ડાક
Sલતવિકાસ ની હરભાવ ચી
{ ૧૭૨
તો કોઈ કાલે તે ગ્રંથિનો ભેદજ સર્વથા ન થાય અર્થાતુ અનવસ્થા દોષની આપત્તિથી પ્રસ્ત ગ્રંથિભેદ પછી મનાતો-કલ્પિત ગ્રંથિબંધ થાય. આ પ્રમાણેની શાસ્ત્રીયયુક્તિ-દલીલ પણ ઘટતી છે.
–આ તમામ ચર્ચાથી જે સાબિત થયું તેનો નિષ્કર્ષ–
એવંચ અપૂર્વકરણથી ગ્રંથિભેદ કર્યા બાદ અનિવૃત્તિકરણે આવેલો જીવ અવશ્ય આગળ વધી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. પણ પાછો વળતો નથી. માટે અનિવૃત્તિકરણના અધ્યવસાય, નિવૃત્તિ એટલે વ્યાવૃત્તિ તેનાથી રહિત છે. અર્થાત આ કરણ, પોતાનું કાર્ય કર્યા વિના સમ્યકત્વ સંપાદિત કરાવ્યા વિના નિવૃત્ત થતું નથી. નિરાંતે બેસતું નથી. પાછું હઠતું નથી. અત એવ અચૂક અનિવૃત્તિકરણરૂપ-ફલ પ્રાપ્તિ હોઈ અર્થાત માર્ગરૂપ લયોપશમમાં સાનુબંધતા (માર્ગની અખંડિતતા સળંગ અનુવૃત્તિ-અનુસૂતતા) છે. એટલે અનિવૃત્તિકરણરૂપ ફલની પ્રાપ્તિ છે. અત એવ સાનુબંધાયોપશમથી ભિન્ન બીજા નિરનુબંધ-અનનુવૃત્ત-અનનુસૂત-ખંડિતક્ષયોપશમો કરતાં સાનુબંધ (સદાઅનુવૃત્ત-અખંડધારાવાહી) ક્ષયોપશમમાં ભેદ-વિશેષતા-અધિકતા-તરતમતા-તફાવત છે.
-પરતંત્ર શાસન-દર્શન સિદ્ધ ઉપરોક્તવસ્તુ
–પતંજલિ વિગેરે યોગાચાર્યો, સાનુબંધક્ષયોપશમવાળાની ગ્રંથિભેદ-આદિરૂપ વસ્તુને નામાંતરથી બીજા શબ્દોવતી સ્વીકારે છે. આ વિગતની શાસ્ત્રકારે કરેલ સુંદર સંકલનાબદ્ધ સમજાવટ
सिद्धं चैतत्प्रवृत्त्यादिशब्दवाच्यतया योगाचार्याणां, प्रवृत्तिपराक्रमजयानन्दऋतम्भरभेदः कर्मयोग इत्यादिविचित्रवचनश्रवणादिति,
ભાવાર્થ બીજાઓના શારાથી પણ આ ઉપરોક્ત, વસ્તુ સાધતા શાસ્ત્રકાર કહે છે કે “પતંજલિ વિગેરે યોગાચાર્યો, સાનુબંધાયોપશમવાળાની આ ગ્રંથિભેદાદિરૂપ વસ્તુને નામાંતરથી માને છે. એ સિદ્ધ-પ્રતીત છે. હવે કેવી રીતે પ્રતીત છે તે વિષયની ઘટના કરે છે કે;
યોગાચાર્યો (૧) પ્રવૃત્તિ
ચરમયથાપ્રવૃત્તિકરણશુદ્ધિરૂપ પ્રકૃત માર્ગ (૨) પસક્રમવડે
વીર્ય વિશેષની વૃદ્ધિરૂપ અપૂર્વકરણવડે
પ્રાપ્ત
પ્રાપ્ત
૧ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણથી અધિકસ્થિતિનો બંધ.
૨ ચરમ (છેલ્લું) યથાપ્રવૃત્તિકરણ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે અલ્પ મલ હોવાથી ગ્રંથિ તોડવાની નજીક આવવાથી તમામ યોગના બીજો પ્રાપ્ત થાય છે. જે યથાપ્રવૃત્તિકરણ પછી અનંતર સમયે તરત જ અપૂર્વકરણ પ્રાપ્ત થાય તેને ચરમ યથાપ્રવૃત્તિકરણ કહે છે. યથાપ્રવૃત્તકરણ જે અધ્યવસાયો વડે આયુષ્ય કર્મ સિવાય ૭ કર્મોની સ્થિતિને કંઈક ન્યૂન ૧ કોડાકોડી સાગરોપમ-અંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણે કરતો ગ્રંથિના સ્થાન સુધી આવે તે અધ્યવસાયનું નામ.
૩ પૂર્વે કદી પણ નહીં પ્રાપ્ત થયેલ એવા અધ્યવસાયો વડે અતિનિબિડ રાગદ્વેષના પરિણામરૂપ તે પૂર્વોક્ત ગ્રંથિને ભેદવાનો પ્રારંભ કરે તે” અપૂર્વકરણ કહેવાય.
કરાતી અનુવાદક - આ હેરરિ મ. સા.