SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા રિભદ્રસુરિ રચિત ૫૪ તંદુરસ્તી) થતો નથી. પણ વ્યાધિપ્રતીકારરૂપ ચિકિત્સા ક્રિયામાં ઉપયોગી ઉપકારકારકજ તેનું જ્ઞાન છે. આરોગ્ય થવામાં તો ઔષધોપચાર સંબંધી ક્રિયા જ જોઈએ. એકલા ઔષધના જ્ઞાનથી તબીયત તંદુરસ્ત થતી નથી. શંકા-જો આમજ છે તો કેવળ ક્રિયા જ ઉપાદેય માનીએ અને જ્ઞાન અનુપાદેય છે એમ માનીએ તો શો વાંધો ? સમાધાન-આ ચૈત્યવંદનાદિ સઘળી ક્રિયા, જેવી તેવી રીતે કે જેમ તેમ કરેલી ઈષ્ટને (શુભ ભાવને) સાધી આપતી નથી. પરંતુ વચન સાપેક્ષ જ્ઞાનપૂર્વક જ કરેલી ક્રિયા, ઈષ્ટને સાધી આપે છે. જ્ઞાન વગર, મરજી મૂજબ કરેલી ક્રિયા, અનર્થની પરંપરાની ઊંડી ખીણમાં પણ ધકેલી દે છે. એટલે વચન નિરપેક્ષ, જ્ઞાનશૂન્ય, ભાવશૂન્ય ક્રિયા સાચી ક્રિયા (સાચો વ્યવહાર) ગણાતી કે મનાતી નથી. પણ જૂઠ્ઠી ક્રિયા કહેવાય છે. મજકૂર વિવેચન ઉપરથી ચાર બીના તરી આવે છે. (૧) અસલી સાચો વૈદ્ય-અનુભવી વૈદ્ય, રોગોને અંગે જે નિદાન કરી દવા બતાવે છે તે, જે રોગીઓ કરે છે, વિધિ પૂર્વક તેમના કહેવા પ્રમાણે ક્રિયા કરે છે, દવા લે છે તેઓ જરૂર નિરોગી થાય છે. (૨) ૧ઊંટવૈદ્ય પાસે દવા લેનારને રોગની પીડા શમતી નથી. પરંતુ તે હંમેશાં વધારેને વધારે રોગમાં સબડતો જાય છે. યાવસ્ મરણને શરણ થાય છે. એટલે ઊંટવૈદ્યથી દવા લેઈ વાપરનારાનો પણ રોગ નાબૂદ થતો નથી. (૩) કેટલાક આયુર્વેદના પુસ્તકો વાંચી દવાઓનું-ઔષધોનું જ્ઞાન કરે છે. પછી તેઓ પંડિતમાનીધમંડી, સુવૈદ્યની સલાહની પરવા-તમા કર્યા સિવાય સ્વચ્છંદ રીતે ઉશૃંખલતાપૂર્વક મરજી મુજબ જાતે રોગ અવસ્થામાં દવા લે છે. પરંતુ તેઓનો રોગ મટતો નથી. પરંતુ ઉલ્ટો વધે છે. એટલે બકરી કાઢતાં ઊંટ પેસી જાય છે. અર્થાત્ તેઓ વધારેને વધારે દુ:ખી થાય છે. (૪) સાચા વૈદ્યે નિદાન કરી બતલાવેલ દવાઓનું-ઔષધોનું જ્ઞાન હોવા છતાં દવા-ઔષધનો ઉપયોગપ્રયોગ, કૃપણતા આદિને લઈને જેઓ કરતા નથી તેઓને એક કંજુસ શેઠની માફક આરોગ્ય સાંપડતું ૧ લેભાગુ વૈદ ૧ એક હતા શેઠ. જાતિ સ્વભાવે મખ્ખીચૂસ, વખત આવ્યે એક એક પાઈ માટે મક્કે જાય એવા એ શેઠ ઉપર માંદગી મહાદેવીની મ્હેર થઈ, તે જેમ તેમ ખસે એમ ન હતી. આ તરફ શેઠ સાહેબ પણ સહેલાઈથી પૈસા ખર્ચી નાખે એમ ન હતું. પરીણામે બંને હઠે ચડ્યા. અને શેઠ સાહેબનો ઘાણ વળી ગયો. ફુલેલા ગાલમાં ખાડા પડી ગયા. આંખો ઉંડી ગઈ, વધેલું પેટ પાતાલમાં પેસી ગયું. અને શરીરમાં માંસને સ્થાને હાડકાં ડોકીયાં કરવા લાગ્યા. એક દિવસે શેઠના એક વૈદ્ય મિત્ર શેઠને ત્યાં મહેમાન થયા. પોતાના મિત્રની સ્થિતિ જોઈને દુઃખ થયું અને દયા આવી. બીજા દિવસે ગુજરાતી અનુવાદક તવકરસૂરિ મ.સા. આ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy