SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ લિત-વિતરા કાજી ઉભારો ૫૩ ધૈર્યની પિછાન કરાવે છે કે, સ્વૈર્ય એટલે-પોતાને જ્ઞાનરૂપ ઋદ્ધિ-સંપત્તિ-ઘન મળી જાય તેનું લગારે પણ અભિમાન ન કરવું, જ્ઞાનથી જે અજાણ્યા રહ્યા હોય (અભણ હોય) તેની હાંસી જરાપણ નહીં કરવી, (પોતે જાણેલ પદાર્થના અણજાણો સાથે વિવાદનો (ઉહાપોહ, વિચારની તકરાર) સર્વથા ત્યાગ કરવો, સમ્યગુ ચૈત્યવંદનાદિના અણજાણોને, ચૈત્યવંદનાદિ પ્રવૃત્તિના (કરવાના) પરીણામનો અભાવ ન થાય તેમ વર્તવું (સમજણ વગરના માણસોની બુદ્ધિનું પૃથ્થક્કરણ કરવાનો પ્રયાસ માંડી વાળવો અથવા અભણ અને ભણેલા વચ્ચેનો તફાવત કદી પાડવો નહીં.) પ્રજ્ઞાપના યોગ્ય (શિક્ષણીય-શિષ્ય)-પાત્ર શિષ્યને શાસ્ત્રના અભ્યાસનો નિયોગ (વિધિ) કે અભ્યાસમાં પ્રેરણા-આજ્ઞા કરવી અથવા અભ્યાસ સારૂ યોજના કરવી તે. કારણ કે, સદ્ગુરૂ, પાત્ર શિષ્યોનો જ સમ્યફક્રિયામાં નિયોગ કરે છે. આ પ્રમાણે કરવાથી ગુણ જાણનારાઓ જેનું બહુમાન (મનની પ્રીતિ-પ્રેમ) કરે છે. એવી સંયમની પાત્રતા યોગ્યતા-લાયકાત, તમને પ્રાપ્ત થશે. તથા મૂર્તિમંત (સાક્ષાત) શાંતિ-શાંતરસરૂપી લક્ષ્મી તમને આપોઆપ મળી આવશે. અને ભાવસંપદાઓનું તમે, સુંદર આશ્રય-નિવાસસ્થાન થઈ પડશો. હવે વ્યાખ્યાનના છઠ્ઠા અંગભૂત ‘ઉક્તક્રિયા'ના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. (६) तथोक्तस्य-विज्ञातस्य तत्तत्कालयोगिनः, तदासेवनसमये तथोपयोगपूर्वं शक्तितस्तथाक्रिया, नौषधज्ञानमात्रादारोग्यं क्रियोपयोग्येव तत्, नचेयं यादृच्छिकी शस्ता प्रत्यपायसम्भवादिति ભાવાર્થ-તે તે નાના પ્રકારના અવસરલક્ષણ કાલની સાથે સંબંધ સહિત, વચનના અનુસારે જ જેના વિષયના વિભાગનો નિશ્ચય નિર્ણય કરેલ એવાં શાસ્ત્રના વચનથી-(ઇચ્છેલા ઈચ્છા વિષયભૂત) ચૈત્યવંદનાદિની ક્રિયા-ચૈત્યવંદન કરવાના કાલમાં આરાધાતી, ચૈત્યવંદનાદિ વિષયક ઉપયોગ (જ્ઞાન) પૂર્વક, પોતાની શક્તિની અપેક્ષા રાખીને તથા વચનાનુકૂલ ચૈત્યવંદનાદિ પ્રકાર ભેદાવાળો ક્રિયા-વ્યાપાર તે “ઉક્ત ક્રિયા' કહેવાય છે. પ્રશ્ન-વ્યાખ્યાનજન્ય ફલરૂપ, શાસ્ત્ર વચનથી ઈચ્છલ ચૈત્યવંદનાદિના જ્ઞાનથીજ ઈષ્ટફલની (શુભભાવની) સિદ્ધિનો સંભવ છે. તો વ્યાખ્યાનના અંગરૂપ, વચનથી ઈષ્ટ (ઈચ્છેલ) ચૈત્યવંદનાદિ વિષયક તથાક્રિયાવ્યાપારનું શું કામ છે ? ઉત્તર-ઔષધ સંબંધી ક્રિયા વગર, કેવળ (ફક્ત) ઔષધ (દવા)ના જ્ઞાનથી રોગનો અભાવ (આરોગ્ય ૧. અભણ અને ભણેલાનો તફાવત, અભણ સંમુખ પાડવાથી તેને અપમાન લાગે છે. અને તે ધર્મથી વિમુખ થાય છે. આટલા સારૂ તેનો ભેદ મનમાં સમજવો પણ પ્રગટ રીતે અપમાન લાગે તો તેમનો ભેદ તેમની સમક્ષ પાડવો નહીં. - ૧ આજ કાલના કેટલાએક ઉશ્રુંખલ શુષ્કજ્ઞાનીઓ, કે જેઓ આચરણો અને ક્રિયાઓથી અધમમાં અધમ શ્રેણીએ પહોંચેલા હોય છે અને નિશ્ચયની ગંધ પણ નહિ જાણવા છતાં જ્ઞાન કે નિશ્ચયનું ખોટું ઓઠું લઈ ઈષ્ટ-ક્રિયાથી બહીકણ બની પચ્ચકખાણ પોસહ પ્રતિક્રમણ આદિ ક્રિયાનો ત્યાગ કરી ફક્ત શબ્દ માત્રથી “જ્ઞાન જ્ઞાન” “નિશ્ચય નિશ્ચય' ઠોકી બેસાડે છે, તેઓ ન તો વ્યવહાર પાળે છે તેમ વ્યવહારને નહિ પાળવાથી નિશ્ચય પામી શકતા નથી. આ પ્રમાણે ઉભયભ્રષ્ટ “અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ' જેવો થઈ બીચારા સંસાર અટવીમાં ભટક્યા કરે છે. રાતી અનુવાદક - આ વ્યાકરસૂરિ મ.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy