SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ . લિત-વિસારા આ વલસાડ રશ્ચિત ૬ ૫૫ નથી. વળી અહીં ઉપયોગી ઉપનય એવો છે કે; પરમાત્મા સર્વજ્ઞ એ સાચા વૈદ્ય છે. શુદ્ધ સિદ્ધાંતના આગમ એ એમનું આયુર્વેદસંહિતા-શાસ્ત્ર છે. પ્રાણીઓના કર્મરૂપ ભયંકર રોગને વીતરાગ મટાડનાર છે. - મિથ્યાત્વમોહની પરવશતાથી સર્વજ્ઞવચન સાંભળી તેમાંથી કાંઈક ભાગ પકડી લઈને પોતાનાં શાસ્ત્ર બનાવે છે. આવા મંદબુદ્ધિવાળા મિથ્યાત્વીઓ ઊંટવૈદ્ય સમાન છે. જે કર્મરોગીઓની ચિકિત્સા સર્વજ્ઞની મહાવૈદ્ય શાળારૂપ જૈન શાસનમાં થતી હતી, થાય છે, અને થશે તેઓ તો ખરેખરા ભાગ્યશાળી હતા, છે, અને હશે કારણ કે વીતરાગવચન-વીતરાગ નિર્દિષ્ટ આજ્ઞાઓનેફરમાનોને અમલમાં-ક્રિયામાં મૂકી તેઓ ચોક્કસ કર્મરોગ વગરના ભૂતકાળમાં થાય અને વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે અને જેઓને આજ્ઞાઓનું જ્ઞાન છે, પરંતુ આજ્ઞાપાલન-અભ્યાસ કે આરાધના નથી તેઓ કેવી રીતે કર્મરોગથી મુક્ત થશે ? મતલબ કે ગર્જના-ધ્વનિ-પડકાર એવો અંદરથી ગુંજે છે કે; કોરૂં-લખ્યું, શુષ્ક જ્ઞાન માત્ર મુક્તિમાં નહીં લઈ જાય પરંતુ ક્રિયા સહિત જ્ઞાન કે જ્ઞાનસહચરિત ક્રિયા એ જ મુક્તિમંદિરે લઈ જશે. માટે ભો ભો જ્ઞાનીઓ ! પ્રમાદને ફંગોટી ક્રિયા-સમ્યક્રક્રિયાનો ખપ કરો ! તેમાં મન મૂકી ઉદ્યમ પ્રયત્ન કરો ! હવે વ્યાખ્યાનના સાતમા અંગરૂપ “અલ્પભવતા' નું નિર્વચન કરે છે. (७) तथा अल्पभवता-व्याख्याऽङ्गं प्रदीर्धतरसंसारिणस्तत्त्वज्ञानाऽयोगात्, तत्राल्पः-पुद्गलावर्तादारतो भवः-संसारो यस्य तद्यावः अल्पभवता, नहि दीर्धदौर्गत्यभाक्, चिन्तामणिरत्नाऽवाप्तिहेतुः, एवभेव नानेकपुद्गलपरावर्त्तभाजो व्याख्याऽङ्गमिति समयसारविदः, ભાવાર્થ-જેમ જિજ્ઞાસા વિગેરે છ વ્યાખ્યાનના અંગો છે. તેમ “અલ્પભવતા” થોડો સંસાર-પરિમિત સવારમાં એમણે ફી લીધા વગર શેઠની નાડી તપાસી. અને એક દિવસની દવાની ચીઠ્ઠી લખી આપી, શેઠે એ ચીઠ્ઠી ખોવાઈ ન જાય એટલા માટે ચોપડામાં ઉતારી લીધી. વૈદ્યરાજે દવાના ખૂબ જ વખાણ કર્યા અને કહ્યું કે માત્ર એક મહીનાના સેવનથી તમારું શરીર કંચન-કુંદન જેવું થઈ જશે. દવામાં કોઈ પણ કડવો પદાર્થ ન હતો. માત્ર બદામ, પિસ્તા, સાકર, એલચી, કેસર વિગેરે નામ સાંભળતાં પણ મોઢામાં પાણી છૂટે એવી ચીજો હતી. અને એ બધીને સવારમાં વાટીને ગાયના ઘીમાં મેળવીને ખાવાની હતી. વૈદ્યરાજ પોતાને ગામ ગયા. બીજા દિવસનું સવાર થયું. શેઠે દાતણપાણી કર્યું. અને પેલી દવા યાદ આવી પણ એ માટે પૈસા ખરચવા શેઠને હજી પણ પાલવતા ન હતા. એટલે શેઠે પોતાના ચમનીયાને બોલાવ્યો અને ચોપડો ઉઘાડીને વૈદરાજે લખાવેલ બધી ચીજો માપ સાથે ક્રમવાર વાંચી ગયા અને પછી બોલ્યા, “આ હાહા ! કેવી મજાની દવા ! ચમનીયા ! એ બધી દવાઓને વાટીને ઘીમાં ખાવાથી રોગ મટી જાય ! બસ જાણે કામ પતી ગયું હોય તેમ ચોપડો બંધ કરીને મૂકી દીધો અને શેઠ પાછા પોતાના નિત્યનિયમમાં લાગી ગયા. પછી તો આ પ્રમાણે ચમનીયાને બોલાવી ચોપડી વાંચવો એ પણ એક પ્રકારનો નિયમ થઈ ગયો. આમ કરતાં કરતાં એક માસ વીતી ગયો. અને શેઠ સાહેબ તો હતા તે કરતા વધારે માંદા થયા. એમના વૈદ્યમિત્રે આવીને તપાસ કરી તો શેઠે બધી વાત માંડી-કહી, અને વધુમાં કહ્યું કે રોજ હું એ સરસ દવાનો પાઠ કરી જાઉં છું. છતાં હું સાજો નથી થતો. વૈદ્યરાજે કહ્યું કે જાણવા છતાં જે ક્રિયામાં અમલમાં મૂકતા નથી તે સફલ કે સાજા થતા નથી. આ ગુજરાતી અનુવાદ , ભાકરસૂરિ મસા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy