SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદયાણં ૧૩ હણાયેલી શક્તિવાળું હોવાથી જીવ ક્ષયોપશમવાળા જ્ઞાનથી પણ ઇન્દ્રિયોના આલંબન વગર બોધ ક૨વા સમર્થ નથી, પરંતુ દ્રવ્ય ઇન્દ્રિયરૂપ પુદ્ગલની સહાયતાના બળથી તે જીવ બોધ કરવા સમર્થ બને છે અને તે તે ઇન્દ્રિયનો બોધ કરવાનો મતિજ્ઞાનનો ક્ષયોપશમભાવ વર્તે છે તે લબ્ધિ ઇન્દ્રિય છે, અને જ્યારે જીવ ઇન્દ્રિયનું અવલંબન લઈને બોધનો વ્યાપાર કરે છે તે ઉપયોગ ઇન્દ્રિય છે. આ લબ્ધિ ઇન્દ્રિય અને ઉપયોગ ઇન્દ્રિય જીવના જ્ઞાનના પરિણામ સ્વરૂપ હોવાથી ભાવેન્દ્રિય છે. લલિતવિસ્તરા ઃ तदत्र चक्षुः विशिष्टमेवात्मधर्म्मरूपं तत्त्वावबोधनिबन्धन श्रद्धास्वभावं गृह्यते; श्रद्धाविहीनस्याचक्षुष्मत इव रूपमिव तत्त्वदर्शनायोगाद्, न चेयं मार्गानुसारिणी सुखमवाप्यते, सत्यां चास्यां भवत्येतन्नियोगतः कल्याणचक्षुषीव सद्रूपदर्शनम्, न ह्यत्र प्रतिबन्धो नियमेन ऋते कालादिति निपुणसमयविदः, अयं चाप्रतिबन्ध एव, तथातद्भवनोपयोगित्वात् तमन्तरेण तत्सिद्ध्यसिद्धेः, विशिष्टोपादानहेतोरेव तथापरिणतिस्वभावत्वात् । तदेषाऽवन्ध्यबीजभूता धर्म्मकल्पद्रुमस्येति परिभावनीयम्, इयं चेह चक्षुरिन्द्रियं चोक्तवद् भगवद्भ्य इति चक्षुर्ददतीति चक्षुर्दाः । । १६ ।। લલિતવિસ્તરાર્થ : તે કારણથી=પૂર્વમાં સામાન્યથી ચક્ષુ ઇન્દ્રિય દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની છે તેમ બતાવ્યું તે કારણથી, અહીં=ચવવુવાળું સૂત્રમાં, વિશિષ્ટ જ આત્મધર્મરૂપ તત્ત્વના અવબોધનું કારણ એવી શ્રદ્ધા સ્વભાવવાળી ચક્ષુ ગ્રહણ કરાય છે; કેમ કે અચક્ષુવાળા પુરુષને રૂપ દેખાતું નથી, તેની જેમ શ્રદ્ધાવિહીનને=‘ભગવાન જ સર્વ કલ્યાણનું કારણ છે' એવી શ્રદ્ધા રહિત જીવને, તત્ત્વદર્શનનો અયોગ છે, અને માર્ગાનુસારિણી આ=વિશિષ્ટ આત્મધર્મરૂપ ચક્ષુ, સુખે પ્રાપ્ત થતી નથી અને આ હોતે છતે=ભગવાનના વચનમાં રુચિરૂપ શ્રદ્ધા હોતે છતે, આ=તત્ત્વદર્શન, નક્કી થાય છે, જેમ નિર્મળ ચક્ષુ હોતે છતે વિધમાનરૂપનું દર્શન થાય છે, અહીં=માર્ગાનુસારી બોધમાં, કાળને છોડીને નક્કી પ્રતિબંધ નથી, એ પ્રમાણે નિપુણ એવા સમયના જાણનારાઓ કહે છે અને આ=કાળનો પ્રતિબંધ, અપ્રતિબંધ જ છે; કેમ કે તે પ્રકારે તેના ભવનમાં ઉપયોગીપણું છે=યથાર્થ બોધરૂપે પરિણામ પમાડવામાં કાળનું ઉપયોગીપણું છે. કેમ કાળનું યથાર્થ બોધ ક૨વામાં ઉપયોગીપણું છે ? એથી કહે છે તેના વગર=કાળક્ષેપ વગર, તેની સિદ્ધિની અસિદ્ધિ છે=યથાર્થ દર્શનની પ્રાપ્તિની અસિદ્ધિ છે. કેમ કાળવિલંબન વગર યથાર્થ દર્શનની સિદ્ધિની અસિદ્ધિ છે ? તેમાં હેતુ કહે છે - વિશિષ્ટ ઉપાદાન હેતુનું જ=વિચિત્ર સહાકારી કારણથી આહિત સ્વભાવ અતિશયવાળા ઉપાદાન હેતુનું જ, તથાપરિણતિ સ્વભાવપણું છે.
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy