SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ લલિતવરા ભાગર; નિવૃત્તિઉપકરણ ઈત્યાદિ સૂત્રદ્વયનો અભિપ્રાય=લલિતવિસ્તરામાં રતિ વરના દ્વારા જે બે સૂત્રો કહાં તેનો અભિપ્રાય, આ છે – અહીં=ઈન્દ્રિય શબ્દમાં, ઈદનને કારણે એશ્વર્યને કારણે, ઇ જીવ છે; કેમ કે સર્વ વિષયની ઉપલબ્ધિ અને ભોગરૂપ પરમ એશ્વર્યનો યોગ છે, તેનું લિંગ શ્રોત્રાદિ ઇન્દ્રિય છે, તે=ઈન્દ્રિય, નામાદિના ભેદથી ચતુર્વિધ છે, ત્યાં=ઈન્દ્રિયોના નામાદિ ચાર ભેદમાં, નામ અને સ્થાપના બે ભેદો સુજ્ઞાન છે=સુગમ છે, નિવૃત્તિ અને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે, લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય છે, ત્યાં દ્રવ્યન્દ્રિયમાં, નિવૃત્તિ આકાર છે=ઈન્દ્રિયોનો આકાર છે અને તે=ઈદ્રિયોનો આકાર, બાહા અને અત્યંતર છે, ત્યાં બાહ્ય અને અત્યંતરમાં, બાહ્ય અનેક પ્રકારો છે=ઈન્દ્રિયોના અનેક પ્રકારો છે, વળી, શ્રોત્રાદિ ઈન્દ્રિયોના અત્યંત આકારો ક્રમથી કદંબ પુષ્પ, મસૂરધાન્ય, અતિમુક્તક પુષ્પચંદ્રિકા, ક્ષરમ, અનેક આકારનાં સંસ્થાનો છે, ઉપકરણેન્દ્રિય વિષયગ્રહણમાં સમર્થ છે, જેમ ખડગની ધારા છેવતા છેદનમાં સમર્થ છે, જે ઉપહત થયે છd=ઉપકરણેન્દ્રિય ઉપહત થયે છતે, નિવૃત્તિના સદ્ભાવમાં પણ=અત્યંતરનિવૃતિ ઈન્દ્રિયના સદ્દભાવમાં પણ, જીવ વિષયને ગ્રહણ કરતો નથી, લબ્ધિ ઈન્દ્રિય જે તેના આવરણનો ક્ષયોપશમ છે. ઉપયોગ ઈન્દ્રિય જે સ્વવિષયમાં તે તે ઇન્દ્રિયના વિષયમાં, જ્ઞાનનો વ્યાપાર છે. ભાવાર્થ : ભગવાન સંસારના ઉચ્છેદના કારણભૂત અંતરંગ ચક્ષુને આપનારા છે અને તે અંતરંગ ચક્ષુ બહિરંગ ચક્ષુ સાથે કઈ રીતે સંબદ્ધ છે તે બતાવવા માટે પ્રથમ સંસારી જીવોને જે ચક્ષુ ઇન્દ્રિયની પ્રાપ્તિ છે તેનું સ્વરૂપ શાસ્ત્રવચનની મર્યાદા અનુસાર શું છે તે બતાવે છે – ચક્ષુ ઇન્દ્રિય દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે અને દ્રવ્યથી જે ચક્ષુ ઇન્દ્રિય છે તે બાહ્યનિવૃત્તિ ઇન્દ્રિય અને અત્યંતરનિવૃત્તિ ઇન્દ્રિય છે અને જીવ ચક્ષુથી જે બોધની પ્રાપ્તિ કરે છે તેમાં ચક્ષુ ઇન્દ્રિય સાધકતમ કરણ છે. કઈ ઇન્દ્રિય સાધકતમ કરણ છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે – જે દ્રવ્યેન્દ્રિય છે તે બાહ્યનિવૃત્તિ ઇન્દ્રિયરૂપ અને અત્યંતરનિવૃત્તિ ઇન્દ્રિયરૂપ છે, તેમાં જે અત્યંતરનિવૃત્તિ ઇન્દ્રિય છે તેમાં ઉપકરણ ઇન્દ્રિય છે અર્થાતુ બોધ કરવાને અનુકૂળ સામર્થ્યવાળા પુગલો છે તેમાં જે સામર્થ્ય છે તે ઉપકરણ ઇન્દ્રિય છે અને તે ઉપકરણ ઇન્દ્રિયરૂપ સામર્થ્યથી યુક્ત અત્યંતરનિવૃત્તિ ઇન્દ્રિય છે તે જીવને બોધ કરવા પ્રત્યે સાધકતમ સાધન છે, માટે તેને સાધકતમ કરણ કહેવાય છે. વળી, ભાવેન્દ્રિય જીવના પરિણામ સ્વરૂપ છે, જે લબ્ધિ અને ઉપયોગ સ્વરૂપ છે, તેમાં તે તે ઇન્દ્રિયો દ્વારા બોધ કરવાનો જે મતિજ્ઞાનનો ક્ષયોપશમ જીવમાં વર્તે છે તે લબ્ધિરૂપ ભાવેન્દ્રિય છે અને તે તે કાળમાં જીવ જે જે ઇન્દ્રિયથી જે જે બોધ કરે છે તે જ્ઞાનનો વ્યાપાર ઉપયોગ ઇન્દ્રિયરૂપ છે. તેથી એ ફલિત થાય કે અત્યંતરનિવૃત્તિ ઇન્દ્રિય શક્તિથી યુક્ત છે, તે જીવને બોધ કરવા માટે સાધકતમ અવલંબન છે, જેમ ચાલવા માટે અસમર્થ પુરુષ લાકડીથી ચાલે છે તેમ ઘણું જ્ઞાન આવૃત્ત થયેલું હોવાથી અને અલ્પ જ્ઞાન જે આવૃત્ત નથી છતાં ઇન્દ્રિયના આલંબન વગર કાર્ય કરવા અસમર્થ હોવાના કારણે
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy