SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ લલિતવિસ્તરા ભાગ-૨ - આ ક્રમથી જ વિચારકને ભગવાનના ગુણો વિષયક જિજ્ઞાસાની પ્રવૃત્તિ છે, એથી આ પ્રકારે સૂત્રમાં સંપદાનો ઉપન્યાસ કરાયો છે અને આટલી સંપદાઓમાં બતાવેલા ગુણોથી સમન્વિત એવા ભગવાન મોક્ષનું કારણ બને છે અર્થાત્ સ્વયં આવા ગુણોથી યુક્ત હોવાને કારણે મોક્ષને પ્રાપ્ત કરે છે અને યોગ્ય જીવોને મોક્ષની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ બને છે અને જે જીવો વિશેષ પ્રકારના પ્રણિધાનની નીતિથી ચૈત્યવંદન કરે છે તેઓને તે તે બીજના આક્ષેપના સૌવિહિત્યથી સમ્યગું અનુષ્ઠાન થાય છે અને તે સમ્યગુ અનુષ્ઠાન ૯ સંપદામાં બતાવેલા ગુણોના બહુમાનયુક્ત પ્રવૃત્તિરૂપ છે, તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ નમુત્થણે સૂત્રની સંપદાના ક્રમના પરમાર્થને જાણીને અને તે તે સંપદાથી વાચ્ય ભગવાનના ગુણોના પરમાર્થને જાણીને તે ગુણો પ્રત્યે બહુમાનભાવવાળા છે અને સ્તવનના કાળમાં તે તે ગુણોમાં ચિત્તનો વિન્યાસ હોવાથી તે તે ગુણો પ્રત્યે પ્રવર્ધમાન બહુમાનભાવવાળા થાય છે અને તે તે ગુણો પ્રત્યે રાગનો પરિણામ અતિશય-અતિશયતર થાય છે, તેથી તેવા ગુણો પોતાનામાં પ્રગટે તેવી પુણ્યપ્રકૃતિ બંધાય છે અને તે ગુણોની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મોની નિર્જરા થાય છે; કેમ કે પોતાનામાં તે તે ગુણો શક્તિરૂપે વિદ્યમાન છે તેનાં આવારક કર્મો હોવાથી તે ગુણો પોતાનામાં અભિવ્યક્ત થયા નથી, તોપણ તે ગુણોના બહુમાનને કારણે તે તે ગુણનાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે અને તે ગુણો પ્રત્યેના રાગથી તે ગુણોની પ્રાપ્તિમાં સહાયક થાય તેવા શુભકર્મનો બંધ થાય છે, તેથી તે ચૈત્યવંદનની ક્રિયા સમ્યગુ અનુષ્ઠાન બને છે; કેમ કે સ્તુત્ય એવા ભગવાનના ગુણોની પ્રાપ્તિ પ્રત્યે ચૈત્યવંદન અનુષ્ઠાન અવંધ્યકારણ બને છે અને સ્તુત્યની સ્તુતિ કરવાનું પ્રયોજન સ્તુત્ય તુલ્ય અવસ્થાની પ્રાપ્તિ છે તે પ્રાપ્તિનું પ્રબળ કારણ સમ્યગુ રીતે કરાયેલું અનુષ્ઠાન છે અને તેવું અનુષ્ઠાન આ ક્રમથી ઉપયોગપૂર્વક કરનારા મહાત્માઓને પ્રાપ્ત થાય છે. માટે પૂર્વમાં વર્ણન કર્યું એટલી સંપદાથી સમન્વિત ભગવાન વિવેકપૂર્વક કરાયેલા ચૈત્યવંદનના બળથી યોગ્ય જીવોની મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે. લલિતવિસ્તરા - एकानेकस्वभाववस्तुप्रतिबद्धश्चायं प्रपञ्च इति सम्यगालोचनीयम्, अन्यथा कल्पनामात्रमेता इति પનામાવઃ | एकानेकस्वभावत्वं तु वस्तुनो वस्त्वन्तरसम्बन्धाविर्भूतानेकसंबन्धिरूपत्वेन पितृपुत्रभ्रातृभागिनेयादिविशिष्टैकपुरुषवत्, पूर्वापरान्तरितानन्तरितदूरासन्ननवपुराणसमर्थासमर्थदेवदत्तकृतचैत्रस्वामिकलब्धक्रीतहतादिरूपघटवद्वा, सकललोकसिद्धश्चेह पित्रादिव्यवहारः, भिन्नश्च मिथः, तथा प्रतीतेः, तत्तत्त्वनिबन्धनश्च अत एव हेतोः । લલિતવિસ્તરાર્થ : અને એક-અનેક સ્વભાવવાળી વસ્તુ સાથે પ્રતિબદ્ધ આ પ્રપંચ છેકપૂર્વમાં કહેલો ૯ સંપદાનો વિસ્તાર છે, એ પ્રમાણે સમ્યમ્ આલોચન કરવું જોઈએ, અન્યથા=ભગવાન કથંચિત્ એક અને કથંચિત્ અનેક સ્વભાવવાળા ન હોય તો, આ=ચિત્રસંપદાઓ, કાનામાત્ર છે, એથી ફલનો
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy