________________
૧
હેતુ, સંપદાની વ્યાખ્યા
(૫) આ રીતે ચાર સંપદા બતાવ્યા પછી બુદ્ધિમાન પુરુષો જીવોને ભગવાનનો જે ઉપયોગ છે તેનો હેતુ શું છે તેની અન્વેષણા કરે છે; કેમ કે બુદ્ધિમાન પુરુષો વિશુદ્ધિપૂર્વક નિપુણ આરંભ કરનારા હોય છે, તેથી તેઓને જિજ્ઞાસા થાય કે ભગવાન આપણને ઉપયોગી છે, તોપણ ભગવાન પાસેથી આપણને શું પ્રાપ્ત થાય છે જેના કારણે ભગવાન આપણને ઉપયોગી છે, તેથી ભગવાન યોગ્ય જીવોને અભય, ચક્ષુ આદિ આપે છે તે બતાવવા માટે ઉપયોગસંપદાની જ હેતુસંપદા બતાવાયેલ છે, તેથી વિશુદ્ધિપૂર્વક નિપુણ આરંભ કરનારા બુદ્ધિમાન પુરુષોને બોધ થાય છે કે ભગવાનના બળથી જ આપણને અભય, ચક્ષુ આદિની પ્રાપ્તિ થશે, માટે આપણે ભગવાનની તે પ્રકારે સ્તુતિ કરવી જોઈએ, જેથી આપણને સ્તુતિના બળથી અભય-ચક્ષુ આદિ ગુણોની પ્રાપ્તિ થાય. | (૯) વળી, કઈ રીતે આપણને ભગવાનનો ઉપયોગ છે તેના હેતુનો બોધ થયા પછી પણ વિચારકને સ્તોતવ્યસંપદાની જ વિશેષ ઉપયોગસંપદા પ્રત્યે જિજ્ઞાસા થાય છે, એથી ત્યારપછી ભગવાન ધર્મને દેનારા છે, ધર્મના દેશક છે, ઇત્યાદિ બતાવેલ છે; કેમ કે બુદ્ધિમાનોને ભગવાનનો સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ શું છે તે જાણવાની ઇચ્છા થાય છે અર્થાત્ સામાન્ય વિશેષ ફલને જોનારા હોય છે, તેથી ભગવાનનો સામાન્યથી ઉપયોગ શું છે તેનો બોધ થયા પછી ભગવાનનો વિશેષથી ઉપયોગ શું છે તેની જિજ્ઞાસા થાય છે, તે વિશેષ ઉપયોગ જ ધમ્મદયાણ આદિ પદોથી બતાવાયેલ છે.
(૭) વળી, ભગવાનનો વિશેષથી ઉપયોગ શું છે તેનું જ્ઞાન થયા પછી વિચારકને સ્તોતવ્યસંપદાની જ સકારણ સ્વરૂપસંપદા પ્રત્યે જિજ્ઞાસા થાય છે; કેમ કે બુદ્ધિમાન પુરુષો વિશેષ નિશ્ચયપ્રિય હોય છે, તેથી ભગવાન અરિહંત ભગવંત કેમ થયા તેનો વિશેષ નિશ્ચય કરાવવા માટે ભગવાન અપ્રતિહત જ્ઞાનદર્શનવાળા છે, વ્યાવૃત્ત છદ્મસ્થ ભાવવાળા છે તેમ સાતમી સંપદામાં બતાવેલ છે.
() ભગવાન અપ્રતિહત જ્ઞાન-દર્શન ધરનારા છે અને પ્રસ્થ ભાવ રહિત છે તેવો બોધ થયા પછી પણ વિચારકને જિજ્ઞાસા થાય કે ભગવાન પોતાના તુલ્ય ફલ બીજાને પ્રગટ કરે છે કે નહિ; કેમ કે વિચારક પુરુષો અતિગંભીર ઉદાર આશયવાળા હોય છે, તેથી ભગવાન ઘણા ગુણોથી યુક્ત હોવા છતાં પોતાના તુલ્ય ફળ બીજામાં પ્રગટ કરે તેવા ઉત્તમ છે કે નહિ તે જાણવાની ઇચ્છા થાય છે, તેથી ભગવાન જિણાણું જાવયાણ એ સંપદા દ્વારા પોતાના તુલ્ય પરફલને કરનારા છે તે રૂપે સ્તુતિ કરાયા છે.
(૯) આ રીતે ભગવાન બીજાને પોતાના તુલ્ય કરે છે તેવો બોધ થયા પછી પણ વિચારકને જિજ્ઞાસા થાય કે પ્રધાન ગુણના અપરિક્ષયપૂર્વક પ્રધાન ફળની પ્રાપ્તિને કારણે ભગવાન અભય અવસ્થાને પામ્યા છે કે નહિ; કેમ કે બુદ્ધિમાન પુરુષ દીર્ઘદર્શી હોય છે, તેથી જીવને પૂર્ણ સુખની પ્રાપ્તિ જ ઇષ્ટ છે તેમ જાણે છે અને તેવી અવસ્થાને ભગવાન પામ્યા છે કે નહિ તેનો બોધ કરાવવા માટે ૯મી સંપદામાં સર્વજ્ઞ સર્વદર્શી આદિરૂપે ભગવાનની સ્તુતિ કરાઈ છે, જેથી ભગવાન આત્માના મુખ્ય ગુણના નાશ વગર શાશ્વત સુખને પામેલા છે તેવો બોધ થાય છે.
પૂર્વમાં ૯ સંપદાઓ આ પ્રકારના ક્રમથી કેમ નિબદ્ધ છે તે બતાવ્યું, હવે તે પ્રકારે સ્તુતિ કરવાથી શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –