SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ હેતુ, સંપદાની વ્યાખ્યા છે – એક ભગવાન તુલ્ય અપર તીર્થકરો છે, તેથી તત્ તુલ્ય એવા બધા તીર્થકરો પરમાર્થથી આવા સમાન પરિણામવાળા જ છે, તેથી બહુવચન દ્વારા તે સર્વનો સંગ્રહ કરાય છે અને બહુવચનના પ્રયોગ દ્વારા તેવા ગુણવાળા સર્વ તીર્થકરોનો સંગ્રહ કરીને સ્તુતિ કરવાની પ્રવૃત્તિ સૂક્ષ્મ ઉપયોગપૂર્વક થાય છે અને જેમાં તેવી અતિનિપુણ બુદ્ધિ છે તેઓ બહુવચનના પ્રયોગ દ્વારા સર્વ તીર્થકરોને સ્મૃતિમાં લાવીને તેમની ભક્તિ કરે છે, તેથી અતિનિપુણ બુદ્ધિગમ્ય આ સૂક્ષ્મ પદાર્થ છે, અને તે કથન પ્રાસંગિક હતું તે અહીં પૂર્ણ થાય છે, તેથી પ્રસ્તુત પદનો ઉપસંહાર કરતાં કહે છે – જિનને જિતભયવાળાને હું નમસ્કાર કરું છું અર્થાત્ મોક્ષમાં વર્તતા વીતરાગ અને કર્મોના ઉપદ્રવોના ભયથી રહિત એવા સર્વ સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું. ll૧all : લલિતવિસ્તરા : सर्वज्ञसर्वदर्शिनामेव शिवाचलादिस्थानसंप्राप्तेजितभयत्वाभिधानेन प्रधानगुणापरिक्षयप्रधानफलाप्त्यભવસમતુતિ લલિતવિસ્તરાર્થઃ સર્વજ્ઞ સર્વદર્શ એવા ભગવાનને જ શિવ-અચલ આદિ સ્થાનની સંપતિ હોવાથી જિતભયત્વરૂપે અભિધાન હોવાને કારણે પ્રધાનગુણના અપરિક્ષયપૂર્વક પ્રધાનફલની આતિરૂપ અભયસંપદા કહેવાઈ. II-II ભાવાર્થ ભગવાન જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયકર્મનો ક્ષય કરે છે ત્યારે સર્વજ્ઞ સર્વદર્શી થાય છે તે ગુણનો નાશ થતો નથી, પરંતુ તે ગુણના પરિક્ષય વગર જ ભગવાનને શિવ-અચલ આદિ સ્થાનની સંપ્રાપ્તિ થાય છે અને તે સંપ્રાપ્તિ સંસારવર્તી અન્ય સર્વ ફલોમાં પ્રધાનફલ છે; કેમ કે ધર્મના સેવનથી જીવ મોક્ષમાં ન જાય ત્યાં સુધી જીવને સુદેવત્વ-સુમાનુષત્વની પ્રાપ્તિ થાય છે તે આનુષંગિક ફળ છે. જીવના પુરુષકારનું પ્રધાનફલ તો શિવ-અચલ આદિ સર્વ ઉપદ્રવોથી રહિત સ્થાનની પ્રાપ્તિ જ છે અને તે પ્રાપ્ત થવાથી ભગવાન સંપૂર્ણ કર્મોના ઉપદ્રવના ભયથી મુક્ત થાય છે. તેથી ત્રણ પદો દ્વારા પ્રધાનગુણના અપરિક્ષયપૂર્વક પ્રધાનફલની પ્રાપ્તિવાળી અભયસંપદા ભગવાને પ્રાપ્ત કરી છે તે કહેવાઈ. III નમુત્થણે સૂત્રના ૩ર આલાવા છે એમ પૂર્વમાં કહેલ અને અન્યના મતે ૩૩ આલાવા છે તેમ કહેલ અને તે આલાવા કુલ ૯ સંપદામાં વિભક્ત છે, તેથી હવે તે ૯ સંપદાઓ આ ક્રમથી કેમ પ્રસ્તુત સૂત્રમાં સંબદ્ધ છે ? તે યુક્તિથી બતાવવા માટે કહે છે – લલિતવિસ્તરા - (१) इह चादौ प्रेक्षापूर्वकारिणां प्रवृत्त्यङ्गत्वात्, अन्यथा तेषां प्रवृत्त्यसिद्धेः प्रेक्षापूर्वकारित्वविरोधात्, स्तोतव्यसम्पदुपन्यासः। (२) तदुपलब्धावस्या एव प्रधानासाधारणासाधारणरूपां हेतुसम्पदं प्रति
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy