________________
૨૧૬
લલિતવિસ્તા ભાગ-૨ भवति विदुषां जिज्ञासा, तद्भाजनमेते इति तदुपन्यासः। (३) तदवगमेऽप्यस्या एवासाधारणरूपां हेतुसंपदं प्रति, परंपरया मूलशुद्ध्यन्वेषणपरा एते, इति तदुपन्यासः। (४) तत्परिज्ञानेऽपि तस्या एव सामान्येनोपयोगसंपदं प्रति, फलप्रधानारम्भप्रवृत्तिशीला एते, इति तदुपन्यासः। (५) एतत्परिच्छेदेऽपि उपयोगसंपद एव हेतुसंपदं प्रति, विशुद्धिनिपुणारम्भमाज एते, इति तदुपन्यासः। (६) एतद्बोधेऽपि स्तोतव्यसंपद एव विशेषेणोपयोगसंपदं प्रति, सामान्यविशेषरूपफलदर्शिन एते, इति तदुपन्यासः। (७) एतद्विज्ञानेऽपि स्तोतव्यसंपद एव सकारणां स्वरूपसंपदं प्रति, विशेषनिश्चयप्रिया एते, इति तदुपन्यासः। (८) एतत्संवेदनेऽप्यात्मतुल्यपरफलकर्तृत्वसंपदं प्रति, अतिगम्भीरोदारा एते, इति तदुपन्यासः। (९) एतत्प्रतीतावपि प्रधानगुणापरिक्षयप्रधानफलाप्त्यभयसंपदं प्रति भवति विदुषां जिज्ञासा, दीर्घदर्शिन एते, इति तदुपन्यासः। ___ अनेनैव क्रमेण प्रेक्षापूर्वकारिणां जिज्ञासाप्रवृत्तिरित्येवं संपदामुपन्यासः, एतावत्संपत्समन्विताश्च निःश्रेयसनिबन्धनमेते, एतद्गुणबहुमानसारं विशेषप्रणिधाननीतितस्तत्तद्बीजाक्षेपसौविहित्येन सम्यगनुष्ठानमिति च ज्ञापनार्थम् । લલિતવિસ્તરાર્થ:
(૧) અને અહીં=નમુત્થરં સૂત્રમાં, પ્રેક્ષાપૂર્વકારીઓની પ્રવૃત્તિનું અંગપણું હોવાથી=વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિનું અંગપણું હોવાથી, આદિમાં=સૂત્રના પ્રારંભમાં,
સ્તોતવ્યસંપદાનો ઉપવાસ છે; કેમ કે અન્યથા સૂત્રના પ્રારંભમાં ભગવાનની સ્તોતવ્યસંપદાનો ઉપન્યાસ ન હોય તો, તેઓની=વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા જીવોની, પ્રવૃત્તિની અસિદ્ધિ છે= ભગવાનની સ્તુતિ કરવાની પ્રવૃત્તિની અસિદ્ધિ છે.
કેમ આદિમાં સ્તોતવ્યસંપદાનો ઉપન્યાસ ન હોય તો વિચારકો પ્રવૃત્તિ ન કરે ? તેમાં હેતુ કહે છે – પ્રેક્ષાપૂર્વકારિત્વનો વિરોધ છે=જો પ્રથમ સ્તોતવ્યસંપદાનો ઉપવાસ ન હોય છતાં ભગવાનની સ્તુતિ કરવા પ્રયત્ન કરે તેઓ ભગવાન કેમ સ્તુતિપાત્ર છે તેનો વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરનારા છે, પરંતુ વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા ક્યારેય તેવી પ્રવૃત્તિ કરે નહિ અને જો કરે તો તેમાં પ્રેક્ષાપૂર્વકારિત્વનો વિરોધ પ્રાપ્ત થાય.
(૨) તેની ઉપલબ્ધિ થયે છતે સ્તોતવ્યસંપદાની પ્રાપ્તિ થયે છતે, આની જ=સ્તોતવ્યસંપદાની જ, પ્રધાન સાધારણ-અસાધારણરૂ૫=પ્રધાન સાધારણ પ્રધાન અસાધારણરૂપ, હેતુસંપદા પ્રત્યે વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે, તેના ભાજન=પ્રધાન સાધારણ-અસાધારણરૂપ હેતુસંપદાની જિજ્ઞાસાના ભાજન, આ છે=ભગવાન છે, એથી તેનો ઉપવાસ છે સ્તોતવ્યસંપદા પછી બીજી સંપદાનો ઉપન્યાસ છે.