SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ લલિતવિસ્તરા ભાગ-૨ હોય તેવા શ્રાવકોમાં આ પ્રકારનો વ્યાપક આશય નથી; કેમ કે તેવા પ્રકારના વિવેકના અભાવને કારણે=એક સંઘની પૂજાના કાળમાં સર્વ સંઘોમાં વ્યાપક ભક્તિનો આશય થાય તેવા પ્રકારના વિવેકનો અભાવ હોવાને કારણે, પૂજ્યમાનને છોડીને=જેમની પૂજા કરે છે તેમને છોડીને, અત્યોમાં હદિ લિંગનો અભાવ છે. કુશલપ્રવૃત્તિનું કુશલ એવા બુદ્ધિમાન જીવોની પ્રવૃત્તિનું અર્થાત્ પર પૂમિ ઈત્યાદિરૂપ પ્રવૃત્તિનું, સૂક્ષ્મ આભોગપૂર્વકપણું છે એમ લલિતવિસ્તરામાં અવય છે. li૩૩ ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે એકની પૂજાથી સર્વની પૂજા થાય છે એ કથન સંઘપૂજાદિમાં આશયની વ્યાપ્તિ બતાવવા માટે છે, તેથી જિજ્ઞાસા થાય કે આવા પ્રકારનો વ્યાપક આશય કોણ કરી શકે ? તેથી કહે છે – ભાવશ્રાવકને આવા પ્રકારનો વ્યાપક આશય થાય છે; કેમ કે ભાવશ્રાવક ભગવાનના શાસનના પરમાર્થને જાણનારા છે, તેથી અરિહંતનું વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું સૂક્ષ્મ બોધપૂર્વક જાણે છે, સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓનું પણ વાસ્તવિક મોક્ષને અનુકૂળ કેવું ઉત્તમ સ્વરૂપ છે કે જેના કારણે તેઓ ભગવાનના સંઘમાં પારમાર્થિક સ્થાનને પામ્યા છે તેનો બોધ ભાવશ્રાવકને છે અને પોતાના નગરમાં તેવા ગુણોથી યુક્ત જે ચતુર્વિધ સંઘ છે તેની ભક્તિ કરે છે ત્યારે પણ તેવા ગુણોવાળા અન્ય દેશોમાં રહેલા યાવતું. મહાવિદેહ આદિમાં કે દેવલોક આદિમાં રહેલ શ્રાવકો આદિ સર્વની હું પૂજા કરું છું તેવો ઉદાર આશય થાય છે, તેથી પોતે તત્કાલ પોતાના નગરના સંઘના સાધુ-સાધ્વી આદિની પૂજા કરે છે ત્યારે પણ કોઈ અન્ય મહાત્મા ત્યાં પધારે તેને જોઈને હર્ષનો અતિશય થાય છે એટલું જ નહિ, પરંતુ જેઓ એ નગરમાં નથી, મહાવિદેહ આદિમાં છે તે સર્વ પણ ભગવાનના સંઘ અંતર્ગત છે તેવા ગુણોવાળા સર્વ જીવો પ્રત્યે હર્ષ અને પૂજાનો અભિલાષ આદિ ભાવો તેમના ચિત્તમાં સ્કુરાયમાન થાય છે, તેથી સર્વ સંઘની હું ભક્તિ કરું છું તેવો નિર્મળ આશય થાય છે. જેમ સંભવનાથ ભગવાને પોતાના નગરમાં વર્તતા સંઘની ભક્તિ કરીને તીર્થંકર નામકર્મ બાંધ્યું ત્યારે નિપુણતાપૂર્વક કુશળ પ્રવૃત્તિ કરનારા હોવાથી સર્વત્ર વર્તતા સંઘ પ્રત્યે વ્યાપક ભક્તિનો પરિણામ થયેલો અથવા કૃષ્ણ મહારાજાએ દ્વારિકામાં વર્તતા અઢાર હજાર સાધુઓને જ્યારે વંદન કર્યું ત્યારે સાધુના પારમાર્થિક સ્વરૂપના બોધવાળા હતા અને તેવા ઉત્તમગુણવાળા સર્વ મુનિઓ પ્રત્યે તેમને ભક્તિનો પરિણામ અતિશયથી હતો, તેથી પ્રાયઃ પાંચ ભરત-પાંચ મહાવિદેહ આદિમાં વર્તતા સર્વ સાધુસાધ્વીઓને હું વંદન કરું એવા નિર્મળ પ્રતિસંધાનપૂર્વક વંદન કર્યું, જેથી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈને ક્ષાયિક સમકિતને પામ્યા, તેથી જેઓમાં કુશલ પ્રવૃત્તિ કરવાની સૂક્ષ્મ પ્રજ્ઞા છે તેઓ જ સંઘવર્તી જીવોના પારમાર્થિક ગુણોના બોધપૂર્વક સર્વત્ર વર્તતા તેવા ગુણોવાળા સંઘઅંતવર્તી જીવો પ્રત્યે ભક્તિ ઉલ્લસિત થાય તે પ્રકારે જ સંઘની પૂજા કરે છે, તેથી નિપુણતાપૂર્વક જેઓ સંઘપૂજા આદિ કરી શકે તેઓને જ આવો વ્યાપક શુભાશય થાય છે, આ કથન અતિનિપુણ બુદ્ધિગમ્ય છે, અને આવા પ્રકારના ગુણસંપન્ન તીર્થંકર આદિ આત્માઓમાં અને ગુરુ આદિમાં બહુવચનનો પ્રયોગ પણ સફલ જાણવો. આથી જ પ્રસ્તુતમાં નમો જિણાણે જિઅભયાણ શબ્દથી બહુવચનનો પ્રયોગ કર્યો છે. કેમ બહુવચનનો પ્રયોગ સફલ છે ? તેથી કહે
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy