________________
E
સુપ્રસિદ્ધ યાકિની મહારાસ્તુ પૂજય આચાર્યદેવ શ્રી હરિદ્રસૂરિ મહારાજાને આ શ્રી ષદર્શન સમુચ્ચય ગ્રંથ, તેની ખાસ અભ્યાસપોગો પુજ્ય આશ્રી વિદ્યાતિલક. સરિ મહારાજની ટીકા સાથે સમર્પણ કરાય તે ઘણું જ યોગ્ય છે. અમો એ સ્વર્ગસ્થ આત્માને શાંતિ ઈચ્છી આ સુંદર ગ્રંથનું તાવિક પઠન-પાઠન જૈન-જૈનેતર સમાજમાં ચિરકાળ સુધી થાઓ અને તે દ્વારા સૌ નિ:શ્રેયસને પામે એમ ઈચ્છી અમારું આ નિવેદન હું પૂર્ણ કરીશ. ડભોઈ સં ૨૦૦૫ ના છે લી સંઘ સેવક, શ્રી મુ જ્ઞા. ના આશ સુદ ૫, સેમવાર
માનદ મંત્રી.
શ્રી જેન અનેકાન્તવાદની સર્વતમુખી પ્રભાવિક અસર
તમે, વેદ, શ્વેતાશ્વતરાદિ ઉપનિષદ, ગીતા, તેમજ બૌદ્ધ, સાંખ્ય અને નિયાયિકાદિ કઈ પણ દાર્શનિક મતે જુઓ, તેમાં તત્ત્વોને જૈન અનેકાન્તવાદની અપ્રતિકાર્ય અસર તરવરતી માલુમ પડયા વિના કહી રહેશે જ નહિ. “જે એક છે તેજ અનેક છે, જે સર્જક છે તે ગ્રુજ્ય પણ છે, જે અજ છે તે જ જન્મ લેનાર પણ છે, જે ભાવસ્વરૂપ છે તે અભાવ સ્વરૂપ પણ છે, જે દૂર છે તે નજીક પણ છે, અણુ પણ તે છે અને મહત પણ તે જ છે, શૂન્ય પણ તે છે અને સર્વમય પણ તે જ છે, આવા અગણિત વિરૂદ્ધ ઇન્દ્ર ભાવોને ધારણ કરનાર ઉપનિષદ્ આદિને પુરૂષોત્તમ થાવાદ અથવા અનેકાંતવાદ વિના કદી સમાધેય થઈ શકતું નથી.” (આ માટે જુઓ આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર કૃત ‘વદવાદ હાનિંશિકા,” અને તેના ઉપરનું પ્રજ્ઞાચક્ષુ સુખલાલજીનું વિવેચન.” પ્રકાશક ભારતીય વિદાભુવન. ઈ. સ. ૧૯૪૫)
આ અનેકાન્તવાદની વ્યાપક અસર નહિ તે બીજું શું છે?