________________
તેમણે દીક્ષા લીધી હતી. દીક્ષા જીવનમાં સાત વર્ષ તેઓ જગ્યા હતા. આ સાત વર્ષ માટે ભાગે તેમણે ટી. બી. ની બીમારીમાં કાઢવાં પડયાં હતાં. ત્રણ ત્રણ ચાર ચાર વખત તેમના શરીર ઉપર મુંબઈ–અમદાવાદના સર્જનના હાથે ઓપરેશન કરાવવા પડયાં હતાં. તથાપિ મુનિપણાની ગ્રહણ આસેવન શિક્ષાઓમાં તેઓ એક્કા બન્યા હતા, એ એક નેંધનીય હકીક્ત છે. - તેમની વ્યાખ્યાન તથા લેખનશક્તિ પણ રેચક હતી. તેમની તબીયતની નાદુરસ્તીના કારણે સમાજને તેને વિશેષ લાભ નથી મલી શકે. તેમણે દીક્ષાની જવન્ય વય ઉપર એક સુંદર નિબંધ લખેલે અપ્રકટ છે. તેમાં તેમણે “દીક્ષાની જઘન્ય વય ગર્ભથી અને જન્મથી આઠ સંપૂર્ણની જ છે પરંતુ ગર્ભથી આઠમું એટલે જન્મથી ૬ વર્ષની નથી,” એ વિગેરે શાસ્ત્રનાં અકાટય પ્રમાણેથી સિદ્ધ કરેલું છે. સં. ૧૯૮૬ માં બાલ વયરક પૂજ્ય મુનિરાજશ્રી વર્ધમાનવિજયજીને તેમના શિષ્ય કરવામાં આવ્યા હતા. તેમને દેહોત્સર્ગ સં. ૧૯૯૦ના ફાગણ સુદ ૨ ના રેજ અમદાવાદ જૈન વિદ્યાશાળામાં થયે હતે. જીવનના છેલા શ્વાસ સુધી તેમની સમાધિ વખાણવા યેાગ્ય હતી. તેમની સેવા શુશ્રુષા કરાવવામાં તેમના પૂજ્ય ગુરૂ અને દાદાગુરૂ મહારાજે તલમાત્ર કમીને રાખી ન હતી. અનેક મુનિઓએ પ્રસંગે પાત તેમની સેવાને લાભ ઉઠાવે, તેમાં તેઓશ્રીના કાલધર્મ પામતા સુધી પૂજ્ય મુનિરાજશ્રી રૈવતવિજયજીએ (દીક્ષા સં. ૧૯૮૮) જે ખડે પગે સેવા બજાવી હતી તે અજોડ હતી. - આ પૂજ્ય મુનિરાજને ન્યાય અને દાર્શનિક શાસ્ત્રોના અભ્યાસને સારો પ્રેમ હતું. તેમના પુણ્ય સ્મરણાર્થે ભાવાવરહાંકિત