________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः જે વસ્તુને પ્રતિષેધ સિદ્ધ કરવાનું હોય તેના અવિરુદ્ધ વ્યાપકને આભાવ જેમાં હેતુ તરીકે મુકવામાં આવે તેને અવિરુદ્ધ વ્યાપકાનુપલધિ કહે છે.
અવિરૂદ્ધકાર્યાનુપલબ્ધિનું ઉદાહરણ– कार्यानुपलब्धियथा-- नास्त्यत्रापतिहतशक्तिकं बीजं अङ्करानवलोकनात् ॥९८॥
અર્થ–આ પ્રદેશમાં શક્તિસંપન્ન બીજ નથી કારણ કે અંકુરો દેખાતો નથી.
વિશેષાર્થ– શક્તિસંપન્ન બીજ એ અંકુરાને ઉત્પન્ન કરવામાં પરિપૂર્ણ સામર્થ્યવાળું છે. શક્તિસંપન્ન બીજ કારણ છે. અને અંકુર અવિરુદ્ધ કાર્ય છે. જે અંકુરો હેતુરૂપે હોય તો તે વિધિરૂપ સાધ્યસિદ્ધ થાય. પરંતુ પ્રસ્તુત અનુમાનમાં અંકુરાની અવિદ્યમાનતા હેતુરૂપે હોવાથી નિષેધરૂપ સાધ્ય સિદ્ધ થશે. આમાં બીજને શક્તિસંપન્ન વિશેષણ એટલા માટે મુક્યું કે કેટલી વખત બીજ હોવા છતાં અંકરે ઉત્પન્ન થતો દેખી શકાતું નથી. માટે અંકુરો ન હોય ત્યાં સામાન્ય બીજ ભલે હોય પરંતુ શક્તિ સંપન્ન બીજ તા નજ હોય.
આજ પ્રમાણે કાર્યની અવિદ્યમાનતા હેતુરૂપે હોય તેવાં બીજાં ઉદાહરણો પણ ઘટાવી લેવાં. જેમકે, “મૃત કલેવરમાં ચિતન્ય નથી કારણકે વાણી અને ક્રિયા વગેરે જણાતાં નથી.”
જે વસ્તુને પ્રતિષેધ સિદ્ધ કરવાને હેય તેના અવિરુદ્ધ કાર્યની અવિદ્યમાનતા હેતુ તરીકે મુકવામાં આવે તે તે હેતુને અવિરુદ્ધ કાર્યાનુપલધિ કહે છે.