________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः અવિરૂદ્ધકારણનુલનું ઉદાહરણभविरुद्ध कारणानुपलब्धिर्यथान सन्त्यस्य प्रशमप्रभृतयो भावास्तत्त्वार्थश्रद्धानाभावात्।।९९।।
અર્થ આ પુરુષને પ્રશમ આદિભાવ નથી કારણકે તેને તત્વાર્થમાં શ્રદ્ધા નથી. આ ઉદાહરણ અવિરુદ્ધકારણનુપલબ્ધિનું છે. ' વિશેષાર્થ –પ્રતિષેધ્ય સાધ્યના અવિરુદ્ધ કારણનું જે અનુમાનમાં હેતુ તરીકે નહેવું તે હેતુને અવિરુદ્ધ કારણુનુપલબ્ધિ કહે છે.
પ્રસ્તુત અનુમાનમાં પ્રતિષેધ્ય પ્રશમ વિગેરે ભાવે છે. પ્રભૂતિ શબ્દથી સંવેગ, નિવેદ, અનુકમ્પા અને આસ્તિક્યવિગેરે જીવના પરિણામે પણ ગ્રહણ કરવાં. આ ભાવનું અવિદ્ધ કારણ તત્વાર્થની શ્રધ્ધારૂપ સમ્યગદર્શન છે. અને આ સમ્યગદર્શનને અભાવ પ્રમાતા પુરુષમાં દેવદ્રવ્ય ભક્ષણ વિગેરે પાપકર્મો જેવાથી સિધ્ધ થતાં તે દ્વારા તેના કાર્યભૂત પ્રશમ વિગેરેના અભાવને પણ નિર્ણય થાય છે.
આજ રીતે અહિં ધૂમાડો નથી કારણકે અગ્નિના અભાવ છે.” વગેરે લોક પ્રસિધ્ધ ઉદાહરણો પણ આ કક્ષામાં આવી શકશે.
અવિરૂદ્ધપૂર્વ ચરાનુપલબ્ધિનું ઉદાહરણ – पूर्वचरानुपलब्धियथानोद्गमिष्यति मुहूर्तान्ते स्वाविनक्षत्रं चित्रोदपादर्शनात्॥१०॥