________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः ११५ લબ્ધિલક્ષણ-જ્ઞાનના કારણેને પ્રાપ્ત તેનો સ્વભાવ જણાત નથી. આ અવિરુદ્ધ સ્વભાવાનુપલબ્ધિનું ઉદાહરણ છે.
વિશેષાર્થ–ાન કરવામાં ચક્ષુવિગેરે ઉપયોગી કારણે હોવા છતાં, ચક્ષુઆદિ ઇંદ્રિયના વિષયને પ્રાપ્ત તેને સ્વભાવ નહિં જણાતું હોવાથી ઘડે અહિં નથી એ સિદ્ધ થાય છે. - જે ઉદાહરણમાં સાધ્યની સાથેના અવિરુદ્ધ-વાસ્તવિક સ્વભાવની અવિદ્યમાનતા હેતુ તરીકે હોય તે તે હેતુને અવિરુદ્ધ સ્વભાવાનુપલબ્ધિ કહે છે.
ઉપલબ્ધિ એટલે જ્ઞાન. અને તેનાં લક્ષણે ચક્ષુ વિગેરે છે. તે હોવા છતાં ઘડાને સ્વભાવ નથી જણાતે માટે ઘડે નથી. એ સિદ્ધ થાય છે.
અવિરૂદ્ધ વ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ – व्यापकानुपलब्धियथानास्त्यत्र प्रदेशे पनशः पादपानुपलब्धेः॥ ९७ ॥
અર્થ–આ પ્રદેશમાં પનશ નથી કારણકે ઝાડ દેખાતું નથી. આ ઉદાહરણ વ્યાપકાનુપલબ્ધિનું છે.
વિશેષાર્થ –આમાં પનસ’ એ વ્યાપ્ય છે. ઝાડ એ અવિરુદ્ધ વ્યાપક છે. જે વ્યાપક હોય તો તે વ્યાખ્યરૂપ પનસ હોય. પરંતુ તે વ્યાપકરૂપ ઝાડ ન હોવાથી વ્યાખ્ય પાસ પણ નથી. આ રીતે અવિરુદ્ધ વ્યાપક ઝાડ એની અવિદ્યમાનતા હેતુ તરીકે છે. તેથી પનસરૂપ પ્રતિધ્ય સિદ્ધ થાય છે.