________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૨/૫)]
જી હો અનેક પ્રદેશ સ્વભાવતા, લાલા ભિન્ન પ્રદેશસ્વભાવ; જી હો જો નહીં એકપ્રદેશતા, લાલા માનો ભેદ હુઇ બહુભાવ ॥૧૨/૫ll
(૧૯૯) ચતુર. અનેકપ્રદેશસ્વભાવ તે કહિયઇ, જે ભિન્નપ્રદેશ(સ્વભાવ)યોગઇ તથા ભિન્નપ્રદેશકલ્પનાઈ અનેક પ્રદેશ વ્યવહારયોગ્યપણું.
રા
સ
જો એકપ્રદેશસ્વભાવ ન હોઇ, તો અસંખ્યાત પ્રદેશાદિ યોગઈ (બહુભાવ=) બહુવચનપ્રવૃત્તિ (ભેદ માનો). એક ધર્માસ્તિકાય” એ વ્યવહાર ન હોઈ. “ઘણા ધર્માસ્તિકાય” ઈત્યાદિક થવું જોઈઈ. *તે માટઈં એકપ્રદેશસ્વભાવ પણિ એમ ઘટઈ છઈ.* ॥૧૨/પા
परामर्श:
नानाप्रदेशभावस्तु भिन्नप्रदेशयोगतः ।
यदि नैकप्रदेशत्वमेकत्र बहुता भवेत् । । १२ / ५॥
૩૪૩
* એક-અનેકપ્રદેશસ્વભાવનું સમર્થન
:- અનેકપ્રદેશસ્વભાવ તો વિભિન્ન પ્રદેશોના અવયવોના યોગના લીધે હોય છે. જો એકપ્રદેશસ્વભાવ ન હોય તો એકમાં અનેકતા આવે. (૧૨/૫)
તુ અવિભક્તત્વનું અભિમાન ટાળીએ
એ
· આત્માના પ્રદેશ અસંખ્ય હોવાથી ‘આત્માના દેશો, પ્રદેશો' - આવો વ્યવહાર ધ્યા થાય છે. તેમાં નિયામક અનેકપ્રદેશસ્વભાવ છે. પ્રદેશાર્થનયના કે વ્યવહારનયના અભિપ્રાયથી આપણું વ્યક્તિત્વ સખંડ છે, વિભક્ત છે, અસંખ્ય દેશ-પ્રદેશમાં વહેંચાયેલું છે. આવું જાણીને આપણા એક-અખંડ (મ્ -અવિભક્ત વ્યક્તિત્વનું અભિમાન ક્યારેય ન કરવું. અનેકપ્રદેશસ્વભાવના પ્રભાવથી આત્માના આઠ રુચકપ્રદેશો પાપની પ્રવૃત્તિ કરનાર જીવના પણ શુદ્ધ રહ્યા છે. જો અનેકપ્રદેશસ્વભાવ ન હોય તો પાપિષ્ઠ અ જીવનો એક આત્મપ્રદેશ મલિન થતાં સંપૂર્ણ આત્મા મલિન થવાની આપત્તિ આવે. તેથી કોઈ જીવ પાપની પ્રવૃત્તિમાં પરાયણ હોય તો પણ અનેકપ્રદેશસ્વભાવપ્રયુક્ત રુચકપ્રદેશશુદ્ધિની વિભાવના કરી તેના પ્રત્યે કોપાયમાન ન થવું. તેના પ્રત્યે દ્વેષ ન કરવો. આવો બોધપાઠ અહીં મેળવવા જેવો છે. પૂર્વે અગિયારમી યો શાખામાં જણાવેલ અસ્તિત્વાદિ સ્વભાવો તથા આ શાખામાં જણાવેલ ચેતનતા-અમૂર્તતા-અનેકપ્રદેશતાદિ સ્વભાવો મોક્ષમાં પણ છે જ. તેથી જ સિદ્ધ ભગવંતના ગુણને અને સ્વભાવને જણાવવાના અવસરે કુંદકુંદસ્વામીએ નિયમસારમાં જણાવેલ છે કે ‘કૈવલજ્ઞાન, કેવલ આનંદ, કેવલશક્તિ, કેવલદર્શન, અમૂર્તત્વ, અસ્તિત્વ, સપ્રદેશત્વ હોય છે.' સાવધાન મનથી આની વિભાવના વિચારણા કરવી. (૧૨/૫)
છે!
=
× ‘માનો' પાઠ ફક્ત કો.(૧૩)માં છે.
આ.(૧)માં ‘ભેદ માનો' પાઠ. લી.(૧+૨+૩)નો પાઠ લીધો છે. પુસ્તકોમાં ‘હુઈ’ નથી. * ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.