________________
૩૪૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત એ મહારાજે જણાવેલ છે કે “જેમ સ્વચ્છ એવા પણ આકાશમાં તિમિર રોગથી નીલ-પીત વગેરે રેખાઓથી આ મિશ્રતા ભાસે છે પરંતુ છે નહિ), તેમ સ્વચ્છ = નિરંજન આત્મામાં અવિવેકના લીધે (= અજ્ઞાનના
કારણે) વિકારોથી મિશ્રતા ભાસે છે, પરંતુ આત્મા હકીકતમાં વિકારમિશ્રિત નથી.” આ બાબતની (ન અંતરમાં ઊંડાણથી વિભાવના કરીને, પોતાના અમૂર્તસ્વભાવ ઉપર, નિરંજન-નિરાકાર દશા ઉપર દૃષ્ટિને
કેન્દ્રિત કરવી. આ રીતે તેઓ પોતાની હતોત્સાહતાને/હતાશાને ખંખેરી નાખે તેવો ઉપદેશ અહીં મેળવવા આ યોગ્ય છે. આ રીતે પ્રવૃત્તિ કરવામાં આવે તો ક્રમશઃ મોક્ષમાર્ગે આગળ વધતાં સિદ્ધસ્વરૂપ સુલભ થાય જ છે. તેનું વર્ણન કરતા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પરમાત્મપંચવિંશતિકામાં જણાવેલ છે કે
“લોકાગ્ર ભાગ સ્વરૂપ શિખરે આરૂઢ થયેલા સિદ્ધ ભગવંતો સ્વભાવમાં સારી રીતે રહેલા છે. સંસારના વા પ્રપંચથી તેઓ પૂરેપૂરા છૂટી ગયેલા છે. અનન્ત કાળ સુધીની અનંત અવગાહના (= ત્યાં રહેવાપણું) | સિદ્ધ ભગવંતોમાં છે.” (૧૨/૪)