________________
૬૦૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત
જ આત્મા = અનંતશક્તિનો આશ્રય * (૧૨) હું અનંત શક્તિનો આશ્રય છું. હું નમાલો નથી, અશક્ત નથી, સામર્થ્યશૂન્ય નથી, નામર્દ નથી, બાયેલો નથી, બીકણ નથી, ગભર નથી. મારી શક્તિઓ પણ સ્વાધીન છે, પરાધીન નથી. શક્તિ મેળવવા માટે મારે ઔષધ-દવા-ટોનિક-ઈંજેક્શનના શરણે જવાની જરૂર નથી. ઔષધિ વગેરે તો શારીરિક શક્તિ આપે. હું તો અનંત-અનંત આત્મિક શક્તિનો, અમાપ આધ્યાત્મિક સામર્થ્યનો ભંડાર છું.
ફ્ર આત્મા = ધવલવિશ્રાનિઘર * (૧૩) હું સ્વયં ધવલ વિશ્રાન્તિગૃહ છું. મારે દોડધામ કરવાની, ઉધામા નાખવાની, રખડપાટ કે રઝળપાટ કરવાની બિલકુલ આવશ્યકતા નથી. આ દેહાદિપુગલોની ધમાલચકડી-દોડધામ વગેરે સાથે મારે કાંઈ લેવા-દેવા નથી. હું તો મારા જ ધવલ આતમઘરમાં અનાદિ કાળથી શાંતિથી વિશ્રાન્તિ કરી રહ્યો છું.
જ અનંત શુદ્ધિનો રાજમહેલ = આત્મા છે (૧૪) હું અનંતાનંત શુદ્ધિનો રાજમહેલ છું. અશુદ્ધિને-મલિનતાને મારામાં જરાય અવકાશ નથી એ અનુભવાતી અશુદ્ધિઓ કર્મના ઘરની છે, પુદ્ગલના ઘરની છે. મારે તેની સાથે કાંઈ જ લાગતું
-વળગતું નથી. મારું આંતરિક લાગણીતંત્ર આત્મમહેલમાં પ્રવેશવા સમગ્રપણે ઉછળી રહ્યું છે. ધી (૧૫) હું કૃત્રિમ નહિ પણ સ્વાભાવિક સમતાનો અક્ષય ખજાનો છું. મમતા-વિષમતાનો અંશ પણ ળ મારામાં નથી જ.
(૧૬) હું નિર્મળ ગુણોના ઢગલાની હવેલી છું. દોષોના પડછાયાને પણ હું ત્રણ કાળમાં કદાપિ સ્પર્યો રસ નથી, સ્પર્શતો નથી, સ્પર્શવાનો પણ નથી. દોષો તો દ્રવ્ય-ભાવ કર્મોની પેદાશ છે. તે મારું કાર્ય નથી.
હું તો શાશ્વત ગુણોનો ભંડાર છું. મારા ગુણોને ઔદયિકાદિ ભાવની મલિનતા સ્પર્શતી પણ નથી. સ્પૃહા
પ્રસિદ્ધિ-ભૂખ-મહત્ત્વાકાંક્ષાદિથી મલિન થયેલા ગુણો હકીકતમાં મારા નથી. એ મારું મૌલિક સ્વરૂપ નથી. એ સ્પૃહા કે પ્રસિદ્ધિની ભૂખ વગેરેથી દૂષિત થયેલા પરોપકારાદિ ગુણો પરમાર્થથી ગુણસ્વરૂપ નથી. તે દોષ જ છે. દોષ સાથે તો મારે કોઈ જ જાતનો તાત્ત્વિક સંબંધ નથી. હું તો નિર્મલગુણનિધાન જ છું.”
ચંદ્રની સોળ કળા જેવા આ સોળ મુદાને ભાવિત કરવા દ્વારા સાધનાગગનમાં સાધક શરદપૂનમના ચંદ્રની જેમ સોળે કળાએ પૂરેપૂરો ખીલી ઉઠે છે. પરંતુ આ બધું પણ ભીંજાતા હૃદયે કરવાનું છે. શુષ્ક શબ્દો, કોરી કલ્પના, લૂખી લાગણી, ભપકાદાર-ભડકાછાપ ભાવના, વાગાડંબર, વિકલ્પની માયાજાળ, વાણીવિલાસ વગેરેથી તાત્ત્વિક કાર્યનિષ્પત્તિ થતી નથી, નિજ શુદ્ધ સ્વભાવનો લાભ થતો નથી.
નિજરવભાવનો આવિર્ભાવ : પરમ પ્રયોજન છે પ્રસ્તુતમાં જ્ઞાનસારની પૂર્વોક્ત (૧૩/૯ + ૧૪/૧૩) બે વાત યાદ કરવી. ત્યાં જણાવેલ છે કે ‘(૧) સ્વભાવની પ્રાપ્તિ કરાવનારા સંસ્કારોનું કારણ બને તેવું જ્ઞાન માન્ય છે, ઈષ્ટ છે.” તથા “(૨) પોતાના સ્વભાવનો લાભ થયા બાદ કશું પણ મેળવવા યોગ્ય બાકી રહેતું નથી.' મતલબ કે પોતાના શુદ્ધ સ્વભાવનો આવિર્ભાવ એ જ આત્માર્થીનું પરમ પ્રયોજન છે. તેથી નિજ શુદ્ધ ચૈતન્યસ્વભાવને પ્રગટ કરવા માટે ઉપર મુજબ સોળ પ્રકારની સમજણ-ભાવના-વિભાવનામાં આત્માર્થીએ રચ્યા-પચ્યા રહેવું.
છે શુદ્ધ સવભાવની ભાવનાનો પ્રભાવ $/ ઉપર મુજબની સમજણ-ભાવના વગેરે દ્વારા શુદ્ધ ચૈતન્યસ્વભાવ અંશે-અંશે પ્રગટ થાય છે. પરંતુ