________________
દ્રવ્ય-ગુણ-યાયનો રસ + ટબ (૧૬/૭)]
૬૦૩ નથી. મારો સમાધિરસ પણ સહજ છે, સ્વાભાવિક છે, ઔપાધિક કે ઔપચારિક નથી. સમાધિનો અનુભવ કરવા માટે મારે પરાધીન થવાની જરૂર નથી. મારું સમગ્ર અસ્તિત્વ સહજ સમાધિમય છે. . (૩) શુદ્ધ શીતળતાનો હિમાલય છું. શીતળતાસ્વરૂપ હિમનું હું ઘર છું. ઉકળાટ-તાપ-ગરમી -ક્રોધનું તો મારામાં નામ-નિશાન નથી. હું તો પરમ શીતળ છું. જાણે હિમાલય જોઈ લો. મારી શીતળતા -ઠંડક એ પણ શુદ્ધ છે, અશુદ્ધ નથી, કર્મજન્ય નથી, પૌલિક નથી. ચૂલા ઉપર પાણી ઉકળતું હોય ત્યારે પણ તેનો મૂળભૂત સ્વભાવ તો ઠંડો જ છે, ગરમ નથી જ. ગરમી અગ્નિનો સ્વભાવ છે, પાણીનો નહિ. તેમ ગરમી-સંક્લેશ-ક્રોધના ઉદય સમયે પણ મારો મૂળભૂત સ્વભાવ તો શુદ્ધ શીતળતા જ છે. ક્રોધનો તપારો એ તો માત્ર ને માત્ર ક્રોધમોહનીયકર્મના પુદ્ગલોનો સ્વભાવ છે, મારો તો બિલકુલ જ નહિ. ત્રણ કાળમાં મૂળભૂત અખંડ ચૈતન્યસ્વભાવથી ઉકળાટને હું સ્પર્ધો જ નથી.
a આત્મા પરમાનંદનો મહાસાગર છે , (૪) હું પરમાનંદનો-પૂર્ણાનંદનો મહાસાગર છું. દુઃખ-વેદના-પીડા-રોગ-શોકનો એક પણ અંશ મારામાં નથી જ. મારામાં તો પ્રત્યેક આત્મપ્રદેશે આનંદ-આનંદ ને આનંદ ઠાંસી-ઠાંસીને અનાદિ કાળથી ૨૧ ભરેલો છે. મારે બહારમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ પાસેથી સુખની ભીખ માંગવાની જરૂર નથી. આ
(૫) હું સ્વતઃ જ વિમલ વિવેકદૃષ્ટિનું ઘર છું. સ્વ-પરનો વિવેક કરવાની મારી દૃષ્ટિ મલિન નથી, સ્વાર્થગ્રસ્ત નથી, તિરસ્કારગર્ભિત નથી. પરંતુ અત્યંત વિમલ છે, નિર્મલ છે, નિર્દોષ છે. (
(૬) હું સ્વભાવથી જ ચૈતન્યજ્યોતનું સ્થાન છું. હું દેહમય નથી. જડતા-મૂઢતા-અનુપયુક્તતાને મારામાં જરા પણ સ્થાન નથી. મારી ચૈતન્યજ્યોત અખંડ અને અકંપ છે.
(૭) મૂળભૂત સ્વભાવે તો હું નિસર્ગ ક્ષમાનું પણ આવાસસ્થાન છું. બળવો-આક્રોશ-અસહિષ્ણુતા ત -બળતરા-વિરોધ-પ્રતિકાર-રીસ-રોષ-ઉદ્ધતાઈ-વેર-આવેશ-આક્રમણવૃત્તિ વગેરેને મારામાં લેશ પણ અવકાશ છે નથી. કેમ કે હું તો નૈસર્ગિક તિતિક્ષા-ક્ષમા-સહનશીલતાનો ભંડાર છું. હું તિતિક્ષામૂર્તિ છું. મારો સ્વભાવ થો જ બધું સહી લેવાનો છે, પ્રેમથી બધું જ ખમી લેવાનો છે.
ક્ર આત્મા વીતરાગવિજ્ઞાનનું નિવાસસ્થાન છે ; (૮) હું વીતરાગ વિજ્ઞાનનું પણ નિવાસસ્થાન છું. મારું જ્ઞાન રાગ-દ્વેષાદિથી કલંકિત નથી. મારો જ્ઞાનોપયોગ રાગાદિમય-રાગાદિસ્વરૂપ નથી. રાગાદિ તો કર્મના ઘરના છે, મારા ઘરના નહિ.
(૯) હું પરબ્રહ્મનું ઘર છું. અબ્રહ્મ મને સ્પર્શતું જ નથી. શબ્દબ્રહ્મથી પણ હું ન્યારો છું.
(૧૦) હું કેવલજ્ઞાનલક્ષ્મીનું પણ ઘર છું. અજ્ઞાન-અશુદ્ધજ્ઞાન-અલ્પજ્ઞાન-ઈન્દ્રિયજ્ઞાન-નશ્વરજ્ઞાન એ મારું મૂળભૂત સ્વરૂપ નથી. હું તો શુદ્ધ-સંપૂર્ણ-અતીન્દ્રિય-શાશ્વત એવી કેવળજ્ઞાનલક્ષ્મીનો સ્વામી છું.
છે આત્મા એટલે અનસ્ત ચેતન સૂર્ય છે (૧૧) હું અનસ્ત ચેતન સૂર્ય છે. સૂર્ય જેમ પ્રકાશનું ઉદ્ગમસ્થાન છે, તેમ હું ચૈતન્ય પ્રકાશનું આદ્ય ઉદ્દગમસ્થાન છું. હું શુદ્ધ ચૈતન્યનો મૂળ સ્રોત છું. સૂર્યમાં અંધારાને અવકાશ નથી, તેમ મારામાં અજ્ઞાનના અંધારાને બિલકુલ સ્થાન નથી. ગ્રહણ સમયે પણ સૂર્ય પોતાના મૌલિક સ્વરૂપે તો પ્રકાશમાન જ છે, પ્રકાશમય જ છે. તે જ રીતે કર્મસ્વરૂપ રાહુ દ્વારા આત્માનું વ્યવહારથી ગ્રહણ થાય ત્યારે પણ હું મારા મૂળભૂત સ્વરૂપે તો ચૈતન્યપ્રકાશમય છું, શુદ્ધ ચેતનાથી ઝળહળતો જ છું. સૂર્ય ક્યારેય અંધારાને સ્પર્શે જ નહિ, તેમ હું પણ ક્યારેય અજ્ઞાન-જડતા-અશુદ્ધિને બિલકુલ સ્પર્ધો જ નથી.