________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટબો (૧૪/૭)]
૬૦૫ જ્યાં સુધી (૧) આત્મામાં ઉદયમાં ન આવવા છતાં સત્તામાં જે થોડા-ઘણા મિથ્યાત્વના અંશો બાકી રહેલા હોય, (૨) જ્ઞાનોપયોગ રાગાદિરૂપે કે સંકલ્પ-વિકલ્પાદિરૂપે પરિણમતો હોય તેવું સાધકને અંદરમાં અનુભવાતું હોય, (૩) રાગાદિજન્ય પારકા કાર્યોમાં, પર બાબતમાં સાધકની ચિત્તવૃત્તિનો પ્રવાહ વધુ પડતો સક્રિય હોય, ધસમસતો હોય, સહજત સતેજ હોય, (૪) પૂર્વોક્ત (પૃ. ૫૫૯) સહકમળ, લયશક્તિ, આવરણશક્તિ અને વિક્ષેપશક્તિ વિદ્યમાન હોય, ત્યાં સુધી પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ સંપૂર્ણપણે પ્રગટ થતો નથી. ત્યાં સુધી સાધક કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો નથી. તેથી ઝડપથી (એક-બે ભવમાં) કેવળજ્ઞાનને મેળવવા ઝંખતા આત્માર્થીએ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવને સંપૂર્ણપણે પ્રગટ થવામાં પ્રતિબંધક બનનારા ઉપરોક્ત મલિન તત્ત્વોનો ઉચ્છેદ કરવા નીચે મુજબની ભાવના દઢપણે સતત સર્વત્ર કરવી.
૩૫ પ્રકારે રાગનો ઈન્કાર છે “(૧) રાગ એ હું નથી. (૨) રાગ મારો નથી કે હું રાગનો નથી. રાગ પારકી ચીજ છે. (૩) રાગ સારો પણ નથી, (૪) રાગ મારે કરવા યોગ્ય નથી. તે મારું કામ નહિ. ખરેખર રાગને છે ઉત્પન્ન કરવાની મારી તાકાત નથી. રાગ મારું કાર્ય નથી જ. રાગમોહનીય કર્મનું તે કાર્ય છે. (૫) , રાગ મારા માટે ભોગવવા યોગ્ય નથી. મારે રાગપરિણામને ભોગવવો નથી. વીતરાગ એવા મને પ્યા રાગનો ભોગવટો શોભે નહિ. વીતરાગી એવો હું વાસ્તવમાં રાગને ભોગવી શકતો પણ નથી. છે
જ રાગ ઉપાસ્ય નથી જ (૬) રાગ એ મારો સ્વભાવ નથી. એ તો રાગમોહનીય કર્મના પુદ્ગલોનો સ્વભાવ છે. મારે રે તેની સાથે શું લેવા-દેવા? (૭) રાગ એ મારું સ્વરૂપ પણ નથી જ. (૮) રાગ એ મારો ગુણધર્મ ત પણ નથી. (૯) રાગ મારે સેવવા-પોષવા યોગ્ય પણ નથી. ઉત્તમ દ્રવ્યો વગેરે ધરવા દ્વારા રાગની છે સેવા-ચાકરી મારે શા માટે કરવી ? એ રીતે મારે શા માટે રાગને પોષવો ? (૧૦) રાગ-કામરાગ યો -કામદેવ મારે ઉપાસવા યોગ્ય નથી. તે મારા માટે ઉપાસ્ય-આરાધ્ય-ઈષ્ટદેવ નથી. મારા આરાધ્ય -ઉપાસ્ય તો દેવાધિદેવ વીતરાગ તીર્થંકર પરમાત્મા છે. નિશ્ચયથી તો મારું શુદ્ધ વીતરાગ ચૈતન્યસ્વરૂપ એ જ મારા માટે ઉપાસ્ય છે, આરાધ્ય છે. રાગ સાથે તો આભડછેટ જ સારી.
6 રાગ ભયંકર શત્રુ છે (૧૧) રાગ એ મારો ભરોસાપાત્ર મિત્ર નથી. રાગનો વિશ્વાસ કરી ન શકાય. તેના ઉપર મદાર બાંધી ન શકાય. રાગ તો સૌથી મોટો ઠગ છે, મારો ભયંકર દુશ્મન છે. બહારથી મિત્ર તરીકે જણાવા છતાં મારું અત્યંત અહિત કરનાર તે રાગ જ છે. (૧૨) રાગ એ મારા માટે સુખસ્વરૂપ નથી. રાગ કોઈના પણ માટે પરમાર્થથી સુખરૂપ નથી. વાસ્તવમાં એ દુઃખરૂપ જ છે, પીડારૂપ જ છે. (૧૩) રાગ એ મારા ભાવી સુખનું પણ સાચું સાધન નથી. પરમાર્થથી કોઈના પણ સાચા સુખનું તે સાધન બનતું નથી. રાગ એ તો આગ છે આગ. તે દઝાડનાર છે, બાળનાર છે, ઠારનાર નથી. (૧૪) તેથી જ રાગ પ્રગટે એમાં મારા આત્માને કોઈ લાભ નથી. મારા શુદ્ધ ચૈતન્યસ્વભાવનો લાભ એ જ સાચો લાભ છે. નિજ શુદ્ધસ્વભાવના આવિર્ભાવથી ચઢિયાતો કોઈ લાભ મારા માટે છે જ નહિ. રાગ મારા માટે વર્તમાન કાળે તો લાભસ્વરૂપ નથી જ. પરંતુ (૧૫) મારા ભાવી લાભનું પણ સાધન તે નથી. રાગથી મને લેશ પણ લાભ થવાનો નથી. સમ્યગ્દર્શનાદિનો લાભ રાગથી નહિ પણ વીતરાગી