________________
દ્રવ્ય-ગુણ-પયાયનો રાસ + ટબો (૧૬/)]
૫૬૭ કર્મસત્તા વગેરે સૂત્રધારોના દોરી સંચાર મુજબ થતા નાટક સ્વરૂપે તે સાધક વિરક્તભાવે, ઉદાસીનપણે માત્ર જાણે, જુએ. પણ તેમાં ભળે નહિ. આ રીતે તે ચીકણા કર્મ નિર્જરી જાય છે.
૪ અશુદ્ધ પર્યાયોમાં તાદાભ્યબુદ્ધિ વગેરેને છોડીએ (૧૩) કર્મોદયાદિથી ઉત્પન્ન થયેલા સ્વ-પરના અમુક અશુદ્ધ પર્યાયો એવા હોય છે કે જેને હટાવી ન જ શકાય. જન્મથી મળેલ કાળી ચામડી, ઘોઘરો કે કર્કશ અવાજ, ઠીંગણાપણું વગેરેને બદલવા માંગો કે કાઢવા માંગો તો પણ ન તેને બદલી શકાય કે ન કાઢી શકાય. આવા અનિવાર્ય અશુદ્ધ પર્યાયોને બળાત્કારથી-જબરજસ્તીથી બદલવા માટે કે બહાર હાંકી કાઢવા માટે સાધક પ્રયત્ન ન કરે. તેમાં સફળતા પણ ન મળી શકે. તથા પર્યાયની અદલા-બદલી કે હેરા-ફેરી એ પરમાર્થથી મોક્ષપુરુષાર્થ પણ નથી. પરંતુ તે અશુદ્ધ પર્યાયોમાં ભાસતી આરોપિતતા-ઈષ્ટનિષ્ટતા, તાદાત્મબુદ્ધિ, સ્વામિત્વબુદ્ધિ, અધિકારવૃત્તિ, લીનતા, તન્મયતા, એકરૂપતા, એકરસતા, કર્તુત્વબુદ્ધિ, ભોıત્વપરિણતિ વગેરેને તો પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની વિશેષ પ્રકારે ભાવના કરીને છોડવી. “હું તો નિરાલંબન છું. શરીર વગેરે વિના પણ મોક્ષમાં રહેનારો છું. શરીર, રાગાદિ ઉપાધિ એ મારું સ્વરૂપ નથી. તો હું તો માલિક કઈ રીતે? હું આ તો સહજાનંદમય છું. તો દુઃખમય એવા કામરાગ, સ્નેહરાગ વગેરેને મારે શું ભોગવવાના? શીતળ બરફ ા. કદાપિ ઉકળાટનો કર્તા-ભોક્તા નથી. તો આનંદમય એવો હું દુઃખમય રાગાદિનો કર્તા-ભોક્તા કઈ રીતે બની શકું? દુઃખમાં સુખનો આરોપ મારે શા માટે કરવો ? તેનો અધિકાર મને કઈ રીતે મળી શકે? (d હું તો અમૂર્ત છું. તો મૂર્ત એવા શરીરાદિ કઈ રીતે મારું સ્વરૂપ બની શકે ? હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું. તેથી મારે દેહ, રાગ, દ્વેષ, વાસના, લાલસા, વિકલ્પ વગેરેમાં શા માટે લીન-તલ્લીન-તન્મય-એકરૂપ આ -એકાકાર થવું?' - આ રીતે નિજચૈતન્યસ્વરૂપની વિભાવના કરીને સાધક ભગવાન = અંતરાત્મા પોતાના લ શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડમાં સ્વાદાભ્યનું એવું સંવેદન કરે કે અશુદ્ધ પર્યાયોમાં ભાસતી આરોપિતતા, તાદાભ્યબુદ્ધિ, સ્વામિત્વબુદ્ધિ વગેરે સ્વયમેવ પલાયન થઈ જાય. આશય એ છે કે અનિવાર્ય એવા પણ દેહપર્યાય, દુર્વાર એવા રાગાદિ વિભાવ પરિણામ, વર્તમાનકાળે અપરિહાર્ય એવા વિકલ્પ વગેરેને છે! બદલવાનો કે કાઢવાનો પ્રયત્ન કરવાના બદલે તેમાં “હુંપણાની દુર્બુદ્ધિ, મારાપણાની ભ્રાન્તિ, સારાપણાનો ભ્રમ વગેરેને કાઢવાનો ઉપરોક્ત રીતે પ્રયાસ કરવો એ ગ્રંથિભેદ માટેનો જ જ્ઞાનપુરુષાર્થ છે.
* દશ્યના આકર્ષણને દૃષ્ટિમાંથી કાઢીએ (૧૪) તાદાભ્યબુદ્ધિ, સ્વામિત્વભાવ વગેરે ભ્રાન્તિને પ્રગટાવવામાં દશ્ય પદાર્થ નિમિત્ત બને છે. તેવા દશ્યપદાર્થ સ્વરૂપ શરીર, પત્ની, પુત્ર, પરિવાર, દુકાન, મકાન, ભોજન, પાણી, વસ્ત્ર, ધન વગેરેનું આકર્ષણ અનાદિ કાળથી આપણી દૃષ્ટિમાં, માન્યતામાં, લાગણીમાં, અભિપ્રાયમાં ચોંટી ગયેલ છે, મનમાં વળગી પડેલ છે. પરંતુ તે આકર્ષણ પણ આત્માનું મૌલિક સ્વરૂપ તો નથી જ. ‘દશ્યના આકર્ષણથી મારો આત્મા તો અત્યંત નિરાળો છે, તદન જુદો છે' - આવી આંતરિક ભેદવિજ્ઞાનધારા સહજપણે અને અખંડપણે પ્રવર્તે તો જ પોતાની દૃષ્ટિમાંથી તમામ દશ્ય પદાર્થનું આકર્ષણ છૂટું પડે. આ રીતે સાધક પોતાની દૃષ્ટિમાંથી દશ્યના આકર્ષણને અલગ કરીને, નિર્મળ બનેલી નિજ દષ્ટિને દ્રષ્ટામાં = કેવળ શુદ્ધચૈતન્યના અખંડ પિંડ સ્વરૂપ પોતાના આત્મામાં જ અભિન્નપણે સ્થાપે, સમગ્રતયા ગોઠવે, સારી રીતે આદરભાવે સ્થિર કરે. આ છે ગ્રંથિભેદ માટેનો અંતરંગ અપ્રમત્ત પુરુષાર્થ.