________________
૫૬૮
આ
.
યો
છે?
મેં નિજ શુદ્ધાત્મામાં તાદાત્મ્યનું અખંડ વેદન કરીએ )
(૧૫) ત્યાર બાદ ઉદયમાં આવતા વિષય-કષાય, રાગ-દ્વેષ, રતિ-અતિ, હર્ષ-શોક, આશ્રવ -સંવર, બંધ-નિર્જરા વગેરે સ્વરૂપે પરિણમતા પર્યાયોને જોવાનું છોડી, તેનાથી પરાક્રૃખ થઈ, માત્ર અખંડ શુદ્ધ ચેતન દ્રવ્યને જ જોવું, જાણવું, વિચારવું અને અનુભવવું. આત્માકારે ઉપયોગને સતત વહેવડાવવો. આવી ઉપયોગધારાને પણ ઉગ્ર બનાવવી. આ રીતે ઉપયોગધારાની તીક્ષ્ણતાથી પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં જ સ્વતાદાત્મ્યને સમ્યક્ પ્રકારે સતત અનુભવવું કે :
(૧) શરીર, ઇન્દ્રિય, મન, દ્રવ્યકર્મ, ભાવકર્મ વગેરેથી જુદો.. હું... ચેતન..છું. (પાંચ વાર ભાવના). (૨) દેહાદિભિન્ન... ચેતન...તત્ત્વ... એ જ...હું... છું... (પાંચ વાર વિભાવના) (૩) અત્યંત... વિશુદ્ધ... ચેતન... વસ્તુ... એ...જ...હું...છું... (પાંચ વાર સૂક્ષ્મ મનન) (૪) શુદ્ધ...ચેતનાનો...અખંડ...પિંડ...એ...જ....હું...છું... (પાંચ વાર ઊંડી અનુપ્રેક્ષા) (૫) પરમ...શીતળ...શુદ્ધ... ચેતનાનો... અખંડ.. પિંડ...છું...(પાંચ વાર એકાગ્ર વિચાર) સ (૬) શાન્ત...શીતળ... શુદ્ધ...ચેતન્યનો...અખંડ...પિંડ..છું...(પાંચ વાર તીવ્ર સંવેદન) (૭) પરમ...શાન્ત...અત્યન્ત...શીતળ...શુચિ (=પવિત્ર)... શુદ્ધ...ચૈતન્યનો..અખંડ...ઘન.... પિંડ...એ જ હું...છું. (શબ્દો ઉપર ભાર આપ્યા વિના તેનો ભાવ સ્પષ્ટ ઉપસાવવા પૂર્વક વેદન) (૮) શાશ્વત... પરમ... શાન્ત... અત્યન્ત શીતળ...શુચિ (=પવિત્ર) . . . શુદ્ધ...ચૈતન્યનો... અખંડ...ઘન....પિંડ.. એ...જ...હું...છું... (અંદર Picture clear કરવા પૂર્વક પાંચ વાર તીવ્ર પ્રણિધાન) (૯) ‘સોડદમ્...' (વિકલ્પ-વિચારશૂન્ય ચિત્તવૃત્તિનું કેન્દ્રીકરણ)
રૈ
(૧૦) ૩... શાંતિ... શાંતિ... શાંતિ. (અંતઃકરણવૃત્તિનું નિજચૈતન્યસ્વરૂપમાં વિલીનીકરણ) (૧૧) નિર્વિચાર નિર્વિકલ્પપણે સહજ નિજ સ્વરૂપમાં શાંતભાવે નિમજ્જન. (૧૫ મિનિટ સુધી ધ્યાન) નિજાત્મધ્યાન પૂર્ણાહુતિ બાદ પણ તેની અસરને ઝીલવાની, તેની અસરમાં જીવવાની, તેના અનુસંધાનને અખંડપણે ઘૂંટવાની જાગૃતિ ટકાવી રાખવી. વારંવાર આ મુજબ પ્રયત્ન કરવો. - સંચમીએ અંતરંગ પ્રયત્ન જ કરવો જોઈએ
[ અધ્યાત્મ અનુયોગ સહિત
...
=
અનાદિકાલીન અજ્ઞાન, ગાઢ રાગ અને તીવ્ર દ્વેષથી વણાયેલી ગ્રંથિનો ભેદ કરવા આવા પ્રકારના અંતરંગ પ્રબળ પુરુષાર્થને આત્માર્થીએ અવશ્ય નિરંતર કરવો. વિશેષાવશ્યકભાષ્ય મલધાર વ્યાખ્યા મુજબ, બે હાથથી મહાસાગરને તરવાના પ્રયત્ન જેવા આ ગ્રંથિભેદસંબંધી પ્રબળ અંતરંગ પુરુષાર્થ કરવામાં લાગી જ જવું જોઈએ. તેમાં જ સતત રચ્યા-પચ્યા રહેવું. અધવચ્ચે તે પુરુષાર્થ છોડી ન દેવો. તરવૈયો અધવચ્ચે મરિયે તરવાનું બંધ ન જ કરે ને ! ખાસ કરીને તમામ સાંસારિક જવાબદારીમાંથી મુક્ત બનેલા અને આત્મકલ્યાણનો જ ભેખ ધારણ કરનારા એવા સંયમીઓએ તો ખરા અર્થમાં મુક્ત થવા માટે વિશેષે કરીને આવો અંતરંગ પુરુષાર્થ કરવો જોઈએ. આ અભિપ્રાયથી મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ઉપદેશરહસ્યવ્યાખ્યામાં જણાવેલ છે કે ‘સાધુઓ માટે અંતરંગ પ્રયત્ન જ અપેક્ષિત છે. કારણ કે તે અંતરંગ પુરુષાર્થ વિવિધ પ્રકારના ભવ્યત્વને તથાભવ્યત્વને અનુકૂળ છે.’ * શિષ્યને સદ્ગુરુ સમકિત પમાડે
તેથી જ વિશેષ પ્રકારના સંયોગમાં અપુનર્બંધકાદિ જીવોને દીક્ષા આપ્યા બાદ ગીતાર્થ સદ્ગુરુએ