________________
૫૬૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત
જ આત્માની સન્મુખ પ્રવર્તાવવો, વીતરાગ આત્મસ્વરૂપના ગ્રાહકપણે પ્રવર્તાવવો.
જ દેહાદિમાં હુંપણાની બુદ્ધિને તજીએ જ (૮) આત્માને ભૂલી, શરીર-ઘર-પુગલ-ઈન્દ્રિય-મન-દેહચેષ્ટા-રાગાદિ વિભાવ પરિણામ -વિકલ્પ-વિચાર વગેરેમાં અજાણતાં પણ “હુંપણાની બુદ્ધિ, મારાપણાની મતિ, સારાપણાની લાગણી ઉઠવા ન દેવી. “રાગાદિ મારું કાર્ય છે, દેહાદિ મારા માટે ભોગ્ય છે' - ઈત્યાદિ બુદ્ધિ અંદરમાં વેદવી નહિ.
) આત્માને ક્ષણ વાર પણ ના ભૂલીએ ) (૯) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ વગેરે બંધનોમાંથી છૂટવાની વૃત્તિને (= મુમુક્ષતાને) મુખ્ય કરી તમામ વર્તન, વાણી, વિચારમાં પ્રબળતમ અંતરંગ ઉદાસીનતા કેળવીને કેવળ સાક્ષસ્વરૂપ જ્ઞાતા-દષ્ટા આત્માને ક્ષણ વાર પણ ભૂલવો નહિ. મતલબ કે પ્રવૃત્તિ વગેરે બહારમાં ચાલતી હોય ત્યારે તેને પણ જાણતાં -જોતાં અંદરમાં જાણનાર-જોનારનું વિસ્મરણ થવા ન દેવું. ચિત્તવૃત્તિને સતત સ્વ તરફ વહેવડાવવી.
• શુદ્ધ-રવદ્રવ્યાદિમાં વિશ્વાતિ કરીએ છે રસ (૧૦) શુદ્ધ આત્મા સિવાય બીજે ક્યાંય પદ્રવ્ય, પરગુણ, પરપર્યાયમાં ખેંચાવું નહિ, ખોટી ધ થવું નહિ, વિશ્રાન્તિ કરવી નહિ. તથા પોતાના કષાયાત્મા વગેરે અશુદ્ધ દ્રવ્ય, અશુદ્ધ જ્ઞાનાદિ ગુણ
અને સંસારિપણું વગેરે અશુદ્ધ પર્યાયમાં પણ અટકવું નહિ, રોકાવું નહિ. વિભાવદશામાં લીનતા-એકતા U -તન્મયતા કરવાની કાળી મજૂરી બંધ કરવી. કેવળ પોતાના શુદ્ધ ચેતનદ્રવ્યમાં, અતીન્દ્રિયજ્ઞાનાદિ શુદ્ધ 2. ગુણમાં, સિદ્ધવાદિ શુદ્ધ પર્યાયમાં જ એકરૂપતા-લયલીનતા-મગ્નતા-સ્થિરતા-તન્મયતા-ઓતપ્રોતતા કેળવવી.
ના વિભાવાદિમાં તીવદુખરૂપતાદિનું સંવેદન કરીએ કે શું (૧૧) વિભાવદશા, વિકલ્પદશા, બંધદશા, આશ્રવદશા વગેરેમાં તીવ્ર દુઃખરૂપતાનું હૃદયથી સંવેદના યો કરીને સર્વદા, સર્વત્ર પોતાના અંતરમાં સાચી શ્રદ્ધા પ્રગટાવવી કે હું તો નિષ્કષાય, નિર્વિકલ્પ, નિર્બન્ધ,
નિરાશ્રય-સ્વાશ્રયી, નિરાલંબન-સ્વાવલંબી, અનંત આનંદમય શુદ્ધ ચેતન તત્ત્વ છું.” આવી શ્રદ્ધા મુજબ ૧ અંદરમાં પોતાને પ્રતીતિ થાય તેવી પોતાની આત્મદશા કેળવવી. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વારંવાર
યાદ કરવું. ‘હું શુદ્ધાત્મા છું - આવી જાગૃતિ વિષય-કષાયના તોફાન વખતે પણ ટકવી જોઈએ. તે સમયે પોતાના નિષ્કષાય, નિર્વિકાર શુદ્ધ સ્વરૂપને યાદ કરીને વિષય-કષાયથી અંદરમાં છૂટા પડી જવા જોમ કરવું. આ અભ્યત્તર પુરુષાર્થમાં સતત સર્વત્ર લીન રહેવું. થોડો પુરુષાર્થ કરીને અટકી ન જવું.
જ ઈષ્ટાનિષ્ટ કલ્પનાને સાક્ષીભાવે માત્ર જાણીએ જ (૧૨) સાધકદશામાં વર્તતા જીવને પણ અનાદિકાલીન સહજમળ (= આત્મસ્વભાવવિરોધી બળ), કર્મોદય, અનુપયોગાદિ સ્વરૂપ પ્રમાદ, ભવિતવ્યતા, કાળ વગેરેના જોરદાર ધક્કાથી ઈષ્ટ-અનિષ્ટપણાની કલ્પના તો ઊભી થઈ જાય. પરંતુ સાધક તે કલ્પનાથી મૂઢ ન બને. તેમાં પોતાના અસંગ સાક્ષીભાવને સાધક ટકાવી રાખે. તેમાં તે બિલકુલ મોહાઈ ન જાય, ખેંચાઈ ન જાય, તન્મય થઈ ન જાય, રંગાઈ ન જાય, ભળી ન જાય. તે સમયે પણ તે કલ્પના પ્રત્યે વૈરાગ્યભાવ, ઉદાસીનતા ટકાવીને તે ઈષ્ટ -અનિષ્ટપણાની કલ્પનાને કર્મસત્તાના નાટક તરીકે જાણવાની-જોવાની પોતાની સ્વતંત્રતાને સાધક ભગવાન ન ગુમાવે. કર્મથી પોતાની સ્વતંત્રતાને માન્યતામાં ઊભી કરીને, ટકાવીને, ઈષ્ટાનિષ્ટપણાની કલ્પનાને