________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૯/૨)]
ગુરુ પાસઇ શીખી, અર્થ એહના જાણી, તેહનઈ એ દેજ્યો જેહની મતિ નવિ કાણી; લઘુનઇ નય દેતાં હોઇ અર્થની હાણી, યોગદૃષ્ટિસમુચ્ચયે એહવી રીતિ વખાણી ।।૧૬/૨ા (૨૬૮)
એટલા માટે સદ્ગુરુ પાસે = ગીતાર્થ સંગે, (શીખી) એહના અર્થ (જાણી=) સમજીને લેવા, જિમ ગુરુઅદત્ત એ દોષ ન લાગઈ. શુદ્ધ વાણી, તે ગુરુસેવાઈ પ્રસન્ન થાઇ. તેહને – તેહવા પ્રાણીનેં, એ શાસ્ત્રાર્થ (દેજ્યો =) આપવો, જેહની મતિ કાણી = છિદ્રાળી ન હોઈ. છિદ્રસહિત જે પ્રાણી તેહને સૂત્રાર્થ ન દેવો.
=
કાણું ભાજન, તે પાણીમાં રાખીઈ તિહાં સુધી ભર્યું દિસઇ, પછે ખાલી થાઈ. અને લઘુને પણિ નયાર્થ દેતાં અર્થની હાણી (હોઈ=) થાઈ.
તે માટે સુરુચિ જ્ઞાનાર્થિને જ દેવો પણ મૂર્ખને ન જ દેવો. એહવી રીત યોગદૅષ્ટિસમુચ્ચય ગ્રન્થે વખાણી છઇ વર્ણવી છઈ હરિભદ્રસૂરિજીયે. ૧૬/૨/ परामर्शः
=
-
गुरुगमत एतदर्थो ज्ञेयो निश्छिद्रेभ्यो देयोऽयम् । तुच्छदानेऽर्थहानि: योगदृष्टिसमुच्चय उक्ता । ।१६/२॥
૪૮૯
- પ્રસ્તુત પ્રબંધના અર્થને ગુરુગમથી જાણવો અને નિશ્ચિંદ્રમતિવાળા જીવને પ્રસ્તુત ગ્રંથનો અર્થ આપવો. ‘તુચ્છ પ્રકૃતિવાળા જીવને પ્રસ્તુત પ્રબંધના અર્થને આપવામાં આવે તો અર્થની હાનિ એ આ પ્રમાણે યોગદૅષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે. (૧૬/૨)
થાય'
ધ્યા
અધ્યયનક્ષેત્રે ઉત્સર્ગ-અપવાદનો વિચાર
Col
રા
સ
♦ પુસ્તકોમાં ‘સમુચ્ચય' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ♦ તેમાં પાણી રાખઈ. ભા
કે ઉપનય :- પોતાની જાતે શાસ્ત્ર વાંચવાના બદલે ગુરુગમથી શાસ્ત્રોને ભણવા ઉત્સર્ગમાર્ગ છે. આ મૂળભૂત માર્ગ છે. પરંતુ મુદ્રણનો જમાનો આવ્યા પછી યોગ્ય જીવોને ગુરુ ભગવંતો એ.
સામે ચાલીને તે તે શાસ્ત્રો જાતે વાંચવાની રજા આપતા પણ દેખાય છે. આ ઉત્સર્ગમાર્ગ નથી પણ
અપવાદમાર્ગ છે. આ અપવાદમાર્ગે ભણતા શિષ્યોએ પોતાના શંકિત અર્થને ગુરુ પાસે નિઃશંકિત બનાવવા જોઈએ. તથા અનુપ્રેક્ષા કરવા દ્વારા પોતાને સ્ફુરેલા નવા પદાર્થને પણ ગુરુ મહારાજને જણાવવા દ્વારા યો તેને ગુરુગમથી વધારે સ્પષ્ટ અને અસંદિગ્ધ બનાવવા જોઈએ. આમ ઔત્સર્ગિક કે આપવાદિક માર્ગે શાસ્ત્રાભ્યાસ કરતા વર્તમાનકાલીન આત્માર્થી જીવોએ ઉપરોક્ત રીતે જ્ઞાનનું પરિણમન કરી યોગ્ય જીવ સુધી શાસ્ત્રીય પદાર્થોને પહોંચાડવાની પોતાની જવાબદારીને અદા કરવામાં ક્યારેય પણ કંટાળો રાખવો
]]