________________
४८८
[ અધ્યાત્મ અનુયોગ સહિત
• અધ્યાત્મ અનુયોગ છે
% લોકભાષામાં રચનાનું પ્રયોજન , શ્લોકાર્થ:- આત્માર્થી જીવ માટે પ્રાકૃત ભાષામાં આ પ્રબંધ ઉત્સાહથી રચેલો છે. આમાં મિથ્યાદષ્ટિની મતિ મૂઢ થઈ જાય છે. જ્યારે સમ્યગ્દષ્ટિને તો આ વાણી સાકર જેવી મીઠી લાગે છે. (૧૬/૧)
# શાસ્ત્રવચનો મધુરા લાગવા અઘરા # આધ્યાત્મિક ઉપનય - “શાસ્ત્રવચનો મિથ્યાષ્ટિને વ્યામોહકારક હોય છે, સમ્યગ્દષ્ટિને માધુર્યદાયક વ્યા હોય છે' - આવું જાણી આપણને પ્રમાણભૂત શાસ્ત્રવચનો મધુર લાગે તેવી ભૂમિકાને આપણે તૈયાર
કરવી. બીજાને લાગુ પડતા શાસ્ત્રવચનો ગમવા સહેલા છે. પરંતુ પોતાને લાગુ પડે તેવા શાસ્ત્રવચનો £d ગમવા અઘરા છે. તપ કરવાની રુચિ ન ધરાવનાર જીવને “સાધુએ રોજ એકાસણું કરવું જોઈએ -
આવું દશવૈકાલિકસૂત્રનું વચન ગમવું અઘરું છે. વૈયાવચ્ચ ન કરનાર આળસુ જીવને “વૈયાવચ્ચે અપ્રતિપાતી ગુણ છે – આવું પૂર્વોક્ત (૧૫/૧-૬) ઓઘનિયુક્તિ તથા પુષ્પમાલા ગ્રંથનું વચન આનંદદાયક બનતું નથી. પ્રમાદી અને પ્રમાદની રુચિ ધરાવનાર એવા જીવને “પ્રમાવો મૃત્યુ - આ અધ્યાત્મોપનિષદ્ (અજૈનગ્રંથ) ગ્રન્થના વચન ઉપર જલદીથી વિશ્વાસ બેસતો નથી. ઉશ્રુંખલ મતિવાળા જીવને “સાજ્ઞા વાં ગુન્ વિવારળીયા' - આ રઘુવંશ કાવ્યનું વચન પ્રાયઃ ગમતું નથી. માયાવી જીવને “માયા એ વા તો મોક્ષરૂપી વેલડીને બાળનારી આગ છે' - આવું અધ્યાત્મસાર શાસ્ત્રનું વચન સાંભળીને આનંદ થતો નથી.
Sિ આત્મજાગૃતિના બળથી મોક્ષ સુલભ છે આવું આપણા જીવનમાં બની ન જાય તેની જાગૃતિ રાખવી. તથાવિધ આત્મજાગૃતિના બળથી વૈરાગ્યકલ્પલતામાં સાબિત કરેલ સિદ્ધસુખ સુલભ બને. ત્યાં સિદ્ધાત્મામાં સુખની સિદ્ધિ કરવા માટે જણાવેલ છે કે “સિદ્ધોને દેહધારણ કરવા સ્વરૂપ જન્મ નથી હોતો. જન્મસ્વરૂપ કારણ ન હોવાથી તેના કાર્યભૂત ઘડપણ અને મોત પણ તેઓને નથી હોતા. જન્મ-જરા-મરણનો અભાવ હોય ત્યારે રોગ -શોક-ભૂખ-તરસ આદિ સર્વ દુઃખનો ઉચ્છેદ થાય છે. તેથી સિદ્ધોને સુખ હોય છે.” (૧૬/૧)