________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
૪૯૦
નહિ. તથા કલિકાળના જડ-વક્ર એવા જીવોને જોઈને હતાશ થવાના બદલે, તેમના દોષો દૂર થાય તેવા પ્રકારની વ્યક્તિગત પ્રેરણા કરી, તેમની યોગ્યતાને વિકસાવી તે તે ભૂમિકાને યોગ્ય એવા તે તે ગ્રંથોને ભણાવવાની ઉદારતા પણ ગુરુ ભગવંતે અવશ્ય કેળવવી જોઈએ.
દૈ
* માચાવીને માયા છોડાવવી
t
તેથી જે શિષ્ય અવિનીત હોય તેને વિનીત કરવા માટે ગુરુએ પ્રયત્ન કરવો. વિગઈ, મીઠાઈ, ફ્રૂટ, ફરસાણ વગેરેમાં આસક્ત એવા શિષ્યને વિગઈ વગેરેની આસક્તિ છોડાવવા માટે ગુરુએ પ્રેરણા કરવી. ઝઘડો કરનાર શિષ્યને ક્ષમા રાખવા, માંગવા અને આપવા માટે ઉત્સાહિત કરવા. તેમજ માયાવી શિષ્યને માયાના નુકસાન સમજાવી, માયા-દંભ-આડંબર-કપટ-બકવૃત્તિ છોડાવવા માટે ઉલ્લસિત કરવા. આ રીતે અયોગ્ય શિષ્યને યોગ્ય બનાવી તે તે અવસરે તેવા તેવા ગ્રંથોનો અભ્યાસ ગુરુએ કરાવવો. * ....તો શ્રુતપરંપરા અવિચ્છિન્ન બને
ટ
.
જો પોતાના અધિકાર-પદ-સત્તા વગેરે તરફ નજરને રાખવાના બદલે કર્તવ્યપાલન તરફ ગુરુવર્ગ -વડીલવર્ગ પોતાની દૃષ્ટિને કેન્દ્રિત કરે તથા આશ્રિતવર્ગ પણ ગુરુ, વિદ્યાગુરુ વગેરેની ભક્તિ, વિનય વગેરેમાં ઉલ્લસિત બની શાસ્ત્રાભ્યાસ કરે તો શ્રુતની પરંપરા અવિચ્છિન્ન બને. આ રીતે શ્રુતપરંપરાને અખંડ બનાવવાનો આધ્યાત્મિક સંદેશ અહીં સહુ કોઈએ પોતપોતાની ભૂમિકામાં રહીને ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રુતપરંપરાને અખંડ બનાવવાથી શ્રાવકપ્રજ્ઞપ્તિમાં તથા સંવેગરંગશાલામાં દર્શાવેલ સિદ્ધસુખ સુલભ બને. ત્યાં જણાવેલ છે કે ‘(૧) રાગાદિનો અભાવ હોવાથી, (૨) જન્માદિનો અસંભવ હોવાથી તથા, (૩) પીડાનો વિરહ હોવાથી ખરેખર સિદ્ધ ભગવંતો પાસે શાશ્વત સુખ રહેલું છે.’ (૧૬/૨)