________________
૪૬૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત : તાત્ત્વિક પ્રથમ ગુણસ્થાનને સમજીએ : તેથી જ ત્યારે જીવમાં તાત્ત્વિક પ્રથમ ગુણસ્થાન કહેવાય છે. આ જ અભિપ્રાયથી ગુણસ્થાનકક્રમારોહ ગ્રંથમાં શ્રીરનશેખરસૂરીશ્વરે જણાવેલ છે કે “(શત્રુ સ્વરૂપે) વ્યક્ત થયેલા મિથ્યાત્વની બુદ્ધિ મળવી એ “ગુણસ્થાનક' તરીકે કહેવાય છે.” મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે આ અંગે કાત્રિશિકા પ્રકરણમાં એક મહત્ત્વપૂર્ણ વાત જણાવી છે. તેનું પણ અહીં અનુસંધાન કરવા જેવું છે. ત્યાં જણાવેલ છે કે “અન્ય ગ્રંથમાં (ગુણસ્થાનક ક્રમારોહ ગ્રંથમાં) “મિથ્યાત્વગુણસ્થાનક' શબ્દના પ્રવૃત્તિનિમિત્તસ્વરૂપે જે વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિની પ્રાપ્તિ કહેવાય છે, તે આ મિત્રાદષ્ટિ જ છે.” અમે ઉપર જે નિરૂપણ કરેલ છે, તેને લક્ષમાં રાખવાથી ઉપરોક્ત બન્ને શાસ્ત્રપાઠને સમજવા સહેલા થશે.
૪ મિથ્યાત્વને મૂળમાંથી કાઢવાના સાધનોને પકડીએ ૪ 3 મિત્રાદષ્ટિ મળે તે પૂર્વે, પગમાં ઊંડે ખૂંચી ગયેલા કાંટાની જેમ આત્મામાં ઊંડે ખૂંચી ગયેલ મિથ્યાત્વ
સ્પષ્ટપણે પકડાતું નથી. તેથી જ તો તે મિથ્યાત્વને શાસ્ત્રકારો શલ્ય તરીકે ઓળખાવે છે. પૂર્વે આત્મામાં !મિથ્યાત્વ હોવા છતાં તે જણાતું જ ન હતું. તો પછી પોતાના ઘોર શત્રુસ્વરૂપે મિથ્યાત્વને ઓળખવાની તો વાત ત્યારે અત્યંત દૂર રહી જાય છે. તેથી જ મિત્રા યોગદષ્ટિ મળે તે પૂર્વે મિથ્યાત્વ શલ્યરૂપે જાણવું.
તથા મિત્રાયોગદષ્ટિ મળ્યા બાદ ગ્રંથિભેદ ન થાય ત્યાં સુધી ઘોરશત્રુરૂપે જણાતું મિથ્યાત્વ એ ગુણસ્થાનક રએ સ્વરૂપે જાણવું. અથવા તો પોતાના અંદરમાં રહેલા મિથ્યાત્વનું ઘોરશત્રુરૂપે જે પરિણતિસ્વરૂપ જ્ઞાન થાય, . તે જ મિથ્યાત્વગુણસ્થાનક સમજવું. તેથી મિત્રા નામની પ્રથમ યોગદષ્ટિનો ઉદય થાય તેના પૂર્વ કાળમાં
તો મિથ્યાત્વ મૂળમાંથી ઉખડે તેવો પ્રયત્ન શક્ય જ નથી. શત્રુ જ્યાં સુધી ઘોર શત્રુસ્વરૂપે ન ઓળખાય યો કે મિત્ર તરીકે ઓળખાય ત્યાં સુધી તેનો મૂળમાંથી ઉચ્છેદ કરવો શક્ય નથી જ. મિત્રા, તારા, બલા, દીપ્રા નામની પ્રથમ ચાર યોગદષ્ટિઓ મળે ત્યારે જ દ્રવ્યદૃષ્ટિપરિણમનના પ્રભાવે તેવો પ્રયાસ શક્ય બને.
ગીરવે મૂકેલ કેવળજ્ઞાનને છોડાવીએ . તે આ પ્રમાણે સમજવું. મિત્રા વગેરે પ્રાથમિક ચાર યોગદષ્ટિઓ જ્યારે વિદ્યમાન હોય, ત્યારે નિજ શુદ્ધસ્વભાવમાં અત્યંત ઝડપથી ઠરી જવાની ઝંખના કરતા સાધક ભગવાન એકાન્ત અને મૌન સેવે છે. લોકસંજ્ઞાત્યાગ કરી નિરર્થક પ્રવૃત્તિનો પણ પરિહાર કરે છે. મૂળભૂત આત્મસ્વભાવનું નિરંતર તે નિરીક્ષણ કરે છે. તથા પોતાના અંતરંગ વર્તમાન ભાવોનું પરીક્ષણ પણ કરે છે. આત્મલક્ષે સ્વાધ્યાય કરે છે. અનાદિ કાળથી બંધાયેલી પોતાની જાતને આ જ ભવમાં અત્યંત ઝડપથી છોડાવવા માટે તે તત્પર બને છે. કર્મસત્તાને ત્યાં ગીરવે મૂકેલ કેવલજ્ઞાનને અત્યંત જલ્દીથી છોડાવવા માટે તે તલસે. છે. પોતાની પ્રકૃતિને તે શાંત કરે છે. પ્રત્યેક કાર્યને તે આકુળ-વ્યાકુળ ચિત્તથી કરવાના બદલે ધીરજથી શાંત ચિત્તે કરે છે. તે આત્મસ્વભાવગ્રાહક પ્રજ્ઞાને પ્રગટાવે છે. ચરમ યથાપ્રવૃત્તકરણ તે સમયે પ્રવર્તતું હોય છે. તેવા અવસરે સ્વાનુભવસંપન્ન યોગીનો પ્રાયઃ તેને ભેટો થાય છે. આવા તમામ પરિબળોના સામર્થ્યથી ત્યારે જેમ જેમ સાધક ભગવાનમાં દ્રવ્યદૃષ્ટિ = શુદ્ધાત્મદ્રવ્યગ્રાહક દષ્ટિ પરિણમતી જાય, તેમ તેમ તે દ્રવ્યદૃષ્ટિ સાધક પ્રભુમાં મિથ્યાત્વને મૂળમાંથી ઉખેડી નાંખવાનું પ્રણિધાન કરાવે છે અને તેને મૂળમાંથી ઉખેડે છે.