________________
૪૫૯
* દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧પ/૧-૮)]
હરખાય છે કે “હવે આ જીવને રસલોલુપ બનાવીને હું તેને મારા અદશ્ય બંધનમાં બાંધીશ, ભવભ્રમણ કરાવીશ.”
(૨) પણ ભોજન સમયે સાધક એમ વિચારે કે “હમણાં શરીરને ટેકો આપી દઉં. કાલથી તો અટ્ટમ કરીને શરીરનો પૂરેપૂરો કસ કાઢીશ. વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિહાર વગેરે યોગોના માધ્યમથી મોક્ષમાર્ગે આગળ વધીશ. ચાર મીઠાઈની જરૂર નથી. એક મીઠાઈથી ચાલશે. ફરસાણની તો બિલકુલ આવશ્યક્તા નથી.” આવું થાય તો કાંઈક અંશે કર્મસત્તા છેતરાઈ કહેવાય.
(૩) તથા ભોજનના અવસરે શાંત-વિરક્ત ચિત્તથી સાધક ભગવાન એવું અંદરમાં પ્રતીત કરે કે “ભોજનના પુગલોથી દેહપુગલો પુષ્ટ થાય છે. એમાં મારે શું હરખ-શોક કરવાનો ? હું તો અનાદિથી અણાહારી છું. દગાબાજ દેહને પુષ્ટ કરવામાં મને શો લાભ ? શરીર ખાય કે ન ખાય તેમાં મને શું લાગે વળગે ? મને તો રત્નત્રયના નિર્મળ પર્યાયોથી જ પુષ્ટિ મળે. શુદ્ધ ચેતનાનો ખોરાક મને એ ક્યારે મળશે? કેવી રીતે મળશે?' આ અંગે વધુ જાણકારી મેળવવા જુઓ - અમે બનાવેલ “સંવેદનની સરગમ' પુસ્તક-ત્રીજી આવૃત્તિ-પૃષ્ઠ ૮૫ થી ૯૯. આ રીતે શાંત-વિરક્ત ચિત્તે આશયશુદ્ધિથી સાધક પ્યા પ્રભુ પરિણમી જાય તો મિથ્યાત્વમોહનીય મૂળમાંથી ઉખડવા માંડે, કર્મસત્તા પલાયન થઈ જાય. *
પરંતુ આ બધું હોઠથી નહિ પણ હૃદયથી થવું જોઈએ. આદ્ર અંતઃકરણથી આવો પુરુષાર્થ ઉપડવો જોઈએ. તો જ દ્રવ્યદૃષ્ટિનું બળ મળે. સાધક આત્માની દ્રવ્યદૃષ્ટિમય સ્થિતિ-પરિણતિ હકીકતરૂપે જોઈએ. એ તો આત્માનું કામ થઈ જાય.
જ વ્યક્ત મિથ્યાત્વને ઓળખીએ ક્ષ શ્રીહરિભદ્રસૂરિવરે યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથરાજમાં બતાવેલી મિત્રાદષ્ટિ જ્યારે ભદ્રપરિણામી જીવમાં યો પ્રગટે ત્યારથી દ્રવ્યદૃષ્ટિનું પરિણમન તે જીવમાં શરૂ થાય છે. સાધક પ્રભુમાં પરિણમતી એવી દ્રવ્યદૃષ્ટિ આત્મામાં રહેલ મિથ્યાત્વ એ જ આત્માનો ઘોર શત્રુ છે' - તેવું વ્યક્ત કરે છે, જણાવે છે. દેહ, ઈન્દ્રિય, મન વગેરેમાં આત્મબુદ્ધિ તથા દુઃખાત્મક ભોગાદિમાં સુખબુદ્ધિ...' વગેરે સ્વરૂપ મિથ્યામતિ -મિથ્યાષ્ટિ-મિથ્યાશ્રદ્ધા જ આત્માનું ઘોર નિકંદન કાઢનાર છે - આ પ્રમાણે મિત્રાદષ્ટિની હાજરીમાં સૌપ્રથમ વખત સાધક જીવને અંદરમાં સમજાય છે.
મિત્રાદષ્ટિ પૂર્વે જે મિથ્યાત્વ હોય છે, તે દોષસ્થાનક બને છે. મિત્રાદષ્ટિકાળે દોષરૂપે ઓળખાતું જે મિથ્યાત્વ હોય છે, તે ગુણસ્થાનક બને છે. તેની પૂર્વે જીવ ગુણઠાણામાં નહિ પણ દોષના ખાડામાં જ હતો. તેથી ત્યારે જીવ મિથ્યાત્વને દોષરૂપે જાણી જ શકતો ન હતો. જીવની નજરમાં તે મિથ્યાત્વ પકડાતું ન હતું. મિત્રાદષ્ટિ આવે એટલે મિથ્યાત્વ શત્રુસ્વરૂપે વ્યક્ત થાય છે, દોષસ્વરૂપે ઓળખાય છે. પોતાના દોષને દોષસ્વરૂપે ઓળખવો, સ્વીકારવો એ જ સૌ પ્રથમ મહત્ત્વનો ગુણ છે. આવો ગુણ આવે એટલે ગુણની પ્રાપ્તિ, રક્ષા, શુદ્ધિ, વૃદ્ધિ થવાની યોગ્યતા જીવમાં આવે. તેથી જ મિથ્યાત્વ તે સમયે હાજર હોવા છતાં દોષનો દોષ તરીકે બોધ-સ્વીકાર-શ્રદ્ધા કરવા સ્વરૂપ ગુણ એ “ગુણસ્થાનક' તરીકે શાસ્ત્રકારોને માન્ય છે. પ્રસ્તુતમાં મિથ્યા એ “ગુણસ્થાનક' તરીકે માન્ય નથી. પરંતુ મિત્રા વગેરે દષ્ટિને ધરાવનાર સાધકને મહાદોષ સ્વરૂપે મિથ્યાત્વનું જે નિર્કાન્ત જ્ઞાન થાય છે, તે જ ગુણસ્થાનક સ્વરૂપે શાસ્ત્રકારોને સંમત છે. ગુણસ્થાન = સાનુબંધ એવા ગુણોની ઉત્પત્તિનું સ્થાન.