________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૫/૧-૮)]
૪૬૧
ૐ મિથ્યાત્વોચ્છેદ માટે મરણિયા બનીએ
દ્રવ્યદૃષ્ટિપરિણમનના પ્રતાપે આત્માર્થીને ખ્યાલ આવે છે કે “બહારમાં = બાહ્ય વિષયોમાં સુખની દૃષ્ટિ-રુચિ-શ્રદ્ધા-આસ્થા એ મિથ્યાત્વનું જ એક સ્વરૂપ છે. તે મિથ્યાત્વ મારા મૌલિક શુદ્ધચૈતન્યસ્વભાવને દબાવે છે. શાસ્ત્રાધારે, સત્સંગપ્રભાવે અને આંશિક સ્વપ્રતીતિના આધારે જણાય છે કે મારો મૂળ સ્વભાવ આકુળતા-વ્યાકુળતા વગરનો છે. નીરવ, નિઃસંગ, નિરાલંબન અને નિરુપાધિક છે. મારો મૂળસ્વભાવ શાંત-પ્રશાંત-ઉપશાંત છે. અનન્ત આનંદનો મહોદિધ મારામાં જ રહેલો છે. આનંદ મેળવવા માટે મારે એ બહારમાં ભટકવાની જરૂર નથી. બાહ્ય વસ્તુ-વ્યક્તિ પાસે સુખની ભીખ માગવાની મારે બિલકુલ ધ્યા આવશ્યકતા નથી. પરંતુ અનન્ત આનંદમય મારા શુદ્ધ ચૈતન્યસ્વભાવને ઘોર મિથ્યાત્વ દબાવી રહ્યું છે. ‘બહારમાં સુખ મળશે' - તેવી મિથ્યા શ્રદ્ધા મારી અંતર્મુખપરિણતિને હણે છે. બાહ્ય સાધનો દ્વારા ( સુખને મેળવવાની અને ભોગવવાની અતૃપ્ત મનોદશાથી વણાયેલું મિથ્યાત્વ મારી જ્ઞાનગર્ભિત વૈરાગ્યપરિણતિને ખતમ કરે છે. તેથી મિથ્યાત્વ એ જ મારો ઘોર શત્રુ છે. અનાદિ કાળથી ભવચક્રમાં મને પીલી-પીલીને, પીસી-પીસીને તેણે દુઃખી કર્યો છે. ભયંકર નુકસાન કરનારા આ મિથ્યાત્વને મારે મૂળમાંથી ઉખેડી જ નાંખવું છે. આ કાર્યમાં વિલંબ મને પાલવે તેમ નથી. મિથ્યાત્વના ઉચ્છેદ માટે મરણિયો થઈને મચી પડવું છે” – આવું પ્રણિધાન આત્માર્થી યોગીમાં ઉત્પન્ન કરીને તે દ્રવ્યદૃષ્ટિ તે યોગીમાંથી મિત્રાદિદૃષ્ટિવાળા સાધકમાંથી મિથ્યાત્વને મૂળથી ઉખેડીને ફેંકી દે છે.
અ
....તો પુનર્જન્મપરંપરા અટકે
–
ગ્રંથિભેદ થયા પછી પણ તે દ્રવ્યદૃષ્ટિને આદરભાવે ઉત્સાહપૂર્વક અનુસરવામાં આવે તો જ દ્રવ્યલોકપ્રકાશમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ નજીક આવે. ત્યાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ જણાવેલ છે કે ‘સિદ્ધ ભગવંતો રોગ, મૃત્યુ, ઘડપણ વગેરેની પીડા વગરના છે. કર્મબંધનના કારણો (મિથ્યાત્વાદિ) ન હોવાથી તેઓનો પુનર્જન્મ થતો નથી. બીજ બળી જાય તો અંકુરો ન ઉગે તેમ કર્મબીજ બળી જવાથી તેમને ફરીથી જન્માદિની પરંપરા ઊભી થતી નથી.' (૧૫/૧-૮)
:- આ રીતે પ્રાસંગિક રીતે ગ્રંથકારશ્રીએ આઠ શ્લોક દ્વારા જ્ઞાનનો મહિમા જણાવેલ છે તથા પંદરમી શાખાની ભૂમિકાને તૈયાર કરેલ છે.
યો
છે.