________________
10
• અનુષ્ઠાનમાં ૨૫ પ્રકારની શુદ્ધિ.
• પ૬ પ્રકારના વિશિષ્ટ યોગફળ. સમકિતના ૨૨ લક્ષણો તથા ૬૮ બોલ (= પદ). • સ્વ-પરગીતાર્થતાની ઉપલબ્ધિ. • ભાવસાધુના ૨૭ ગુણો, ૭ લિંગ, ૫ ચેષ્ટા. - ધર્મદેશના અધિકાર. • ઉન્મનીભાવ-મહાસામાયિક આદિનો પ્રાદુર્ભાવ. • ઈન્દ્રિય-મનોવિજય માર્ગ • કેવળજ્ઞાનલાભની ભૂમિકા-પ્રક્રિયા.. વગેરે. • ૧૬ પ્રકારે નિજસ્વરૂપની વિચારણા. • દસ આખી આધ્યાત્મિક A-B-C-D નું આલેખન. • અનંતા રજોહરણ નિષ્ફળ જવાના મુખ્ય ૪૦ કારણો. • ગ્રંથિભેદ સાધનામાં આવતા વિશ્રામસ્થાનોનું અતિક્રમણ.
ગ્રંથિભેદમાં સહાયક ૩ પ્રકારના કરણ વખતે આત્માની અવસ્થા. • વિવિધ પ્રકારની કાળલબ્ધિના માધ્યમે ત્રણ અવંચક્યોગની સ્પર્શના. • માર્ગાભિમુખ, માર્ગાનુસારી, માર્ગપતિત અવસ્થામાં જીવની આંતર દશા. • મહાનિશીથસૂત્ર-સમરાદિત્યકથા વગેરે ગ્રંથો મુજબ સમકિત પ્રાપ્તિનો માર્ગ.
• દેશવિરતિધરના ૨૧ ગુણો, ક્રિયાસંબંધી ૬ લક્ષણો અને ભાવસંબંધી ૧૭ લક્ષણો. ભ ઢાળ-૧૭
અહીં પોતાના ઉપકારી મહાપુરુષોના ગુણાનુવાદ કરવા દ્વારા પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરીને તથા સ્વકલ્યાણમાં આધારભૂત સદ્ગુરુવર્ગની સર્વોપરિતાની સ્પષ્ટતા કરવા સાથે માંગલિક અને મહત્ત્વપૂર્ણ હિતશિક્ષા ફરમાવીને મહોપાધ્યાયજીએ પ્રસ્તુત ગ્રંથનો અફલાતૂન ઉપસંહાર કરેલ છે. • શાસનસેવા-રક્ષાની ભૂમિકા
• આચાર્યપદવીની યોગ્યતા. • ગુરુગુણાનુવાદના ૧૨ લાભ
ભવની ૬ વિશિષ્ટતા. • (મોટા નહિ પણ) મહાન બનવાના ઉપાય. • નિયવિજય મહારાજની ૭ હિતશિક્ષા. • તાત્ત્વિક ગુરુકૃપાની ઓળખ.
• તાત્ત્વિક ગુરુભક્તિથી સ્વાનુભૂતિ. • ગુરુદેવ - એકમાત્ર આધાર... વગેરે.
આ રીતે પ્રસ્તુત શાસ્ત્રનું મંથન અને ચિંતન કરતાં પ્રભુપ્રસાદરૂપે જે આંતરિક આનંદ મળ્યો, તેને “ગમતાનો ગુલાલ કરીએ” એ ભાવથી વહેંચવાનો આ નમ્ર પ્રયાસ દેવ-ગુરુ કૃપાથી થયેલ છે.
• પરિશિષ્ટો અંગે સમજ - પ્રસ્તુત દ્વિતીય ભાગના અંતે સપ્તર્ષિના સાત તારા જેવા સાત પરિશિષ્ટો મૂકવામાં આવેલ છે. તેની વિગત નીચે મુજબ છે. પરિશિષ્ટ - ૧ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ'ની ૨૮૫ ગાથાઓનો અકારાદિક્રમથી નિર્દેશ કર્યો છે. પરિશિષ્ટ - ૨ ટબામાં જે ગ્રંથોના ઉદ્ધરણો લીધા છે, તે ગ્રંથોના નામની યાદી આપેલ છે. પરિશિષ્ટ - ૩ ટબામાં ઉદ્ધત સંદર્ભોનો અકારાદિક્રમથી ઉલ્લેખ કર્યો છે. પરિશિષ્ટ - ૪ ટબામાં નિર્દિષ્ટ ગ્રંથકાર-વાદી-વ્યક્તિવિશેષના નામને દર્શાવેલ છે.