________________
11
૦ અધ્યાત્મનું અતુટ અનુસંધાન . પરિશિષ્ટ - ૫ રાસ+ટબાના દેશી શબ્દોના અર્થઘટન માટે ઉપયુક્ત ગ્રંથોની નામાવલી બતાવી છે. પરિશિષ્ટ - ૬ ટબામાં આવેલા સંદર્ભ ગ્રંથોના જરૂરી સંકેતોની સૂચિ જણાવી છે. પરિશિષ્ટ - ૭ ‘દ્રવ્યાનુયોગપરામર્શ'ના ૨૮૯ શ્લોકોનો અકારાદિકમથી ઉલ્લેખ કર્યો છે.
• મહોપાધ્યાયજીની મહાનતા મપાય નહિ , જિનશાસન પ્રત્યેની વફાદારીને રક્તના પ્રત્યેક બુંદમાં પ્રતિષ્ઠિત કરનારા, તારક તીર્થકર ભગવંતો પ્રત્યેના ભવ્ય ભક્તિભાવને રૂંવાડે રૂંવાડે પ્રગટાવનારા, ગરવા ગુરુતત્ત્વ પ્રત્યેના સમર્પણભાવને પ્રત્યેક આત્મપ્રદેશમાં પ્રસરાવનારા, જિનોક્ત તત્ત્વજ્ઞાનને પોતાના સમગ્ર અસ્તિત્વમાં સમ્યક્મણે પરિણમાવનારા, પોતાના જીવનની પ્રત્યેક પળને તથા લોહીના હર બુંદને જિનશાસનની સેવામાં વાપરવા માટે થનગનતા એવા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાના અગણિત ગુણો અને ઉમદા ઉપકારો તો ગણ્યા ગણાય નહિ, કહ્યા કહેવાય નહિ, લખ્યા લખાય નહિ, દિલમાં સમાય નહિ. તેમાંથી શું આલેખું ? અને શું ન આલેખું? મારી કલમમાં સામર્થ્ય નથી, શબ્દોમાં શક્તિ નથી, ક્ષયોપશમનો એવો ઉઘાડ નથી કે એમની ગૌરવવંતી જીવનગાથા-ગુણગાથા-યશોગાથા હું ગાઈ શકું. તેઓશ્રી પ્રત્યે કૃતજ્ઞતાથી અંતરમાં ઉછળતા ભાવોની અભિવ્યક્તિ કરવા માટે હું પામર છું. તેમ છતાં હું એટલું જરૂર કહી શકીશ કે મારા મનમંદિરમાં બિરાજમાન અને શ્રદ્ધાસ્વરૂપ હૃદયવેદિકા ઉપર અચલપણે પ્રતિષ્ઠિત એવા મહોપાધ્યાયજી મહારાજે પ્રસ્તુત સર્જનયાત્રા દરમ્યાન મને માત્ર અમીછાંટણાથી નહિ પરંતુ મુશળધાર અનુગ્રહવૃષ્ટિથી સતત ભીંજવી દીધો છે, મારી લેખનીમાં પ્રાણ પૂર્યા છે. તેથી જ આ અશક્ય કાર્ય પણ શક્ય બનેલ છે. તેઓશ્રી પ્રત્યે હું સદાય ઋણી રહીશ. નિકટના ઉપકારી વર્તમાનકાલીન ગુરુજનો પ્રત્યે પણ આ અવસરે કૃતજ્ઞભાવે હૈયું ઝૂક્યા વિના રહેતું નથી.
અંતે, અનક્ષરની યાત્રામાં સહાયભૂત એવા આ ગ્રંથરાજના અક્ષરદેહના સંપાદનાદિમાં સહાયક સર્વે સંયમીઓનું તથા શ્રાવકોનું ફરીથી ઋણસ્વીકાર કરું છું. તથા તેમની શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના કરું છું.
અધ્યાત્મ અનુયોગથી ગર્ભિત પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના માધ્યમથી આત્માર્થી વાચકો સ્વાનુભૂતિના ચિદાકાશમાં વહેલી તકે ઉડ્ડયન કરી કાયમી ધોરણે સિદ્ધશિલામાં સંપ્રતિષ્ઠિત થાય એવી સદ્ભાવના...
તરણતારણહાર જિનાજ્ઞા વિરુદ્ધ જાણતા-અજાણતાં મારાથી કાંઈ પણ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્. પોષ વદ - ૫, વિ.સં. ૨૦૬૯, આચાર્યદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ગણીપદના નવમા વર્ષમાં મંગલપ્રવેશ દિન. પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજનો શ્રી પાર્શ્વ વલ્લભ ઈન્દ્રધામ તીર્થ, કચ્છ.
શિષ્યાણ પંન્યાસ યશોવિજય. | | ત્વમેવ મર્દન ! શરdi પ્રપદ્ય || | જિનશાસન ! શર મમ || || શ્રીપુરુતત્ત્વ શર મમ ||
પરમાર: શરણં મમ | . બિનશા શરણં મમ ||