________________
૪૧૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત અનુગતકાલકલિત કહિયો, વ્યંજનપર્યાય; વર્તમાન સૂક્ષ્મ તિહાં, અત્યંત પજાય ૧૪/રા (૨૨૮) શ્રી જિન.
જે જેહનો ત્રિકાલસ્પર્શી (= અનુગતકાલકલિત) પર્યાય, તે તેહનો વ્યંજનપર્યાય કહિછે, જિમ ઘટાદિકનઈં મૃદાદિ પર્યાય.
(તિહાંગ) તેહમાં સૂક્ષ્મ વર્તમાન કાલવર્તી અર્થપર્યાય. જિમ ઘટનઈ તત્તëણવર્તી પર્યાય. ૧૪/૨ા.
मर्श:: नानाकालानुगतः व्यञ्जनाभिधानपर्याया।
तत्र ह्यर्थपर्यय: सूक्ष्मो वर्तमानश्चोक्तः।।१४/२।।
જ વ્યંજનપર્યાય-અર્થપાંચની ઓળખ શ્લોકાર્થ:- “વ્યંજન' નામનો પર્યાય અનેક કાળમાં અનુગત છે. તથા ત્યાં સૂક્ષ્મ અને વર્તમાનકાલીન પર્યાય અર્થપર્યાય કહેવાયેલ છે. (૧૪/૨)
છે વ્યંજનપર્યાયનો ઉપયોગ અને સાવધાની છે આધ્યાત્મિક ઉપનય :- વ્યંજનપર્યાયનું શબ્દ દ્વારા પ્રતિપાદન થઈ શકતું હોવાથી તેને સ્થૂલ લોકો આ પકડી શકે છે. તેથી આપણા વ્યંજનપર્યાયોથી આપણે ખૂબ સાવધ રહેવા જેવું છે. “મેં સિદ્ધિતપ-વરસીતપ
-શ્રેણિતપ કર્યો, મેં પાંચસો ગ્રંથ વાંચ્યાં, મેં ઉપધાન કર્યા, મેં નવ્વાણુ યાત્રા કરી ઈત્યાદિ રૂપે આપણા | વ્યંજનપર્યાયોનું નિરૂપણ કરવા જતાં અભિમાનના શિખરે પહોંચી જવાની ઘણી બધી સંભાવના છે. ૨છે જ્યારે બીજાના આવા પ્રકારના વ્યંજનપર્યાયોનું જાહેરમાં નિવેદન કરવાથી નમ્રતા ગુણની પ્રાપ્તિ,
સ્થિરીકરણ, વાત્સલ્ય, ઉપહણા, ગુણાનુરાગ આદિની પ્રાપ્તિ થવાની સંભાવના છે. તેથી આપણા પ્રશસ્ત જે વ્યંજનપર્યાયોને સદા માટે છૂપાવવા દ્વારા ગંભીરતા કેળવવી અને બીજાના પ્રશસ્ત વ્યંજનપર્યાયોને પ્રગટ રી કરવાની ઉદારતા કેળવવી. આ રીતે પોતાના પ્રશસ્ત વ્યંજનપર્યાયોનો રાગ તથા બીજાના અપ્રશસ્ત
વ્યંજનપર્યાયોનો દ્વેષ છોડવો. તથા તેવા રાગથી થનાર પોતાનો અહંકાર અને તેના દ્વેષથી થનારો બીજા આત્માઓ પ્રત્યેનો દ્વેષ પણ ત્યજવો. આમ કરવાથી પર્યાયષ્ટિ શિથિલ બને છે તથા સહજમલની તાકાત ઘટે છે. તેના લીધે શુદ્ધ આત્મદ્રવ્યસંબંધી દૃષ્ટિ-રુચિ-શ્રદ્ધા પ્રગટે છે, પ્રબળ બને છે. તેનાથી વૈરાગ્યેકલ્પલતામાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે. ત્યાં સિદ્ધસ્વરૂપને વર્ણવતાં જણાવેલ છે કે “સર્વ કર્મોથી શૂન્ય સિદ્ધ ભગવંત કેવલજ્ઞાનાદિ અનન્તચતુષ્ટયને ધારણ કરે છે.” (૧૪/૨)
* ધમાં “અનુમત’ અશુદ્ધ પાઠ. 0 મો.(૨)માં “કલિત' પાઠ નથી. પુસ્તકોમાં “સૂષિમ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.