________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૪/૩)]
દ્રવ્ય ગુણઈ બિહું ભેદ તે, વલી શુદ્ધ અશુદ્ધ;
રા
શુદ્ધ દ્રવ્ય વ્યંજન તિહાં, ચેતનનઈ સિદ્ધ ॥૧૪/૩૫ (૨૨૯) શ્રી જિન. તે પ્રત્યેકઈં (બિહું ભેદ=) ૨ પ્રકા૨Û હુઈ. એક દ્રવ્યપર્યાય ૨ ગુણપર્યાય ઈમ ૨ ભેદથી. તે વલી શુદ્ધ પર્યાય- અશુદ્ધ પર્યાય· ભેદથી ૨ પ્રકારે હોઈ. તિહાં શુદ્ધ દ્રવ્યયંજન પર્યાય કહિઈ. ચેતન દ્રવ્યનઈ સિદ્ધપર્યાય *જાણવો, કેવલભાવથી.* ॥૧૪/૩/
સ
परामर्शः
द्रव्य-गुणविभेदात् तौ द्विधा पुनः शुद्धाशुद्धौ द्विधा । चेतनस्य हि सिद्धता शुद्धद्रव्यव्यञ्जनं खलु । ।१४/३ ।।
૪૧૧
* પર્યાયોના અવાન્તર ભેદોનું નિરૂપણ
શ્લોકાર્થ :- દ્રવ્ય અને ગુણ - આમ બે ભેદથી વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એમ બે પ્રકાર બન્નેના જાણવા. વળી, તે શુદ્ધરૂપે અને અશુદ્ધરૂપે બે પ્રકારે જાણવા. ચેતન દ્રવ્યનો સિદ્ધપર્યાય શુદ્ધવ્યંજનપર્યાયરૂપે જાણવો. (૧૪/૩)
→ શુદ્ધાત્મદ્રવ્યવ્યંજનપર્યાય પ્રાદુર્ભાવ : ચરમ-પરમ લક્ષ્ય કે
પ્રત્યેક સાધકનું ચરમ અને ૫૨મ ધ્યેય પોતાના શુદ્ધઆત્મદ્રવ્યવ્યંજનપર્યાયને અ પ્રગટાવવાનું છે. (૧) તપ-ત્યાગાદિ બાહ્ય ઉગ્રસાધના, (૨) સમિતિ-ગુપ્તિના પાલનપૂર્વકની ઉગ્ર સંયમચર્યા, (૩) વિધિનું અને જયણાનું અણિશુદ્ધ પાલન, (૪) ચરણિસત્તરનું અને કરણસિત્તરિનું વિશુદ્ધ આચરણ - આ ચારેય પ્રવૃત્તિમાં પોતાની સ્થિર સિદ્ધદશા સ્વરૂપ શુદ્ઘ દ્રવ્યવ્યંજનપર્યાયને વહેલી તકે પ્રગટ કરવાનું મૂળભૂત લક્ષ્ય ચૂકાવું ન જોઈએ. આત્મપ્રશંસા, પરનિંદા, સાંપ્રદાયિક ઝનૂન, પ્રસિદ્ધિની ભૂખ, બહિર્મુખતા, મહત્ત્વાકાંક્ષા, લોકરંજન વગેરે મલિન તત્ત્વોના પ્રભાવે આ મૂળભૂત ધ્યેય સાધકો દ્વારા ચૂકી જવાય છે. એ તેથી આત્માર્થી સાધકે આ મલિન તત્ત્વોને ઝડપથી આત્મનિકાલ આપવો જોઈએ. તેમજ ઉપયોગશૂન્યતા, આચારમાં ઘાલમેલ, આળસ, પ્રમાદ, બેદરકારી, અધીરાઈ વગેરે કુટિલ ભાવો પણ સાધકને મૂળભૂત ધ્યેયથી ઘણે દૂર લઈ જાય છે. તેથી આત્માર્થી સાધકે તેનાથી પણ સદૈવ દૂર રહી સિદ્ધદશાને પ્રગટાવવાના મૂળભૂત ધ્યેયનું પ્રણિધાન દૃઢ કરવું. અંતર્મુખ રહી વિધિ-જયણા-ઉપયોગ અને અહોભાવ પૂર્વક સ્વભૂમિકાયોગ્ય વિશુદ્ધ આચારનું શક્તિ છૂપાવ્યા વિના અણિશુદ્ધ પાલન કરવામાં તત્પર રહેવું જોઈએ. આવા પ્રકારનો આધ્યાત્મિક ઉપદેશ અહીં પ્રાપ્ત થાય છે. તે અણિશુદ્ધ પાલનના કારણે સંવેગરંગશાળામાં દર્શાવેલ સિદ્ધસુખ ખૂબ નજીક આવે છે. ત્યાં શ્રીજિનચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘સિદ્ધશિલામાં સિદ્ધ ભગવંતો કાયમ સર્વજ્ઞ, સર્વદર્શી, નિરુપમસુખયુક્ત, જન્માદિદોષરહિતપણે રહે છે.' (૧૪/૩)
♦ ‘પર્યાય’ શબ્દ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
પુસ્તકોમાં ‘દ્રવ્યનેં' પાઠ. આ.(૧)માં પાઠ લીધો છે. * ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ કો.(૧૧)માં નથી.