________________
૪૨
સમુચિત શક્તિ તો ચ૨માવર્તકાળથી માંડીને કહેવાય છે. (૨/૮) કાળનો મહિમા પરખીએ
આધ્યાત્મિક ઉપનય :- યોગધર્મની ઓધશક્તિનું સમુચિતશક્તિમાં રૂપાંતર કરવા માટે જો આપણે
સફળ થઈએ તો આપણે ચરમાવર્તકાળમાં આવેલા છીએ તેમ નક્કી સમજવું. શત્રુંજયતીર્થના દર્શન મ કરવાથી કે ‘હું ભવ્ય છું કે નહિ ?' આવી શંકા થવાથી પોતાનામાં ભવ્યત્વનો અસંદિગ્ધ નિર્ણય થઇ જવા માત્રથી કાંઈ આત્માનું કાર્ય પૂર્ણ થઈ જતું નથી. આનાથી ફલિત થાય છે કે કોરો તત્ત્વનિશ્ચય કાર્યસાધક નથી પરંતુ તત્ત્વનિશ્ચય થયા બાદ સંવેદનશીલ હૃદયથી સદ્ધર્મવ્યવહારમાર્ગે સતત ચાલવા માટે ઉલ્લસિત થવું એ અત્યંત અનિવાર્ય કર્તવ્ય છે. આવા સાતત્યપૂર્ણ, આદરયુક્ત આજ્ઞાપાલન યોગમાં ચરમાવર્તકાળનો સહયોગ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. આવું ઉપરોક્ત શ્લોક દ્વારા ફલિત થાય છે. છે કહેવતોનું શાણપણ સમજીએ
:
કાળ તત્ત્વના આવા પ્રભાવને સૂચવનારી કહેવતો પણ જાણવા મળે છે જેમ કે (૧) જેવી ગતિ તેવી મતિ.'
[ અધ્યાત્મ અનુયોગ સહિત
વિનો
(૨) ‘જેવો ભવ તેવો ભાવ.'
(૩) ‘જેવી નિયતિ તેવી સંગતિ.' મરણપથારીએ રીબાતા એવા કાલસૌરિક કસાઈનું ઉદાહરણ અહીં વિચારવું.
(૪) ‘ભવિષ્યકાળ પોતાનો પડછાયો વર્તમાનકાળે મોકલી આપે છે.'
(૫) ‘કાળ પાકી ગયો હોય ત્યારે કામ કરવાનું સૂઝે.'
(૬) ‘અકાળે કરેલું કાર્ય ન કર્યા સમાન છે.'
(૭) ‘પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં.'
આવી લોકોક્તિઓ પણ કાળના પ્રભાવનું અલગ અલગ રૂપે વર્ણન કરે છે. તેને અહીં યાદ કરવી. ચરમાવર્તકાળના સહયોગથી જિનાજ્ઞાના પૂર્ણ પાલનથી પંચવસ્તુકમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ થાય છે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહેલ છે કે ‘સિદ્ધગતિમાં સદા કાળ સિદ્ધ ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી, નિરુપમસુખયુક્ત, જન્માદિબંધનમુક્ત સ્વરૂપે રહે છે.' (૨/૮)