________________
४०
[ અધ્યાત્મ અનુયોગ સહિત ઘી બનવાની શક્તિ છે' - તેવું કહેવામાં આવે તો તેવી ધૃતશક્તિ લોકોના મનમાં જચે છે. (૨૭)
૬ મોક્ષની સમુચિતશક્તિને પ્રગટાવવી . આધ્યાત્મિક ઉપનય :- “આપણે ભવ્ય હોવાથી મોક્ષમાં જવાના છીએ' - તે વાત શાસ્ત્રકારની દૃષ્ટિએ ર સાચી છે. કારણ કે ભવ્યત્વ નામની મોક્ષજનક ઓઘશક્તિ આપણા આત્મામાં શાસ્ત્રકારોએ માન્ય કરેલ તે છે. પરંતુ હું મોક્ષે જવાનો છું – એવું બોલવા છતાં ઉત્કટ કામવાસના, ક્રોધાદિના આવેગો, ખાવાની - લાલસા, પ્રબળ મહત્ત્વાકાંક્ષા, ભોગતૃષ્ણા, ફેશન-વ્યસનપરસ્તતા, ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા આદિ દોષોના અને d? દુરાચારના વમળમાં આપણે ખૂંચેલા હોઈએ તો “હું મોક્ષે જવાનો છું’ – આવી આપણી વાત લોકોમાં હાંસીપાત્ર
જ બને. કેમ કે આપણામાં મોક્ષની સમુચિતશક્તિ તેવા સમયે લોકોને જણાતી નથી. તથા લોકવ્યવહાર
તો જ્ઞાયમાન સમુચિતશક્તિના આધારે જ થાય છે. માટે આપણામાં મોક્ષની ઓઘશક્તિને જાણ્યા પછી મોક્ષની ત સમુચિતશક્તિને પ્રગટાવવા પ્રામાણિક પ્રયત્ન કરવો અત્યંત જરૂરી છે.
૪ સમુચિતશક્તિના આવિર્ભાવનો ઉપાય છે RC તે માટે જપ, તપ, ત્યાગ, સ્વાધ્યાય, સાધુસેવા, ભગવદ્ભક્તિ આદિ સદાચારોને કેળવવાનો ઉત્સાહ તો રાખવો જોઈએ. તથા સરળતા, સૌમ્યતા, સહનશીલતા, સદ્ગુરુસમર્પણ, વૈરાગ્ય, ઔદાર્ય, ગાંભીર્ય,
દાક્ષિણ્ય, પાપભીરુતા આદિ સદ્ગુણોને આત્મસાત્ કરવા માટે કટિબદ્ધ બનવું જોઈએ. આવું થાય તો જ મોક્ષની ઓઘશક્તિ મોક્ષની સમુચિતશક્તિમાં રૂપાંતરિત થવાથી સરળતાથી ટૂંક સમયમાં આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. સ્યાદ્વાદમંજરીમાં સર્વકર્મક્ષયજન્ય પરમસુખસંવેદનસ્વરૂપ મોક્ષ જણાવેલ છે. (૨૭)
છે
જાણ
o