________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૨/૧)]
૨૯
પાપોદયમાં ત્રસ્ત ન બનો ♦
=
24
તથા પાપોદયજન્ય એસીડીટી, ફ્રેક્ચર, ડાયાબિટીસ, રક્તપિત્ત, ટ્યૂમર/કેન્સર, બ્લડ કેન્સર, અની’મીયા પાંડુરોગ (રક્તક્ષીણતા), એ’પપ્લેક્ષી મૂર્છા-વાઈ-બેહોશી, જલોદર (=અસિ'ટીઝ), આંત્રપુચ્છનો સોજો કે દાહ (=એપેન્ડસાઈટિસ), મૂત્રાશયમાં પથરીનો રોગ (=કે’લ્ક્યુલસ્), સન્નિપાતત્રિદોષપ્રકોપ (=ડિલિ’રિઅમ્), મારી-મરકી (કૉલેરા), મહામારિ (પ્લેગ), કંઠરોહિણી (ડિથી'રિઆ), મરડો-કાચોઆમ (ડિ’સન્ટ્રી), મંદાગ્નિ (ડિસ્પે'પ્સિઆ), મૂત્રઅવરોધ (ડિસૂ'રિઆ), આંતરડાનો તાવ (ટાઈ’ફોઈડ્), ખરજવું (એ’ઝિમા), ભગંદર (ફિચુલા), સંધિવા (ગાઉટ્), અંડગોલકવૃદ્ધિ = વધરાવળ (હાઈડ્રોસિલ્ અથવા ઓકૉઈ'ટિસ્), મહાવિચિત્ર એવો ભયાનક વાતોન્માદ (=હિસ્ટીરિયા), અનિદ્રા (ઈન્સો’મ્નિઆ), કમરનો વા (લૂમ્બા'ગો), મેલેરિ'આ, આધાશીશી (=માઈગ્રેન), લોહીનું ગંઠાઈ જવું (=થ્રોમ્બો’સિસ્), લકવો (= પેરે’લિસિસ્), બાળલકવો (=પો'લિઓ), આમણ = ગુદાભ્રંશ (=પ્રો’લેપ્સ), ઘૂંટણના સંધિવા (=ગાઉટ્), સંધિવા (=રૂ'મેટિઝમ્), અતિસ્થૂળતા (=ઓબી’સીટિ), ડાયરીઆ, અતિસાર, સાઈટિકા, ટી.બી., હેમરેજ, કબજીયાત (કોન્સ્ટીપેશન), વાઈ (એપિલેપ્સી), મૂંગાપણું (એફેજિયા), મસા (પાઈલ્સ), બહેરાપણું (ડેફનેસ્), સોજો (ડ્રોપ્સી), કમળો વગેરે આવી પડે ત્યારે ઉદ્વેગ ન કરવો અને ક્ષયોપશમભાવના ગુણો ઉપર મદાર ન બાંધવો. આ રીતે શુદ્ધઆત્મદ્રવ્યદૃષ્ટિ આત્મસાત્ થતાં, અસંગ સાક્ષીભાવ સધાતાં ક્ષાયિક ગુણવૈભવ પ્રગટ કરીને આત્મા ‘પરમેષ્ઠી, પરબ્રહ્મ, ૫રમાત્મા, સનાતન, સદાશિવ, પરંજ્યોતિ, ધ્રુવ, નિરંજન એવા સિદ્ધ પરમાત્મા છે’ - આ પ્રમાણે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સિદ્ધસહસ્રનામકોશમાં વર્ણવેલા સિદ્ધસ્વરૂપને ઝડપથી વરે છે. (૨/૧)
€
=