________________
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૧/૬)]
# ધ્યાન, ધ્યાનધારા, ધ્યાનાન્તરિકાને ઓળખીએ છે
નામ:- સમ્મતિતર્ક, ભગવતીસૂત્ર, ઠાણાંગજી, સમવાયાંગજી, ધ્યાનશતક આદિ ગ્રંથોની વ્યાખ્યાનું તાત્પર્ય પ્રસ્તુતમાં એ રીતે સમજી શકાય તેમ છે કે સ્વઆત્મદ્રવ્યમાં મુક્તિપર્યાયની ઉત્પત્તિ, સંસારપર્યાયનો વિનાશ અને શુદ્ધ આત્મદ્રવ્યત્વસ્વરૂપે પ્રૌવ્ય - આ ત્રણેયને દર્શાવનારા આગમિક પદમાં કે પદાર્થમાં મન-વચન-કાયાને એકાગ્રપણે જોડી રાખવાનો પ્રામાણિકપણે પુરુષાર્થ કરવો. આ રીતે શુક્લધ્યાનના પ્રથમ ભેદને પરિપક્વ બનાવીને સાંસારિક ભાવોથી ઉદાસીન બનીને, શુકુલધ્યાનના બીજા પ્રકારમાં સ્થિર બની, ક્ષપકશ્રેણિ માંડી ઘાતકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન વહેલી તકે પ્રાપ્ત કરી ર4 લેવું. જો ઉપરોક્ત રીતે એક જ આગમિક પદમાં કે પદાર્થમાં મન-વચન-કાયા સ્થિર ન રહી શકે એ તો તેવા આગમિક પદમાંથી આધ્યાત્મિક પદાર્થમાં જવું, પદાર્થમાંથી પદમાં જવું. તેમાં પણ મન લાંબો સમય સ્થિર ન રહે તો આધ્યાત્મિક પદાર્થમાંથી મનને ખસેડી તે આધ્યાત્મિક પદાર્થના દર્શક આગમિક (d પદને રટવામાં વચન યોગને એકાગ્રપણે શ્રુતજ્ઞાનના બળથી જોડી રાખવો. એકલા વચનયોગની સ્થિરતા લાંબો સમય ન ટકે તો આંગળીના વેઢા ઉપર અંગુઠાને ફેરવતા રહી સંખ્યાની ગણતરી કરવા પૂર્વક એ તે - તે પદોને જીભથી રટવામાં કે મનથી યાદ કરવામાં એકાગ્ર બનવું. હાથ થાકે તો એકલા મનથી તું ફરી એક વાર તે તે આધ્યાત્મિક પદાર્થમાં લીન બનવા પ્રયત્ન કરવો.
ધ્યાનસંસ્કારનો પ્રભાવ જ આ રીતે વર્તમાનમાં પણ સાધક પુરુષોએ આગમબોધ મુજબ યથાશક્તિ આ રીતે ધ્યાનાભ્યાસમાં છે લીન બનવું જોઈએ. ધ્યાનાભ્યાસના સંસ્કાર બળવાન બનાવેલ હોય તો ભવાંતરમાં પણ મનની એકાગ્રતા, ચિત્તપ્રસન્નતા, શાસ્ત્રબોધ, દિવ્ય પ્રજ્ઞા, આત્માર્થીપણાને ટકાવવાની કોઠાસૂઝ, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, નિશ્ચિતતા, નિર્ભયતા, નિશ્ચલતા વગેરે સગુણોની પ્રાપ્તિ થાય છે. તથા શુક્લધ્યાન સુલભ બને છે. સામ્પ્રત કાળે પણ આવા લક્ષપૂર્વક દ્રવ્યાનુયોગનું વ્યાપક રીતે પરિશીલન થાય તો વાદ-વિવાદ-વિખવાદ -વિતંડાવાદના કાદવમાં અટવાયા વિના સાધક આત્મા બહુ ટૂંક સમયમાં યોગ્ય ક્ષેત્ર-કાળ વગેરે મેળવવા દ્વારા, સ્યાદ્વાદમંજરીમાં વર્ણવેલ, આત્મસ્વરૂપસ્થિતિસ્વરૂપ મોક્ષને મેળવીને પરમાનંદને માણી શકે. (૧/૬)