________________
૧૫
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ +ટો (૧/૫)]
• • આત્મદશા ઊંચી લાવો છે
મો:- “આત્માર્થી સાધકે આત્માદિ દ્રવ્યનું તલસ્પર્શી જ્ઞાન મેળવવાની ઉપેક્ષા કરીને જડતાથી બાહ્ય આચારમાં અટવાઈ જવું ન જોઈએ. પણ પોતાની શક્તિ મુજબ ઉત્સર્ગ-અપવાદ, જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર, સ્વદર્શન-પરદર્શન, દ્રવ્યાનુયોગ-ચરણ-કરણાનુયોગ વગેરેનો વ્યાપક બોધ મેળવી સ્વભૂમિકાયોગ્ય સાધનામાં લાગી જવું જોઈએ. તથા પોતાને જે સમજાયેલ છે તેટલો જ શાસ્ત્રનો અર્થ નથી પણ “મારી વર્તમાન આત્મદશા મુજબ મને આટલું સમજાય છે' - એવું સ્વીકારીને ઉચ્ચતમ શાસ્ત્રીય પરમાર્થની પ્રાપ્તિ માટે તથા પોતાની આત્મદશાને ઊંચી લાવવા વિનય-વિવેક-વૈરાગ્ય-વૈયાવચ્ચ -વિનમ્રતા-વિમલજ્ઞાન આદિ આત્મસાત્ કરવા લાગી જવું. છે “જ્ઞાન”પદાર્થનું સ્પષ્ટીકરણ છે
ધ્યા પ્રસ્તુતમાં “જ્ઞાન” શબ્દથી ફક્ત શાસ્ત્રબોધને કે શાસ્ત્રીયપદાર્થની સમજણને પકડી લેવાની ઉતાવળ ન કરવી. અર્થાત્ જ્ઞાન એટલે ફક્ત શાસ્ત્રબોધ જ નહિ. પરંતુ દ્રવ્યાનુયોગ વગેરેના પરિશીલનથી સાક્ષાત્ (0 કે પરંપરાએ જ્ઞાનાવરણ અને મોહનીય કર્મનો જે વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે, તે ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ ભાવનાગર્ભિત ગુણપરિણતિને જ અહીં “જ્ઞાન” શબ્દના અર્થ તરીકે સમજવી. આ જ અભિપ્રાયથી ન શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુમાં જણાવેલ છે કે “ભાવનાથી વણાયેલું જ્ઞાન એ જ પરમાર્થથી જ્ઞાન છે.” ! શાસ્ત્રના પરમાર્થને મેળવીએ
યો તેથી આત્માર્થી જીવે આવા પ્રકારની નિર્મળ ગુણપરિણતિને ધરાવનારા સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ છે પાસેથી વિનયપૂર્વક શાસ્ત્રના પદાર્થથી માંડીને પરમાર્થને મેળવવા કટિબદ્ધ થવું જોઈએ. તથા કર્મવશ આચારમાં ઢીલા હોવા છતાં જેઓ શાસ્ત્રબોધથી સમૃદ્ધ હોય તેવા સંવિગ્ન પાક્ષિકની સેવા કરીને તેમની પાસેથી પણ ઐદંપર્યાર્થ સુધીનો આગમબોધ મેળવવા તત્પર રહેવું જોઈએ” - આ મુજબ તીર્થંકર ભગવંતોએ મોક્ષમાર્ગ બતાવેલ છે. એનાથી ફલિત થાય છે કે જ્ઞાનહીન આચારવાળા સાધક કરતા સંવેગી આચારહીન જ્ઞાની-આત્મજ્ઞાની સારા. તથાવિધ શુદ્ધાત્મજ્ઞાનના બળથી સિદ્ધસુખ અત્યંત નજીક આવે. પ્રવચનસાર ગ્રંથમાં સિદ્ધસુખને આ રીતે જણાવેલ છે કે “શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા સિદ્ધ ભગવંતોનું સુખ સાંસારિક સુખથી ચઢિયાતું, આત્મદ્રવ્યજન્ય, અતીન્દ્રિય, અનુપમ, અનંત અને અવિચ્છિન્ન હોય છે.' (૧/૫)