________________
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રાસ +ટબો (૧/૪)]
B ધન્યવાદપાત્ર કતવ્ય બજાવીએ તેથી આત્માર્થી બનીને, દેહાદિ જડ દ્રવ્યોથી પોતાની જાતને પ્રતિપળ જુદી તારવી લેવાના પવિત્ર અ. આશયથી દ્રવ્યાનુયોગનો ઊંડો અભ્યાસ કરવામાં લીનતા લાવવી. પરદ્રવ્ય-પરસ્વભાવ-પરદ્રવ્યક્રિયા ચા -પદ્રવ્યગુણ-પરપર્યાય વગેરેમાં ક્યાંય કર્તુત્વભાવ-ભોસ્તૃત્વભાવ લાવ્યા વિના કે તેમાં મમત્વબુદ્ધિથી લેપાયા વગર, સંયમસાધનભૂત શરીર-ઈન્દ્રિય વગેરેની અપેક્ષિત અસંગભાવથી સારસંભાળ કરવી. તથા (d} અસંગ સાક્ષીભાવે વિવિધ ઘટનાઓના વરઘોડામાંથી પસાર થઈ પરમાત્મદ્રવ્યમાં કે પરમાત્માથી અભિન્ન સ્વઆત્મદ્રવ્યમાં સદા રમણતા રાખવી એ જ ચારિત્રનું ફળ છે. આ ફળ મળે તો આપણે મંજિલે પહોંચ્યા કહેવાઈએ અને ગાડી (શરીર) ચલાવવાની મહેનત સાર્થક થઈ કહેવાય. ગાડીને ફેરવવા ન માટે ગાડી ચલાવવાની નથી પણ મંજિલે સલામત રીતે પહોંચવા માટે ગાડી ચલાવવાની છે. તેમ છે દીક્ષા લઈને નિર્દોષ ગોચરી વાપરવા માટે સંયમજીવન જીવવાનું નથી. તથા સ્વાધ્યાયાદિ કર્યા વિના ર્યો ફક્ત જીવવા માટે, કોઈએ લાવેલી નિર્દોષ ગોચરી વાપરીને સમુદાયમાં કેવળ લીલાલહેર કરવાની , નથી. પણ હિંસાદિનિવૃત્તિ અને દ્રવ્યાનુયોગાદિપ્રવૃત્તિ ઉભયસ્વરૂપ ચારિત્રને પાળવા માટે તથા ઉપરોક્ત આ ચારિત્રફળ મેળવવા માટે શરીરરૂપી ગાડીને ચલાવવાની છે.
દ્રવ્યાનુયોગની ઉપેક્ષા એ મૂર્ખામી છે નેશનલ હાઈવે ઉપર ગાડી ચલાવી શકાય તો ઉત્તમ. પરંતુ તેમ ન બને તો ડાયવર્ઝન માર્ગે પણ ગાડીને ચલાવીને સલામતપણે મંજિલને ઝડપથી મેળવી લેવી એ ઠરેલ ડહાપણભરેલું ધન્યવાદપાત્ર કર્તવ્ય છે. નેશનલ હાઈવે ઉપર ગાડી ચાલી શકે તેમ હોય છતાં બિનજરૂરી નવો ડાયવર્ઝન ( = શિથિલાચાર) પોતાની જાતે ઊભો કરવામાં શક્તિ બરબાદ કરી માર્ગભ્રષ્ટ અને મંજિલભ્રષ્ટ થવું તે તો મૂર્ખામી છે જ. પરંતુ નેશનલ હાઈવે બંધ હોય તથા ડાયવર્ઝન માર્ગે ગાડી ચલાવવાની તૈયારી ન હોય અને મંજિલે પહોંચ્યા વિના જ મરી જવું, લૂંટાઈ જવું તે પણ નરી મૂર્ખામી જ કહેવાય. આ કાળમાં આ બાબત ઉપર વર્તમાનકાલીન સંયમીઓએ ખાસ ધ્યાન આપવું. દ્રવ્યાનુયોગના જ્ઞાનથી દીપોત્સવકલ્પમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ દર્શાવેલ અનંતસુખવાળો મોક્ષ નજીક આવે છે. (૧/૪)
It
સી