________________
૧૨
नगर
परामर्शः:
[ અધ્યાત્મ અનુયોગ સહિત किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यात् स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्ड: शय्या वस्त्रं पात्रं वा भेषजाद्यं वा।। (प्रशमरति - १४५) देशं कालं पुरुषमवस्थामुपयोग(? मुपघात)*शुद्धपरिणामान्। प्रसमीक्ष्य भवति कल्प्यं नैकान्तात् कल्पते कल्प्यम् ।। (प्र.र.१४६) प्रशमरतो* ॥१/४॥
ः द्रव्यानुयोगरङ्गश्चेदाधादौ चरणाऽक्षयः।
पञ्चकल्पादिभाष्योक्तः गुरुभ्यश्च श्रुतो मया।।१/४।।
હS ક્રિયાશુદ્ધિ કરતાં ભાવશુદ્ધિ બળવાન હS થ્વીકાર્થ- જો દ્રવ્યાનુયોગમાં રંગ લાગે તો આધાકર્મ વગેરે દોષ લાગવા છતાં ચારિત્રનો નાશ થતો નથી - આમ પંચકલ્યભાષ્ય આદિમાં જણાવેલ છે અને સદ્ગુરુઓ પાસેથી મેં સાંભળેલ છે. (૧/૪)
અવસરે ડાયવર્ઝન પણ આવકાર્ય 4 aધ્યાત્મિક ઉપનય - જિનાજ્ઞા મુજબ નિર્દોષ ગોચરીચર્યા વગેરે ચારિત્રાચાર પાળીને, ભણવાની શક્તિ વિશિષ્ટ પ્રકારની હોય તો આત્માદિ દ્રવ્ય, તેના ગુણ-પર્યાય વગેરેની સાચી સમજણ મેળવવા દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો જોઈએ. આ ઉત્સર્ગમાર્ગ છે. પણ નિર્દોષ ગોચરીચર્યા વગેરે સાધ્વાચાર
કટ્ટરતાથી પાળવા જતાં ઓછી ગોચરી મળવાથી અને તેમાં વધુ પડતો સમય ફાળવવાથી થાક-નબળાઈ ટા વગેરેના લીધે દ્રવ્યાનુયોગનો અભ્યાસ થઈ શકતો ન હોય તો ઓછામાં ઓછા દોષ લાગે તેની કાળજી
રાખી ગુરુગમથી દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવામાં લીન બનવું. આ અપવાદમાર્ગ છે. નેશનલ હાઈવે " ઉપર વાહન ચલાવવામાં નુકસાની ઊભી થાય તેવા સંયોગમાં ડાયવર્ઝન માર્ગે વાહન ચલાવવામાં A આવે છે. આ રીતે ડાયવર્ઝન રસ્તે વાહન ચલાવવું તે ગુનો નથી ગણાતો. ડાયવર્ઝન માર્ગ પૂરો થાય છે એટલે ફરીથી નેશનલ હાઈવે ઉપર વાહન ચલાવવામાં આવે છે. વાહનચાલકને ડાયવર્ઝનમાર્ગે વાહન | ચલાવવામાં રસ પણ નથી હોતો. લાચારીથી નાછૂટકે ચલાવવું પડે છે. નેશનલ હાઈવે ઉપર ગાડી - ચલાવી શકાય તેમ ન હોય અને ડાયવર્ઝનના માર્ગે પણ ગાડી ચલાવવા ડ્રાઈવર તૈયાર ન થાય અને ઘી ગાડીને ત્યાં જ ઊભી રાખી મૂકે તો રાત્રે ગાડીમાંનો માલ લુંટારા વગેરે દ્વારા ચોક્કસ લૂંટાઈ જાય છે કે હિંસક પ્રાણી વગેરેનો ઉપદ્રવ થાય - તેવું ચલાવી ન શકાય. પ્રસ્તુતમાં નેશનલ-હાઇવે = નિર્દોષ
ગોચરીપાણી વગેરે ચારિત્રાચારના ચુસ્ત પાલન સાથે દ્રવ્યાનુયોગનો તલસ્પર્શી અભ્યાસ. ડાયવર્ઝન માર્ગ = જયણાપૂર્વક દોષિત ગોચરી વાપરી દ્રવ્યાનુયોગસ્વાધ્યાયમાં લીનતા. ગાડી = શરીર. ડ્રાઈવર = સાધુ. ગાડી ઊભી રાખવી = દોષિત ગોચરી વાપરવાનો ત્યાગ. માલ = પૂર્વે ભણેલ જ્ઞાનાદિ. લૂંટાઈ જવું = ભૂલાઈ જવું. હિંસક પ્રાણી વગેરેનો ઉપદ્રવ = થાક-અશક્તિ-માંદગી-મૂછ-મરણ-અવિરતિ -તિર્યંચાદિ ગતિ વગેરે. ગુનો ન ગણાવો = તથાવિધ પ્રાયશ્ચિત્ત ન આવવું. આ રીતે આગમાનુસારે અર્થની સંકલન કરી વિજ્ઞ વાચકવર્ગે ફરીથી ઉપરોક્ત દષ્ટાંત વાંચી જવું. જેથી પદાર્થ સ્પષ્ટ થઈ જાય. * ફક્ત લા.(૨)માં “શુદ્ધ પાઠ. પુસ્તકોમાં ‘શુદ્ધિ પાઠ. . . ચિતદ્વયમધ્યવર્તી પાઠ સિ.કો.(૯)માં નથી.