________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો ૯ર૧)]
૨૬૧
- ૬ કર્મવિભાગ માટે સજ્જ થઈએ . આધ્યાત્મિક ઉપનય :- “કર્મનો વિભાગ = વિયોગ થવાથી મોક્ષની ઉત્પત્તિ થાય છે' - આવું શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવેલ છે તેનાથી સૂચિત થાય છે કે જ્યાં સુધી નિરર્થક/અનર્થક પદાર્થોને આપણે વી. સંઘરીને બેઠા છીએ ત્યાં સુધી સાર્થક-પરમાર્થભૂત નિર્મળ આત્મતત્ત્વની-મુક્તિની ઉપલબ્ધિ શક્ય નથી. તે નિરર્થક હટે નહિ ત્યાં સુધી સાર્થક પ્રગટે નહિ. ઉપાધિ ખસે નહિ ત્યાં સુધી નિરુપાધિક નિજસ્વરૂપની નિષ્પત્તિ થાય નહિ. નકામું નિરુપયોગી તત્ત્વ જાય નહિ ત્યાં સુધી કામનું ઉપયોગી આત્મતત્ત્વ પૂર્ણપણે પ્રગટ થાય નહિ. તેથી મુક્તિકામનાવાળા આત્માર્થી સાધકે કર્મસ્વરૂપ ઉપાધિને ભેગી કરવાના બદલે, વધારવાના બદલે તેના વિઘટન માટે સદા સજ્જ રહેવું જોઈએ. તેના લીધે તત્ત્વાર્થસૂત્રવૃત્તિમાં જણાવેલ મોક્ષ સુલભ થાય. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “જ્ઞાન-દર્શનઉપયોગસ્વરૂપ આત્મા સર્વ કર્મથી મુક્ત થઈને પોતાનામાં રહે તે મોક્ષ છે.” (૯૨૧)