________________
૨૬૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત
વિણ બંધ “રે હેતુ સંયોગ જે, પરસંયોગĆ ઉત્પાદ રે; વલી જે ખિણ ખિણ* પર્યાયથી, તે એકત્વજ અવિવાદ રે ।।૯/૨૨૫ (૧૫૫) જિન.
જિમ પરમાણુનો ઉત્પાદ એકત્વજ તિમ (વિણ બંધ હેતુ =) જેણઇં સંયોગઈં સ્કંધ ન Ā નીપજઈ, એહવો જે ધર્માસ્તિકાયાદિકનો જીવ-પુદ્ગલાદિક સંયોગ તદ્વા૨ઈ જે *સંયોગયુક્ત (=પરસંયોગઈ) દ્રવ્યોત્પાદ અસંયુક્તાવસ્થાવિનાશપૂર્વક.
તથા ઋજુસૂત્રનયાભિમત જે ક્ષણિકપર્યાય પ્રથમ-દ્વિતીયસમૈયાદિદ્રવ્યવ્યવહા૨હેતુ, તદ્વારઈ
ઉત્પાદ તે સર્વ એકત્વજ જાણવો. ઇહાં કોઇ વિવાદ નથી. ૫૯/૨૨॥
परामर्शः
स्कन्धातोः समुत्पादो धर्मादेः परयोगतः ।
क्षणिक पर्ययाच्चैव ज्ञेय ऐकत्विको ध्रुवम् ।।९/२२।।
* ધર્માસ્તિકાય વગેરેમાં ઉત્પત્તિ આદિની વિચારણા
શ્લોકાર્થ :- સ્કંધનો હેતુ ન બને તેવા પરદ્રવ્યસંયોગથી તથા ક્ષણિકપર્યાયથી ધર્માસ્તિકાય વગેરેની જે ઉત્પત્તિ થાય છે, તેને નિયમા ઐકત્વિક વૈગ્નસિક ઉત્પત્તિ જાણવી. (૯/૨૨)
હું ધર્માસ્તિકાયથી પણ ઉપદેશ લઈએ
આધ્યાત્મિક ઉપનય :- ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય જેમ અલિપ્ત રહે છે તેમ અનિવાર્યપણે કરવા પડતા પાપ કરતી વખતે તથા સ્ત્રી વગેરેનો સંયોગ થવા છતાં સાધક તદ્દન અલિપ્ત રહે, નિરાળો રહે, ન્યારો રહે તો ઘણા પાપકર્મબંધનથી બચી શકે. તથા પુદ્ગલદ્રવ્યો જેમ એક-બીજામાં ભળે છે તેમ જીવ પાપપ્રવૃત્તિમાં અંદરથી ભળી જાય તો ઘણા પાપકર્મ બાંધે. આ બોધપાઠ અહીં લેવા યોગ્ય છે. * જ્ઞાનયોગને યોગ્ય બનીએ *
COL
તદુપરાંત બીજી એક બાબત એ પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે - ધર્માસ્તિકાય વગેરે નિષ્ક્રિય દ્રવ્યોમાં પણ સક્રિય દ્રવ્યના સંયોગનિમિત્તે કે કાળતત્ત્વના માધ્યમથી થતા ઉત્પાદ-વ્યય કેવલ જ્ઞેય છે, હેય કે ઉપાદેય નહિ. શાસ્ત્રાનુસાર કે શાસ્ત્રાનુસારી તર્કોનુસાર તેનો તથાસ્વરૂપે સ્વીકાર કરવાથી (૧) સર્વજ્ઞ ભગવંત પ્રત્યે આપણો વિશ્વાસ અને આદરભાવ ઉલ્લસિત થાય છે, (૨) બુદ્ધિ સૂક્ષ્મ અને શાસ્ત્રપરિકર્મિત થાય છે, (૩) મન એકાગ્ર અને શાંત થાય છે, (૪) મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયોપશમ સ્થિર અને બળવાન થાય છે, (૫) જ્ઞાનયોગની યોગ્યતા અને પરાકાષ્ઠા પ્રગટે છે. તેના લીધે તત્ત્વાર્થસૂત્રકારિકામાં વર્ણવેલ નિરુપમ મોક્ષસુખ ખૂબ જ નજીક આવે. ત્યાં મોક્ષસુખને જણાવતાં કહેલ છે કે ‘આખાય વિશ્વમાં મોક્ષસુખતુલ્ય બીજો કોઈ પદાર્થ વિદ્યમાન નથી કે જેની ઉપમા મોક્ષસુખને લાગુ પડે. તેથી તે સર્વોત્કૃષ્ટ મોક્ષસુખ નિરુપમ ઉપમાશૂન્ય છે.' (૯/૨૨)
OF
-
* પુસ્તકોમાં ‘રે’ નથી. સિ.માં છે. “ પુસ્તકોમાં ‘ષિણ ષિણ’ પાઠ. આ.(૧)માં ‘ક્ષણ ક્ષણ’ પાઠ.
♦ પુસ્તકોમાં ‘સંયુક્ત’ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. I લી.(૧)માં ‘....દ્વિતીયસપર્યાયા...' પાઠ.