________________
૨૪૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત
2211
ક્રોધનો નાશ થઈ જાય. વિનમ્રતા આવે એટલે અહંકારનો નાશ થઈ જાય. સરળતા આવે એટલે કુટિલતાનો નાશ થઈ જાય. તે જ રીતે તપની પ્રવૃત્તિ આવે એટલે ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે ખા-ખા કરવાની કુટેવ રવાના થાય. વિનય આવે એટલે ગુરુ ભગવંતોની સામે કે વડીલની સામે મનફાવે તેમ બકવાટ કરવાની પ્રવૃત્તિ તદન છૂટી જાય. આ રીતે સાધકે મુખ્યતયા સદ્ગુણને અને સદાચારને લાવવા માટે વિશેષ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ. આવું બને તો અનાયાસે દોષમાંથી અને દુરાચારમાંથી સાધકને તાત્કાલિક મુક્તિ મળે. વ્યવહારનયની ષ્ટિએ દુરાચાર અને દુર્ગુણ જાય એટલે પછીની ક્ષણે સદાચાર અને સદ્ગુણ આવ્યા જ સમજો. સાધકે પોતાની ભૂમિકા નિશ્ચયયોગ્ય છે કે વ્યવહારયોગ્ય છે? તેનો યોગ્ય નિર્ણય ગુરુગમથી કરી તથાપ્રકારનું વલણ અને વર્તન કેળવવા સદા તત્પર રહેવું. તેના લીધે અે ‘જંબૂચરિયં’માં શ્રીગુણપાલે જણાવેલું (૧) કૃતકૃત્ય, (૨) તત્ત્વજ્ઞાની, (૩) નિરંજન, (૪) નિત્ય એવું પરમાત્મસ્વરૂપ ઝડપથી પ્રગટે છે. (૯/૮)
ચ