________________
૨૪૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત # ચોગાચારમત સમીક્ષા શ્લોકાર્થ :- જો કારણભેદ વિના જ જ્ઞાનશક્તિથી શોક થાય તો બાહ્ય વસ્તુનો ઉચ્છેદ થવાથી તમને (= જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધને) ઘટજ્ઞાન થઈ નહિ શકે. (૯૭)
વિતંડાવાદને વિદાય આપીએ કે આધ્યાત્મિક ઉપનય :- “જ્ઞાનાદ્વૈતવાદ કે શૂન્યવાદ અપ્રામાણિક હોવાથી તેનો સ્વીકાર થઈ શકે તેમ નથી. પરંતુ પ્રામાણિક એવો સ્યાદ્વાદ જ સ્વીકર્તવ્ય છે' - આવું જણાવવાની પાછળ આશય એ - છે કે જે વસ્તુ નિપ્રયોજન હોય, નિપ્રમાણ હોય, નિરર્થક હોય તેનો સ્વીકાર કરવાની માથાકૂટમાં
ઉતર્યા વિના જે વસ્તુ પ્રમાણયુક્ત, પ્રયોજનયુક્ત, પરમાર્થયુક્ત જણાય તેનો અત્યંત આદરપૂર્વક સ્વીકાર
કરવો જોઈએ. નિર્મૂલ્ય અને નિર્માલ્ય એવા વાદ-વિવાદ કે વિતંડાવાદ, શુષ્કવાદ વગેરેમાં આપણી [, શક્તિનો દુર્વ્યય કર્યા વિના ભાવશુદ્ધ સ્યાદ્વાદના ઐદંપર્યાર્થને ભાવનાજ્ઞાનથી પરખી સ્વભૂમિકાયોગ્ય ઉદાત્ત
આચરણમાં સદા લીન-વિલીન-લયલીન બની જવું, તેને આત્મસાત કરી લેવું - એ જ આપણું પરમ - કર્તવ્ય છે.
જ ભાવનાજ્ઞાનયુક્ત સદાચારનું ફળ મેળવીએ . ભાવનાજ્ઞાનાનુવિદ્ધ ઉચિત સદાચારના બળથી જ દેવેન્દ્રસ્તવપ્રકીર્ણકમાં વર્ણવેલ સિદ્ધસુખની સમૃદ્ધિ દુર્લભ ન રહે. ત્યાં જણાવેલ છે કે દેવતાઓના સમૂહની સૈકાલિક ભેગી કરેલી તમામ સમૃદ્ધિને અનંતગુણ છે અધિક કરવામાં આવે અને ત્યાર બાદ તેને અનંત વર્ગ-વર્ગોથી ગણવામાં આવે તો પણ તે જિનઋદ્ધિને
-સિદ્ધઋદ્ધિને પ્રાપ્ત કરી ન શકે. ૨ = ૪. ૪ = ૧૬. તેથી બેનો વર્ગ-વર્ગ સોળ થાય. (૨) = ૧૬ આ રીતે તૈકાલિક તમામ સુરસમૃદ્ધિને અનંતગુણ અધિક કરીને તેનો વર્ગ-વર્ગ અનંત વાર કરવામાં આવે તો પણ શુદ્ધાત્મસમૃદ્ધિની બરોબરી ન કરી શકે. તો સિદ્ધાત્માની સદ્ગુણસમૃદ્ધિ-સુખસમૃદ્ધિ કેટલી અને કેવી વિશાળ હશે !? તેનો જવાબ સુપરકોમ્યુટર દ્વારા પણ મળવો દુર્લભ છે. (૯૭)