________________
૨૩૪
परामर्शः
[ અધ્યાત્મ અનુયોગ સહિત
घटव्यय: किरीटस्य जन्मैव काञ्चनस्थितिः । एकदैकदलस्थत्वात्, तद्भेदः कार्यशक्तितः । । ९ / ४ ।
* ઉત્પાદ-નાશ-ધ્રૌવ્યમાં અભેદ
શ્લોકાર્થ :- ઘટનો નાશ એ જ મુગટની ઉત્પત્તિ છે અને એ જ સુવર્ણૌવ્ય છે. કારણ કે તે ત્રણેય યુગપત્ એક જ ઉપાદાનકારણમાં રહેલ છે. તથા કાર્યશક્તિની અપેક્ષાએ ઉત્પાદાદિમાં ભેદ રહેલ છે. (૯/૪)
* પ્રગટ ગુણોમાં જ પરસ્પર અભેદ
આધ્યાત્મિક ઉપનય :- ‘એક ઉપાદાનકારણમાં રહેવાથી તથા સમકાલીન હોવાથી ઉત્પાદાદિ ત્રણ અભિન્ન છે અને વિભિન્નકાર્યજનનશક્તિની દૃષ્ટિએ ઉત્પાદાદિ ત્રણ ભિન્ન છે' આ વાત આત્મગુણ, વગેરેમાં પણ લાગુ પડે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ ગુણો આત્મામાં રહેવાથી અભિન્ન છે. પરંતુ તે સમકાલીન હોવા જરૂરી છે. જ્ઞાન, દર્શન ગુણ ઉત્પન્ન થવા છતાં જો ચારિત્ર કે આનંદ દૃઢ ગુણ પ્રગટ થયેલ ન હોય તો જ્ઞાનાદિ ચારિત્રાદિથી અભિન્ન બની ન શકે. રત્નત્રય પ્રગટ થવા છતાં આત્માના આનંદનો અનુભવ ન થાય કે કેવલજ્ઞાનાદિ પ્રગટ ન થાય તો આનંદથી કે કેવલજ્ઞાનાદિથી રત્નત્રયનો અભેદ થઈ ન શકે. તથા સર્વ આત્મગુણોનો અભેદ ન થાય તો મોક્ષ થઈ ન શકે. તેથી પ્રત્યેક મુમુક્ષુએ, મુનિએ અપ્રગટ ગુણોને પ્રગટ કરી, પ્રાપ્ત તમામ ગુણો સાથે તેનો અભેદ કરી ઉપલી ભૂમિકાના સર્વ ગુણોને પ્રગટાવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આવો આધ્યાત્મિક સંદેશ અહીં પ્રાપ્ત થાય છે. તથા બોધ, રુચિ વગેરે વિભિન્ન કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવનાર હોવાથી જ્ઞાન, દર્શન આદિ પરસ્પર ભિન્ન પણ છે. તેથી એક ગુણ ટકે તો પણ પ્રમાદના લીધે અન્ય ગુણ નાશ પામે તેવી સંભાવના રવાના થતી નથી. તેથી પ્રાપ્ત ગુણોનો પરસ્પર અભેદ થઈ જવાથી એક પણ ગુણ ટકે તો મારા બધા જ ગુણો પ્રગટપણે ટકશે' આવી ગેરસમજમાં સાધકે મુસ્તાક ન બનવું જોઈએ. આવો આધ્યાત્મિક સંદેશ પણ આ શ્લોક દ્વારા મેળવવા જેવો છે.
અન્વય-વ્યતિરેકથી સિદ્ધસ્વરૂપને સમજીએ ક
-
-
તે ઉપદેશને અનુસરવાથી જ ઉપમિતિભવપ્રપંચા કથામાં શ્રીસિદ્ધર્ષિગણીએ વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી સંપન્ન થાય. ત્યાં જણાવેલ છે કે “નિવૃત્તિ નગરીમાં (૧) મૃત્યુ નથી, (૨) ઘડપણ નથી, (૩) પીડા નથી, (૪) શોક નથી, (૫) અરિત નથી, (૬) ભય નથી, (૭) ભૂખ નથી, (૮) તરસ નથી, (૯) કોઈ પણ પ્રકારના ઉપદ્રવ નથી. ત્યાં (૧) સ્વાભાવિક, (૨) પીડારહિત, (૩) સ્વાધીન, (૪) નિરુપમ, (૫) અનંત, (૬) યોગિગમ્ય એવું માત્ર સુખ જ છે. જેમની તમામ ક્રિયાઓ (કાર્યો) પૂર્ણ થઈ ચૂકેલ છે એવા ધન્ય સિદ્ધ ભગવંત તે મુક્તિપુરીમાં સતત પ્રસન્ન રહે છે. તે સિદ્ધાત્મા (૧) અનંત આનંદ, (૨) અનંત તાત્ત્વિકશક્તિ, (૩) અનંત જ્ઞાન અને (૪) અનંત દર્શનથી પરિપૂર્ણ હોય છે.' (૯/૪)